SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૮૧ યોજના ઘડી. કેશવજી નાયકનો સાથ મળતાં તેઓ ગ્રંથ-પ્રકાશનના કાર્યમાં સફળ થયા. મોહનલાલ દલીચંદ દેસાઈએ (“જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રક. ૩ માં) ભીમશી માણેકનાં કાર્યો વિષે મનનીય લેખ રજૂ કર્યો છે. ભીમશીએ ૧૯૩૩ના પોષમાં અને ૧૯૩૪ના પોષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગર'માં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેનો ચોથો ભાગ સં. ૧૯૩૭માં પ્રગટ કર્યો પણ તે પહેલાં પાંડવચરિત્રનો બાલાવબોધ, સાર્થ પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સમ્યક્ત્વમૂલ બાર વ્રતની ટીપ તથા રાય ધનપતસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા અને ટીકા સહિત છપાવી નાખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમૂહમાં પ્રવર્તતો હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાનો નમ્રભાવ અને પોતાનો ઉચ્ચ ઉદ્દેશ પોતે નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે--- શ્રાવક ભાઈઓ, પુરાતન ગ્રંથોનો જીર્ણોદ્ધાર કર્યાથી તે ગ્રંથોનું અવલોકન થશે, કયાસ વિના કેટલાએક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઈને જ્ઞાન સંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રીતિ વધશે, અભિરુચિ એટલે પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઇચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમુખ સર્વ જ્ઞાનનાં સાધનો તો સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થ મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે. પરંતુ અમસ્તા ઉદ્યમથી જ કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોઈએ છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવું જોઈએ. કેમકે પોતાની એ ફરજ છે કે જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. તે આ પ્રમાણે–સારા સારા પંડિતોની મારફતે પ્રાચીન ગ્રંથો સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા, તેનો ભાવિક લોકોને અભ્યાસ કરાવવો, ઈત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથો છપાવવાનું કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર, ભા. ૨. પ્રસ્તાવના). વિશેષમાં, છપાયેલા ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રની લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં, મોટા સુવાચ્ય વર્ણોમાં, પાકા પૂંઠાવાળા દળદાર આકારમાં પ્રકરણ રત્નાકરના ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગમો પણ, જૈન કથારત્ન કોશના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ –એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડ્યું ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહોળો પ્રચાર થયો, ધર્મજ્ઞાન લોકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઈએ સાહિત્યવૃદ્ધિ કરી લોકોપકાર કર્યો છે, કારણ કે વર્તમાન જૈનોમાં કાંઈક પણ જાગૃતિ-બોધ આપવાની શરૂઆત કરનાર એમના છપાવેલા ગ્રંથો ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ના જેઠ વદ અને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ થયા. એ ભાઈને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તો તે ખચી જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓનો દેહ છૂટ્યા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પાડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ, ચોપાઈ આદિ પણ પ્રકટ કર્યા છે.” ભીમશી માણેકે ૩૦થી અધિક ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું. તેઓ કહેતા--જ્યાં સુધી મારું શરીર વિદ્યમાન રહેશે ત્યાં સુધી હું જૈન ગ્રંથો છાપ્યા સિવાય બીજો કોઈ ઉદ્યોગ કરનાર નથી.” પોતાનું વચન તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પાળ્યું! તેઓ નિ:સંતાન હતા, તેમ જ એ પછી કોઈ સમર્થ સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy