________________
૬૮૨ )
[ જૈન પ્રતિભાદર્શન
પ્રકાશક અનુગામી પણ ન પાક્યો તે જૈન શાસનનું દુર્દેવ ગણાય. અંચલગચ્છ તો તેમને કદીયે ભૂલી ન શકે. ગચ્છાચાર્યોરચિત ગ્રંથો તેમ જ પટ્ટાવલી તેમણે સૌ પ્રથમ પ્રકાશિત કરી ગચ્છની સાહિત્ય-પ્રવૃત્તિનો સૌને પરિચય કરાવ્યો. પાશ્ચાત્ય વિદ્વાનોને ભીમશીના ગ્રંથો દ્વારા જ અંચલગચ્છના ઇતિહાસનો બહુધા પરિચય મળેલો. સર વશનજી ત્રીકમશી નાઈટ
જૈન સમાજમાં ‘સર’નો ઇલ્કાબ મેળવનાર તેઓ દ્વિતીય હતા. તદુપરાંત સમાજે એમને “સખાવતે મશહુર'ના બિરુદથી ભારે નવાજ્યા છે. જૈન સમાજને અર્વાચીન યુગને અનુરૂપ નેતૃત્વ પૂરું પાડનારા આગેવાનોમાં તેઓ મોખરે હતા. પ્રેમચંદ રાયચંદ પછી સર વશનજીએ પોતાનાં કાર્યો દ્વારા નવી દિશાઓનું સૂચન કરેલું. સુથરીના દશા ઓશવાળ, લોડાયા, ત્રીકમજી મૂલજી દેવજીનાં પત્ની લાખબાઈની કૂખે સં. ૧૯૨૨માં જયેષ્ઠ માસમાં એમનો જન્મ મુંબઈમાં થયો હતો. છઠે દિવસે માતાએ સૂતિકાગૃહમાં પ્રાણ છોડયો. એમના પિતામહ સં. ૧૮૯૮માં ધંધાર્થે મુંબઈ આવેલા. કેટલોક વખત કેશવજી નાયક સાથે ભાગમાં વેપાર કરેલો પરંતુ પાછળથી છૂટા થઈ સં. ૧૯૨૨માં સ્વતંત્ર પેઢી શરૂ કરી. વશનજીભાઈને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળેલા. એમના પિતામહ ધર્મનિષ્ઠ હતા. લક્ષ્મી પ્રાપ્ત થતાં સં. ૧૯૨૮મ એમણે કેશરીઆજીનો મોટો સંઘ કાઢી રૂા. ૪OOOO=00 ધર્મકાર્યોમાં ખર્ચેલા. દર્ભાગ્યે વશનજીભાઈના પિતા સં. ૧૯૩૦માં તથા પિતામહ સં. ૧૯૩૨ના કાર્તિક વદિ ૧૧ના દિને મૃત્યુ પામતાં વ્યાપારનો ભાર બાળવયમાં એમના પર આવી પડ્યો, જે તેમણે લખમશી ગોવિંદજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક વહ્યો.
વસનજીભાઈની સખાવતનો આરંભ બાલ્યવયથી જ થયેલો. સં. ૧૯૩૩માં તેમનાં માતા અને દાદીમાનાં ઊજમણામાં તેમણે ખૂબ ખર્ચ કર્યો. સં. ૧૯૩૪માં રતનશી દામજીના ભાગમાં રૂપિયા ૧OOOO=00ને ખર્ચે સાએરામાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠામાં રૂ. ૫OOO=00 ખર્ચા. સં. ૧૯૫૨માં જ્ઞાતિબંધુઓની ગરીબાઈમાં ભાગ લેવા દોઢ વર્ષ સુધી ઓછા ભાવે અનાજની દુકાન કરી રૂ. ૫000=00ની ખોટ સહન કરી. આ કાર્યથી તેઓ ખૂબ પ્રશંસા પામ્યા. મુંબઈમાં મરકીનો ઉપદ્રવ થતાં બંદર ઉપર ચિકિત્સાલય ત્રણ વર્ષ સુધી ચલાવી. રૂ. ૪OOOO=00 ખર્ચા. છપ્પનીઆના ભયંકર દુષ્કાળ વખતે પોતાના વતન સુથરીમાં ઓછા ભાવે અનાજની દુકાન કરી. રૂ. ૧૫OOO=00નો ખર્ચ ગરીબો માટે કર્યો. બારસીમાં સં. ૧૯૪૮માં શ્રી આદિનાથ જિનાલય કર્યું. આકોલાના શ્રી આદિનાથ જિનાલયમાં પણ એમનો ફાળો મુખ્ય હતો. સં. ૧૯૫૮માં તેની પ્રતિષ્ઠા થઈ. સુથરીમાં સદ્ગત પત્નીઓના નામથી ખેતબાઈ જૈન પાઠશાળા અને રતનબાઈ જૈન કન્યાશાળા સ્થાપી. પત્ની વાલબાઈના નામથી જશાપુરમાં જૈન પાઠશાળા સ્થાપી. સુથરીમાં વેરશી પાસુ પીર અને બીજાના ભાગમાં સાર્વજનિક ધર્મશાળા પણ બંધાવી. એમનાં લોકોપયોગી કાર્યોની કદર રૂપે સરકારે એમને સં. ૧૯૫૨માં જે. પી. અને સં. ૧૯૫૫માં રાવસાહેબનો ઈલ્કાબ આપ્યો. તેમ જ સં. ૧૯૬૪માં તેમને ઓનરરી મૅજિસ્ટ્રેટ નિયુક્ત કર્યા. સં. ૧૯૬૭માં રૉયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સને રૂ. ૨૨૫OOO=00 ની નાદર રકમ અર્પણ કરી પોતાની સખાવતોમાં કલગી ઉમેરી. તે જ વરસે વિલાયત જઈ શહેનશાહના દરબારમાં હાજર રહેવાનું માન તેઓ પામ્યા. સરકાર તરફથી તા. ૨૦-૧૨-૧૯૧૧માં નાઈટહૂડનો ખિતાબ મળ્યો. વિલાયતથી વતનમાં પધારેલા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું, પરંતુ તેમણે પગે ચાલી સૌ પ્રથમ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org