SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૮૩ અનંતનાથ જિનાલયમાં દર્શને પધારી વિનમ્રતા દર્શાવી. એમની સેવાઓ અનેકવિધ હોઈને તે વિષે અહીં વિસ્તાર થઈ શકે એમ નથી. નરશી નાથા ચેરીટી ફંડ, કુમઠા જિનાલય, પાલીતાણામાં વીરબાઈ પાઠશાળા તથા પોતાના નામથી અંકિત જૈન બોર્ડિંગ, મુંબઈની પાંજરાપોળ, શ્રી અનંતનાથ ટ્રસ્ટ, કચ્છની જૈન શાળાઓ, જૈન વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા, માંગરોળ, જૈન સભા, ખોજા રીડિંગ રૂમ ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં એમણે સેવાઓ આપેલી. એ સંસ્થાઓના સ્થાપક, ટ્રસ્ટી, આજીવન સભ્ય કે સક્રિય કાર્યકર તરીકે તેમણે સુંદર કાર્ય કર્યું. સર વશનજીના વિદ્યાપ્રેમનું જવલંત પ્રતીક રૉયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાયબ્રેરી છે, જે એમના નામથી ચાલે છે. એમની જ્ઞાતિમાં સંપનું વાતાવરણ સર્જવા એમણે ભારે પ્રયાસો કરેલા. મહાજનના અગ્રણી તરીકે સર વશનજીએ એ સંસ્થાનો ઉચ્ચ દરજ્જો જાળવવા વિશેષ રસ લીધો. અનેક રોકાણો છતાં સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત બની પોતાનું જીવન પ્રેરક બનાવ્યું. તેઓ કેટલા લોકપ્રિય હતા તેની સાક્ષી એમને મળેલાં માનપત્રો અને એમના સ્વાગત માટે યોજાયેલા મેળાવડાઓ જ પૂરશે. ( ૨૭. પૂ. આ. ભ. શ્રી વિવેકસાગરસૂરિ મ. સા. સાંધાણના પરબત લાધાએ સં. ૧૯૩રના કાર્તિક સુદિ ૧૩ના ગુરુવારે વિવેકસાગરસૂરિના ઉપદેશથી કેશરીઆજીનો સંઘ કાઢ્યો. માંડવી, મુંદરા, ભદ્રાવતી, રાધનપુર, શંખેશ્વર, ચાણસ્મા વગેરેની યાત્રા કરી માગશર સુદિ ૧૦ના દિને કેશરીઆજીને ભેટ્યા. ગચ્છનાયક ઉપરાંત દેવસાગર શિ. સ્વરૂપસાગર વગેરે પણ સંઘમાં હતા. સં. ૧૯૩૪માં સંઘપતિએ તથા એમના બંધુ ગોવિંદજીએ સાંધાણમ શ્રી વીર જિનાલય તથા શ્રી પપ્રભુ જિનાલયો બંધાવ્યાં. સુથરીના વેરશી પાસુ પીરે માંડવીમાં સં. ૧૯૩૪માં શ્રી અજિતનાથ જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. સં. ૧૯૩૬માં તેમના પુત્ર ઠાકરશીએ તેની પ્રતિષ્ઠા કરાવી. સુથરીની ધર્મશાળામાં પણ એમનો હિસ્સો હતો. મોટી ઉનડોઠમાં સંઘે શ્રી ધર્મનાથ જિનાલય બંધાવીને સં. ૧૯૩૮ ના વૈશાખ સુદિ ૧૧ના શુક્રવારે વિવેકસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરાવી. (પ્રતિષ્ઠાના વર્ણન માટે જુઓ સ્વરૂપસાગર કૃત ‘ધર્મનાથ સ્તવન”.) સં. ૧૯૪૦ના વૈશાખ સુદિ ૩ના સોમવારે નલીઆના ત્રીકમજી આસારીઆ ખોનાના વંશજોએ શત્રુંજયમાં કેશવજી નાયકની ટૂકમાં પુંડરીક જિનાલય બંધાવ્યું. તેની શિલા--પ્રશસ્તિમાં શ્રેષ્ઠીનું વંશવૃક્ષ છે. (ડો. બુલરે “એપિઝાફિયા ઇન્ડિકા' પુસ્તક ૨ માં એનો સાર આપ્યો છે. મુનિ ખેતશીએ પ્રતિષ્ઠા કરાવી. જુઓ--એ. લેખસંગ્રહ, નં. ૩૮ી.) સં. ૧૯૪૮ના માગશર સુદિ ૧૧ના શુક્રવારે દંડ દામજી નરશી કેશવજીએ પાલીતાણામાં વિવેકસાગરસૂરિ અને ભાગ્યસાગરજીના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ---એ. લેખસંગ્રહ નં. ૩૮૨.) એ જ દિવસે તેરાના દંડ રતનશી પેથરાજની વિધવા રતનબાઈએ તેમ જ મંજલના લોડાયા ટોકરશી જેવતની વિધવા સોનાબાઈએ ગચ્છનાયકના ઉપદેશથી જિનબિંબો ભરાવ્યાં, ભાગ્યસાગરજીએ પ્રતિષ્ઠા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy