SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ | જૈન પ્રતિભાદર્શન સં. ૧૯૪૮ના માગશર માસમાં સાએરાના ભીમજી શામજીએ કેશરીઆજીનો સંઘ કાઢ્યો તથા ત્યાં ધર્મશાળા બંધાવી. સંઘમાં ગચ્છનાયક ઉપસ્થિત રહેલા. સંઘપતિએ સાએરાનાં જિનાલયમાં પણ ઘણી દ્રવ્ય સહાય કરેલી. આરીખાણાના ટોકરશી શામજી જીવરાજે તથા જખૌના કરમશી પાંચારીઆએ પણ કેશરીઆજીના સંઘો કાઢ્યા. નવીનારમાં સં. ૧૯૩૨માં તેજશી નથુ ભૂજવાલાએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૩૭ માં વીઢી-મોડકુબાવાડીમાં સંઘે અને મોટા રતડીઆમાં રતનશી રણશીએ અનુક્રમે શ્રી સુમતિનાથ અને શ્રી વાસુપૂજ્ય જિનાલયો બંધાવ્યાં. સુજાપુરમાં વર્ધમાન ગોવિંદજીએ સં. ૧૯૩૮માં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૪૦માં નાના રતડીઆમાં સંઘે શ્રી સંભવનાથ જિનાલય, સં. ૧૯૩૮માં મંજલ રેલડીઆમાં શ્રી આદિનાથ જિનાલય તથા એ જ વર્ષે ભૂવડમાં શ્રી અનંતનાથ જિનાલય બંધાવ્યાં. ફરાદીમાં સં. ૧૯૪૨માં તથા દુર્ગાપુર-નવાવાસમાં સં. ૧૯૪૪માં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયો બંધાવ્યાં. આરીખાણામાં ટોકરશી શામજી જીવરાજે સં. ૧૯૪૫માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય, તુંબડીમાં સંઘે સં. ૧૯૪૬માં શ્રી નેમિનાથ જિનાલય તથા ગુંદીઆળીમાં હીરજી ઘેલા ડોલાણીએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૪૮માં આ પ્રમાણે જિનાલયો બંધાયાં. ૨૮. છેલ્લા શ્રીપૂજ આ.શ્રી જિનેન્દ્રસાગરસૂરિ મ.સા. પૂજ્યશ્રીના સમયમાં વાંકીમાં શ્રી પાર્શ્વપ્રભુનું, દેસલપુરમાં શ્રી શાંતિનાથનું, વીથોણમાં શ્રી આદિનાથનું, મેરાઉમાં શ્રી વાસુપૂજ્યનું રાપર ગઢવાળીમાં શ્રી ગોડીજીનું ભવાનજી ચાંપશીની માતા વાલબાઈએ ગોડીજીનાં જિનાલયનો ખર્ચ આપ્યો તથા ગંગાબાઈ ટોકરશી માણેકે પ્રતિષ્ઠાકાર્યો કર્યા. શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા ઉક્ત ઘણાં જિનાલયોના જીર્ણોદ્ધાર થયા. સુરતના અંચલગચ્છીય શ્રાવકોએ સં. ૧૯૩૯ના માઘ સુદિ પના સોમવારે પ્રતિષ્ઠા કરાવી. દશા શ્રીમાળી હીરાચંદ મોતીચંદે (ભાર્યા જેકોર) તથા ઓશવાળ શ્રાવકો ખીમચંદ કપૂરચંદ, જીવણચંદ કેશરીચંદ (ભાર્યા નંદકુંવર) વગેરેએ જિનબિંબો ભરાવ્યાં. એ વખતે અંચલગચ્છીય શ્રમણનો વિહાર એ તરફ ન હોઈને વિજયગુણરત્નસૂરિ શિ. પં. નવલવિજયે પ્રતિષ્ઠા કરાવી. (જુઓ ગોપીપુરાનાં શ્રી સંભવનાથ જિનાલયના ગોખલાના લેખો.) ૨૯ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા. (પૂજ્યશ્રીનો વિ. સં. ૧૯૨૦માં જન્મ. વિ. સં. ૧૯૪૦માં દીક્ષા તથા વિ. સં. ૧૯૪૬માં ક્રિયોદ્ધાર કર્યો. પૂજ્યશ્રીના શાસનકાળમાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy