SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૮૫ ( પંડિત હીરાલાલ હંસરાજ લાલન જામનગરમાં થયેલા વર્ધમાનશાહના વંશજ, વિશા ઓશવાળ લાલન ગોત્રીય પંડિત લાલન સારા પંડિત થઈ ગયા. એમના દાદા પં. શામજી (ભાર્યા વીરબાઈ) પ્રજ્ઞાચક્ષુ હતા. પિતા હંસરાજભાઈ કર્મગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવ્યો. એમના પુત્ર હીરાલાલ પણ એવા જ પંડિત અને શોધક હતા. હીરાલાલે અનેક ગ્રંથો લખ્યા છે. તેમ જ અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. અને અનેક ગ્રંથોનું તેમણે ભાષાંતર કર્યું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ અત્યંત પ્રશંસનીય હતી. સંશોધનક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. સં. ૧૯૬૬૧માં જૈન જે. કોન્ફરેન્સે એમને જેસલમેરના ભંડારનું સૂચિપત્ર કરવા મોકલેલા. તેમણે લગભગ ૨૨૦૦ ગ્રંથોનું વિગતવાર લિસ્ટ તૈયાર કરેલું, જેમાં તાડપત્રીય અને કાગળો પર લખાયેલી એક બે પાનાવાળી પ્રતોની પણ નોંધ કરેલી. એમની એ નોંધનો એ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથ “જૈન ગ્રંથાવલી' (સને ૧૯૦૯) માં વિશેષ ઉપયોગ થયો છે. પં. લાલન જેસલમેર ગયેલા એ વખતે જ મુંબઈ સરકારે પ્રો. શ્રીધર ભાંડારકરને એવા જ કાર્ય માટે ત્યાં મોકલેલા. પ્રો. ભાંડારકરનો એ સંબંધી રિપોર્ટ પ્રકાશિત થયેલ છે. એ રિપોર્ટમાં પ્રો. ભાંડારકરે પણ પં. લાલનની નોંધોનો જ આધાર લીધેલો. પં. લાલને સંપાદિત કરેલી કે ભાષાંતર કરેલી કૃતિઓની સંખ્યા સેંકડોની છે. “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” બે ભાગમાં, “જૈન ગોત્ર સંગ્રહ’, ‘વિજયાનંદાલ્યુદય કાવ્ય” વગેરે એમની કૃતિઓ ઉપરાંત એમણે લખેલી પ્રસ્તાવનાઓ પણ ખૂબ જ માહિતીપૂર્ણ છે. પૂ. આ. ગૌતમસાગરસૂરિજીએ એમની પાસેથી ઘણા અપ્રગટ ગ્રન્થો છપાવીને પ્રકાશિત કરાવેલ છે. પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન વિશા ઓશવાળ, લાલનવંશીય કપૂરચંદ જેરામની પત્ની લાધીબાઈની કૂખે તા. ૧-૪-૧૮૫૭માં માંડવીમાં જન્મ. મૂળ જામનગરનાં પત્ની મોંઘીબાઈ પુત્રી ઊજમ. પંડિતજીએ મુંબઈમાં ધર્મશિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી. ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો. વીરચંદ રાઘવજી ગાંધી પણ આત્મારામજીના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયેલા અને જૈન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર કરેલો. લાલને અમેરિકામાં સાડા ચાર વર્ષ રહી જૈનધર્મ વિષે સુંદર પ્રવચનો આપ્યાં, મહાવીર બ્રધરહૂડ-- “વિશ્વમૈત્રી' નામે સંસ્થા સ્થાપી, જેના પ્રમુખ હરબર્ટ વૉરન, ઉપપ્રમુખ જે. એલ. જૈની, મંત્રી એલેકઝાન્ડર ગોરડન હતા. સં. ૧૯૫૭માં લાલન ભારત આવ્યા. સં. ૧૯૯૨માં પુનઃ વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઇગ્લાંડ ગયા. ત્યાં સાતેક માસ રહી જૈનધર્મનો પ્રચાર કર્યો. એમના પછી જૈનધર્મનું અસરકારક પ્રતિનિધિત્વ કોઈએ કર્યું નથી. તેઓ અનેક ભાષાના જાણકાર અને તત્ત્વચિંતક હતા. વક્તા તરીકે તેમણે દેશ-પરદેશમાં નામના કાઢી હતી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વગેરે સંસ્થાઓનાં વ્યાસપીઠ પરથી એમણે યાદગાર પ્રવચનો આપ્યાં હતાં. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે જૈનધર્મ વિષયક અનેક ગ્રંથો રચ્યા. શ્રમણ નારદ નામની પાલી ભાષીય બોધપ્રદ આખ્યાયિકાનું ભાષાંતર કર્યું. શુભચંદ્રસૂરિ કૃત યોગ પ્રદીપના સારભૂત શુદ્ધોપયોગ સહજ સમાધિ નામક ગ્રંથ ઉપરાંત દિવ્યજયોતિ દર્શન, જૈનધર્મ પ્રવેશપોથી ૩ ૭ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy