SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન ભાગમાં માનવ ગીતા, સમાધિ શતક, જયશેખરસૂરિ કૃત આત્માવબોધ કુલકનું ભાષાંતર ઈત્યાદિ ૨૬ ગ્રંથો ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યા. એમર્સનના વિચારોને અનુસરતું એમનું પુસ્તક “ગોસ્પેલ ઓફ મેન ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એમના સમાધિશતક ગ્રંથનું એમના દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા હરબર્ટ વૉરને સં. ૧૯૭૦માં અગ્રેજીમાં ભાષાંતર કર્યું. પાતંજલ અને જૈનયોગનો સમન્વય એ તેમના ચિત્તનનો મુખ્ય વિષય હતો. તેઓ વર્ષમાં ૧૮OO સામાયિક કરતા અને તેથી વધુ કરાવતા. સામાયિક વિષયક એમનો ગ્રંથ ભારે આદર પામ્યો છે. પ્રગતિશીલ વર્ગે લાલનની પ્રવૃત્તિને આવકારી અને તેમનું બહુમાન કર્યું. ૯૬ વર્ષની વયે તા. ૭-૧૨૧૯૫૩માં તેઓ જામનગરમાં મૃત્યુ પામ્યા. રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલ લાયજાના સોજપાલ કાયાની પત્ની ખેડબાઈએ સં. ૧૯૩૭માં રવજી, સં. ૧૯૩૯માં પાલણ અને સં. ૧૯૪૧માં મેઘજીને જન્મ આપ્યો. ત્રણે ભાઈઓએ મુંબઈમાં કોન્ટેક્ટર તરીકે નામના કાઢી. તેજુ કાયાની કંપનીમાં સં. ૧૯૮પમાં પિતાના તથા રવજી સોજપાલના નામથી પેઢીઓ કાઢી. રવજીભાઈની અનેકવિધ સેવાઓની કદરરૂપે સરકારે તેમને રાવસાહેબનો ઇલ્કાબ એનાયત કરેલો. તા. ૨૯-૮-૧૯૩૬ માં એમની જ્ઞાતિએ એમને માનપત્ર આપ્યું. સં. ૧૯૮૬માં જૈ. જે. કોન્ફરન્સનું ૧૩મું અધિવેશન જુનેરમાં એમની અધ્યક્ષતામાં મળ્યું. સં. ૨00૫ના મહા સુદિ પના ગુરુવારે રવજીભાઈએ તેમનાં પત્ની કુંકબાઈના શ્રેયાર્થે માટુંગામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. એમનું પ્રથમ લગ્ન હંસાબાઈ સાથે થયેલું. વૃદ્ધ-વડીલો માટે મીઠી વીરડી સમાન શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમ મેઘજીભાઈની સેવાઓ પણ ઘણી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ; આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ, મેરાઉ; જૈન એજ્યુકેશન બોર્ડ, વર્ધમાન જૈન બોર્ડિંગ, કટારીઆ; જીવદયા મંડળી મુંબઈ, લાલવાડી જિનાલય, આયંબિલશાળા અને સેવામંડળ દવાખાના વગેરેમાં એમણે આપેલી સેવાઓ અને આર્થિક સહાય પ્રેરણાદાયક છે. જ્ઞાતિના પ્રમુખપદે રહી તેમણે સુંદર નેતૃત્વ આપ્યું. સં. ૧૯૯૦માં ચાંદવડ (નાસિક)માં તેમણે શ્રી મેઘ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવી આપ્યું. સં. ૧૯૮૧માં બનેવી કુરપાળ પુનશીના સહકારથી લાયજામાં પિતાના નામથી દવાખાનું, પત્ની હિમાબાઈના નામથી ચેરીટી ટ્રસ્ટ સ્થાપ્યાં. સં. ૨૦OOમાં મેઘજીભાઈના પ્રમુખપદે કોન્ફરન્સનું ૧૬મું અધિવેશન મુંબઈમાં મળ્યું. સં. ૨૦૦૪માં કચ્છ-માંડવીમાં નિરાધાર, વૃદ્ધ તથા અશક્ત લોક માટે આશ્રમ સ્થાપી સારું ભડોળ એકઠું કરી આપ્યું, તથા ત્યાં જિનાલય બંધાવ્યું. (હાલ આશ્રમ સાથે એમનું શુભ નામ જોડવામાં આવ્યું છે.) મેઘજીભાઈએ પ૩ વર્ષે નિવૃત્ત જીવન ગાળી સામાજિક, શૈક્ષણિક તેમ જ ધાર્મિક ક્ષેત્રે સવિશેષ સેવાઓ બજાવી. એમણે આપેલ ગુપ્ત દાનનો આંકડો રૂપિયા દશ લાખ ઉપર થાય છે! તા. ૧૪-૧૧૧૯૬૪ના દિને ૭૯ વર્ષની વયે તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy