SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [૬૮૭ કચ્છમાં ધર્મપ્રવૃત્તિ નલીઆમાં જાદવ પરબત, ભોજરાજ દેસર, અરજણ ધનરાજ, દેવજી નાથા, વશનજી લાલજી, નાગશી શોદે વગેરેએ દેવકુલિકાઓ બંધાવી. સંઘના ઉતારા માટે લાડણ ખીમજીએ લાડણપુરો બંધાવ્યો. મુક્તિસાગરસૂરિની દેરી હરજી ઉકરડાએ બંધાવી. દેવજી પુનશીની વિધવા બચીબાઈએ પાઠશાળાનું મકાન લાડણ ખીમજી ટ્રસ્ટને ભેટ આપ્યું, તથા આયંબિલ શાળા માટે જગ્યા આપી. શામજી ગંગાજરે પાંજરાપોળ બંધાવી. દામજી હીરજી ઉકરડાએ મહાજનવાડીની ચાલ બંધાવી. ભોજરાજ દેશર અને ખીમશી પશાયાએ જ્ઞાનશાળા બંધાવી. તદુપરાંત નરશી નાથા બાલાશ્રમ, કન્યાશાળા, ધર્મશાળા, વીરજી લધાભાઈ હાઈસ્કૂલ વગેરે સંસ્થાઓ સ્થપાઈ. સ. ૧૯૮૫ના માઘ સુદિ ૬ના શુક્રવારે વીરવસહીનો દંડ-મહોત્સવ તથા સં. ૧૯૯૭માં શતાબ્દી મહોત્સવ ઊજવાયો. રાધણપુરમાં થોભણ પત્રામલ તથા રતનશી દેવશીએ સં. ૧૯૪૯માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૫૦માં પરજાઉમાં નેરશી દામજી કાયાણી, વર્ધમાન જેતશી અને તેજપાળ વિરપાળે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય; પુનડીમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય, સાભરાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૯૦ના ફાગણ સુદિ ૩ના શુક્રવારે પુનડીમાં સં. ૨૦૦૭ના માઘ સુદિ ૧૦ના શુક્રવારે સાભરાઈમાં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠાઓ થઈ. નાગરેચામાં સં. ૧૯૫૦માં શ્રી શાંતિનાથ ગૃહચૈત્ય બંધાયું હતું, ત્યાં હાલ શિખરબંધ જિનપ્રાસાદ છે. સં. ૧૯૫૧માં વાંકુમાં ભારમલ રતનશી લોડાયા અને હીરજી જેઠાભાઈ સોનીએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં પહેલાં ગૃહચૈત્ય હતું. સં. ૧૯૫૨માં બાડામાં રઘુ નથુએ તથા નારાયણપુરમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, ગઢશીશામાં દેવરાજ ટોકરશીએ તથા પાંચ કોરશીએ શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. નાનચંદ ગોવિંદજીએ મુન્દ્રામાં સં. ૧૯૫૫માં શ્રી પાર્શ્વપ્રભુ જિનાલય તથા રાયણમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૮માં ગોધરામાં સંઘે શ્રી આદિનાથ જિનાલય, લઠેડીમાં શ્રી શાંતિનાથ જિનાલય, નાંગલપુરમાં શામજી પદમશી માંડવીવાલાએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૯માં કોટડા તથા ભોજાભાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયો બંધાવ્યાં. સં. ૧૯૬૦માં લુણીમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય, શેરડીમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાં. લુણીના જિનાલયનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. શેરડીમાં સં. ૨૦૦૬ના માઘ સુદિ ૬ના શુક્રવારે ઉત્સવપૂર્વક જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. સ. ૧૯૬૦માં વરાડીઆમાં દેવજી મુરજીની મુખ્ય સહાયથી શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાયું, જેમાં સં. ૧૯૮૦માં નાંગશી સોજપરાની પુત્રી ગંગાબાઈએ મીનાકારી કામ કરાવ્યું. અહીં નારાણજી શામજીએ પણ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સં. ૧૯૬૨માં કુંવરજી શામજીએ રાણપુરમાં શ્રી વીર જિનાલય, મોટી વરંડીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૬૩માં તલવાણામાં સંઘે શ્રી સુમતિનાથ જિનાલય તથા ચુનડી અને મકડામાં જિનાલયો બંધાવ્યાં. ચાંગડાઈમાં સં. ૧૯૬૫માં તથા ત્રગડીમાં શ્રી આદિનાથ જિનાલયો બંધાયાં. ચાંગડાઈમાં શ્રાવણ સુદિ પના રવિવારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા થયેલી પરંતુ ધ્વજારોપણ પ્રસંગે માણસો પડી જવાથી આશતાના થયેલી. આથી જિનાલયનું પાયાથી વિસર્જન કરી, નવું જિનાલય બંધાવી સંઘે તેની સં. 5 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy