________________
૬૮૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
છે .
૧૯૮૯ ના માઘ સુદિ ૧૩ના બુધવારે રવિચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.*
- સં. ૧૯૬૬માં સંઘે હાલાપુરમાં શ્રી શીતલનાથ જિનાલય, ખીંઅરાજ લધાએ લાલામાં, તથા સંઘે સં. ૧૯૬૭માં નરેડીમાં તેમજ રામાણીઆમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, સં. ૧૯૬૮માં દેઢીઆમાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં.
નાના આસંબીઆના દેરાજ યમલે સં. ૧૯૭૮માં બીદડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સંઘે સં. ૧૯૭૧માં વાંઢમાં શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૭૨માં ડોણમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૭૨માં છસરમાં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં.
સંઘે સં. ૧૯૭૮માં મોથારામાં તથા દેવપુરમાં, સં. ૧૯૭૯માં ભીંસરામાં શ્રી પાર્શ્વનાથ જિનાલયો બંધાવ્યાં. સં. ૧૯૭૯ના માઘ સુદિ ૧૧ના દિને લાયજામાં શ્રી વીર જિનાલયની આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. અહીં રાવસાહેબ રવજી સોજપાલે અનેક ધર્મકાર્યો કર્યાં.
ગોયરસમામાં ઠાકરશી હીરજી કારિત શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની સં. ૧૯૮૪ના વૈશાખ સુદિ ૭ના ગુરુવારે, એ વર્ષે સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદિ ૧૫ના શુક્રવારે તથા સં. ૧૯૮૫ના માઘ સુદિ ૧૩ના શુક્રવારે સંઘ કારિત શ્રી નેમિનાથ જિનાલયની ખાવામાં પ્રતિષ્ઠા થઈ. ગોવિંદજી લખમશીએ સં. ૧૯૮૮ના વૈશાખ સુદિ ૧૩ના બુધવારે રાપરગઢવાલીમાં શ્રી પાર્શ્વબિંબની પણ પ્રતિષ્ઠા કરાવી.
જખૌમાં કાયાણી કારિત શ્રી શામળીઆજી જિનાલયની સં. ૧૯૮૮ ના માઘ સુદિ ૧૦ના ગુરુવારે, સં. ૧૯૮૮ના વૈશાખ વદિ ૭ના ગુરુવારે વારાપરમાં વેલજી ડુંગશીએ શ્રી આદિનાથ પ્રભુની, એ જ વર્ષે વૈશાખ વદિ ૧૩ના ગુરુવારે સુથરીમાં સંઘે કલ્યાણસાગરસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
હમલા મંજલમાં પૂંજા રાધાના પ્રયાસથી સં. ૧૯૯૦ના વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે તથા સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૬ના સોમવારે સણોસરામાં શ્રી અજિતનાથ જિનાલયોની પ્રતિષ્ઠા થઈ. એ વર્ષે સાંતલપુરમાં પણ જિનાલય બંધાયું.
સં. ૧૯૯૩માં મૂલજી ઓભાયાએ કપઈઆમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૯૫માં લધા જીવણે બારોઈમાં શ્રી મુનિસુવ્રત જિનાલય, સં. ૧૯૯૭ના માઘ વદિ ૮ના સોમવારે બાંભડાઈમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. મોટી સીંઘોડીમાં સં. ૧૯૯૭માં શ્રી નેમિનાથ જિનાલય બંધાયું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. હાલારમાં ધર્મપ્રવૃત્તિ
મોટી ખાવડીમાં જખૌના વીરપાર પાસુની પુત્રી દેવલબાઈ નરશી ભાણજીએ જેઠાભાઈ ઠાકરશી ખોનાની પ્રેરણાથી સં. ૧૯૬૨ના શ્રાવણ સુદિ ૬ના બુધવારે ગૃહચૈત્યનું ઉત્થાપન કરી શ્રી ચંદ્રપ્રભુના શિખરબંધ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના જેઠ સુદિ ૨ના રવિવારે રૂપશી માણેક તથા હંશરાજ દેવજીના પ્રયાસોથી તેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો તથા જેઠ સુદિ ૧૦ના રવિવારે
* ચાંગડાઈ ગામ સંપૂર્ણ ખાલી થઈ જવાથી પ્રભુજીને મુંબઈ-ઘાટકોપર (અનંતછાયા)માં બિરાજમાન કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org