SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૮૯ શ્રી પાર્શ્વગૃહચૈત્યની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની દેરી સં. ૧૯૯૧ના આસો સુદિ ૧૫ના સોમવારે જખૌના વેજાઈ પુનશી આસપારે ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી કરાવી. પાસે વિશાળ ઉપાશ્રય છે. સાંએરાના માણેકજી ચાંપશી ખોનાએ સં. ૧૯૪૯ના શ્રાવણ સુદિ ૧૫ના દિને રંગપુરમાં ઉપાશ્રય બંધાવ્યો. ભરૂડીઆમાં પણ ઉપાશ્રય બંધાયો. મોડપુરના જિનાલય-ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૯૦માં આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી થયો, તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ. દલતુંગીમાં પટેલ ડાહ્યાભાઈ ખેરાજના પુત્રો અને પુત્રી જમનાબાઈની મુખ્ય સહાયથી શ્રી અજિતનાથ જિનાલય બંધાયું. સં. ૧૯૬૦ના વૈશાખ સુદિ પના બુધવારે સંઘે તેની કપૂરસાગરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી અહીં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ. નવાગામમાં આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી સાંએરાના બંધુ મેગજી તથા દેવજી ખેતશીની મુખ્ય સહાયથી શ્રી ચંદ્રપ્રભુ જિનાલય તથા ઉપાશ્રય બંધાયાં. સં. ૧૯૭૬ના વૈશાખ સુદ ૭ના રવિવારે તેની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત કરવામાં આવી. હજી પણ અહીં અંચલગચ્છનાં ઘણાં ઘરો છે. નાની ખાવડીમાં દામજી કચરાણી નાગડા, પત્ની ગંગાબાઈ તથા પુત્ર પુનશીના સ્મરણાર્થે તેની પત્ની મૂરબાઈએ સં. ૧૯૯૩ના વૈશાખ સુદ ૩ના ગુરુવારે ઉપાશ્રય બંધાવ્યો. રતનશી દેવાણીની પુત્રી મીઠાબાઈએ તે માટે જમીન ભેટ આપી. હાલ ત્યાં સુંદર ગૃહચૈત્ય છે. જામનગરના સોભાગચંદ કપૂરચંદે પાલીતાણામાં ધર્મશાળા તથા જામનગર કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી, અનેક ગ્રંથો છપાવ્યા. વોરા અજરામલ હરજીએ સં. ૧૯૪૫માં હરજી બાગ, હરજી જૈનશાળા, પુસ્તકાલય, સં. ૧૯૫૨માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. તેમના વંશજ ટોકરશી દેવશીએ તથા સોભાગચંદ કપૂરચંદે વર્ધમાન અને રાયશી શાહે બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વોરા તારાચંદ દેવશીએ સં. ૧૯૭૭ના માગશર સુદ ૬ના બુધવારે અજરામલના વંડામાં જિનાલયમાં કલ્યાણદેરી બંધાઈ. જામનગરમાં સંઘાગ્રણી સાકરચંદ નારણજીની ઘણી સેવાઓ છે. સિદ્ધક્ષેત્રમાં ધર્મપ્રવૃત્તિ નલીઆના વિસરીઆ મોતા સામત ભાર્યા ભીમલબાઈ, પુત્ર પુનશી ભાર્યા જીવાબાઈ પુત્ર દેવજીએ સં. ૧૯૫૦ના પોષ સુદિ પના શુક્રવારે ગિરિરાજ ઉપ૨ શ્રી ધર્મનાથ જિનાલય બંધાવી જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી, તથા ગામમાં ધર્મશાળા બંધાવી. તેમનાં પત્ની બચીબાઈએ નલીઆમાં અનેક ધર્મકાર્યો કર્યાં. નરશી કેશવજી નાયકના પુત્રો નરશી, મૂલજી તથા જીવરાજે ગુમાસ્તા વલ્લભજી વસ્તાના નામથી વિશાળ કુંડ બંધાવ્યો. સં. ૧૯૫૮ના કાર્તિક સુદિ ૧ના મંગળવારે યતિ હેમચંદ્રે તેની વિધિ કરી. વીરબાઈ પાઠશાળા વિષે આગળ નોંધી ગયા છીએ. તેનું ખાતમુહૂર્ત સં. ૧૯૫૪ના ચૈત્ર વદિ ૧ના ગુરુવારે તથા ઉદ્ઘાટન સં. ૧૯૫૬ના કાર્તિક વદિ ૬ના ગુરુવારે માનસિંહે કર્યું. સર વશનજી તથા હીરજી ઘેલાભાઈની આમાં ઘણી સેવાઓ છે. અહીંના ગ્રંથભંડારની ઘણી ખ્યાતિ હતી. ઠાકોર માનસિંહના આશ્રયથી મંજલના નથુ રતનશી તથા જખૌના ટોકરશી કાનજીએ વશનજી જેઠા હસ્તક ગૌશાળા બંધાવી. સં. ૧૯૬૦માં તેની શુભ શરૂઆત કરી. ગોધરાના દેવજી ધનજીએ તેમાં મકાન બંધાવી આપ્યું. આજે આ સંસ્થા ફૂલીફાલી છે. મોટા આસંબીઆના કોરશી વીજપાલે કેશવજી નાયકની ધર્મશાળામાં વ્યાખ્યાનમંદિર બંધાવ્યું, કેશવજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy