SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન નાયકની ટૂકમાં સં. ૧૯૮૬માં પોતાનાં માતા હીરબાઈ, પિતા વીજપાલ નેણશી, પત્ની રતનબાઈ અને પુત્રી પાનબાઈના શ્રેયાર્થે ચાર દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ગ્રંથ-પ્રકાશનના કાર્યમાં ઘણી મદદ કરી, રંગુનમાં પણ ધર્મપ્રવૃત્તિ વિસ્તારવા દ્રવ્યસહાય કરી. નવાવાસના આસુ વાઘજીએ સં. ૧૯૪૦માં રંગુનમાં સૌ પ્રથમ ચોખાનો વ્યાપાર જમાવ્યો. એ પછી અનેક કચ્છીઓ ત્યાં વસ્યા. જૈનોની વસ્તી વધતાં સં. ૧૯૫૬માં ત્યાં ગૃહચૈત્ય બંધાવ્યું. સં. ૧૯૬૨માં ખીંમશી હેમરાજ કોડાયથી શ્રી વીપ્રભુની પ્રતિમા લાવી મૂલનાયક તરીકે પધરાવી. સં. ૧૯૭૦ના વૈશાખ વદિ પના દિને સંઘે વિશાળ જિનાલય, પાઠશાળા, સ્નાનાગાર બંધાવ્યાં. કચ્છી શ્રાવકોએ સૌ પ્રથમ બ્રહ્મદેશમાં જૈનધર્મની પતાકા લહેરાવી, જેનું આફ્રિકા, સિલોન વગેરેના શ્રાવકોએ અનુસરણ કર્યું. તેમણે મોટા આસંબીઆમાં પુત્ર રવજીના નામે મહાજનવાડી તથા ભદ્રસરમાં ધર્મશાળા બંધાવી, તેમજ ધર્મકાર્યોમાં લાખો રૂપીઆ ખરચ્યા. જામનગરના કપૂરચંદ ખેંગાર ભાર્યા વિરૂબાઈ પુત્ર સોભાગચંદે સં. ૧૯૫૭ના ફાગણ વદ ૪ના ધર્મશાળાનું ખાતમુહર્ત કરી શ્રાવણ સુદિ ૧૪ના બુધવારે તેનું વાસ્તુ કર્યું. સં. ૧૯૭૧માં મોટી ખાખરના પરબાઈ કોરશી કેશવજીએ ધર્મશાળા બંધાવી. તેમણે મુંબઈ પાલાગલીમાં કન્યાશાળા તથા સોનગઢ આશ્રમમાં ભોજનાલય બંધાવ્યાં. નરશી નાથાની ધર્મશાળામાં સં. ૧૯૫૩માં શ્રી ચંદ્મભુ જિનાલય બંધાયું હતું તેનો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૮ના માઘ સુદિ ૬ના શુક્રવારે થયો. તેમાં રૂ. ૧૦૬૩૩૮ નો ખર્ચ થયો, જેમાં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૫0000 નો ફાળો નોંધાવ્યો. સં. ૨૦૨૧ના કાર્તિક સુદિ ૧૩ના દિને ગોવિંદજી જેવત ખોનાએ માટુંગામાં અંજનશલાકા કરાવી, બાબુ ધનપતસિંહની ટૂક પાસે જિનાલય બંધાવ્યું. ગિરિરાજ ઉપર તેમણે સં. ૨૦૧પમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી તથા પીપરલામાં ઉપાશ્રય બંધાવ્યો. તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. બાબુ ધનપતસિંહની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ - (૧) વરાડીઆના ગેલા તથા દેવજી માણેક ડાઘાએ સં. ૧૯૭૫ વૈ. વદ ૧૧ના રવિવારે શ્રી શીતલનાથ દે. ન. ૨૯. (૨) ગેલા માણેકની વિધવા લીલબાઈએ આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી. (૩) તેરાના માલશી લાધાએ સં. ૧૯૬૬ મ. વ. ૩ના રવિવારે શ્રી સુમતિનાથ દે. નં. ૨૧. (૪) તેરાના ભીમશી ખીમજીએ સં. ૧૯૭૨ વૈ. સુ. ૩ના શુક્રવારે શ્રી પાર્શ્વનાથ દે. નં. ૩૦. (૫) વરાડીઆના પૂજા ખીંઅશી લોડાયાએ સં. ૧૯૭૫ વૈ. વ. ૧૨ના સોમવારે શ્રી ધર્મનાથ દે. નં. ૩૧ (૬) કોઠારાના રતનશી ઉકેડા ભાર્યા. ખેતબાઈએ સં. ૧૯૬૯ પો. વ. ૯ના બુધવારે શ્રી આદિનાથ દે. નં. ૩૩. (૭) સાએરાના ધારશી સં. ૧૯૭૧ કા. સુ. ૧૦ના બુધવારે શ્રી સંભવનાથ દે. નં. ૪૨. (૮) નલીઆના રતનશી રાઘવજી, નરપાર પાસુએ સં. ૧૯૭૩ મ. સુ. ૧૧ના શુક્રવારે શ્રી આદિનાથ દે. નં. ૪૩. (૯) પરજાઉના રતનશી આશારીઆએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ના શનિવારે શ્રી નેમિનાથ દે. નં. ૫૬. (૧૦) વરાડીઆના શિવજી કરમશી મોમાયાના પુત્રોએ સં. ૧૯૬૧ . વ. ૩ના બુધવારે શ્રી આદિનાથ દે. નં. ૫૭. (૧૧) વારાપધરના જીવરાજ ભારમલ દેવશીએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ના શનિવારે શ્રી નેમિનાથ દે. નં. ૫૮. (૧૨) મંજલ રેલડીઆના ખીમજી હંસરાજે સં. ૧૯૫૬ પો. વ. ૮ના બુધવારે શ્રી પાર્શ્વનાથ દે. નં. ૬૨. (૧૩) વારાપધરનાં માનબાઈ માલશી દેવશીએ સં. ૧૯૬૧ પો. સુ. ૧૨ના બુધવારે શ્રી અરનાથ ટે. નં. ૬૪. (૧૪) કોઠારાના લખમશી લાલજી વરસંગે સં. ૧૯૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy