________________
૬૭૮ ]
L[ જૈન પ્રતિભાદર્શન
સં. ૧૯૨૧ના માઘ સુદિ ૭ના ગુરુવારે એક ઘટી ચોવીશ પળે સાતેક હજાર જિનબિંબોને ગચ્છનાયક રત્નસાગરસૂરિએ સોનાની અમીએ અંજન કરી પ્રાણ-પ્રતિષ્ઠા કરી. માઘ સુદિ ૧૩ને બુધવારે શત્રુંજયગિરિ ઉપર નરશી કેશવજીના નામથી બંધાવેલી ટ્રકમાં શ્રી અભિનંદનસ્વામી આદિ પ્રતિમાઓને ધામધુમથી બિરાજિત કરવામાં આવ્યાં તથા ધર્મશાળામાં વાવેલ મંદિરમાં માનન, ચંદ્રનન, વર્ધમાન અને વારિષણ એ ચાર શાશ્વતા જિનેશ્વરોનાં ચતુર્મુખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. અન્ય શ્રેષ્ઠીવર્યોએ પણ એ પ્રસંગે પ્રતિષ્ઠાદિ કાર્યો કરી લક્ષ્મીને કૃતાર્થ કરી. સં. ૧૯૨૮માં ગિરિ ઉપર વાઘણ પોળની પાસે શ્રી અનંતનાથ ટૂક બંધાવી પ્રતિષ્ઠા કરાવી. આ કેશવજી નાયકની ટૂક તરીકે ઓળખાય છે. - કેશવજી શેઠે અંજનશલાકામાં સર્વ મળી પંદર લાખ રૂપીઆનું ખર્ચ કર્યું. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા તેમણે આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણ ખાતામાં ભરી સૌને દંગ કરી દીધા. કમનસીબે તે વખતે મરકી ફાટી નીકળતાં અનેક લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનાને લોકો હજી કેર” તરીકે યાદ કરે છે. વદિ ૧ના દિને કેશવજી શેઠને સંઘપતિની માળા પહેરાવી તિલક કરવામાં આવ્યું. આ પ્રસંગે કવિ રત્નપરીક્ષકે “અંજનશલાકા સ્તવનમાં જણાવ્યું છે કે હઠીસંગ કેશરીસંગ અને મોતીશાએ પણ આવાં કાર્યો કરી મહા પુણ્ય ઉપાર્જન કર્યું પરંતુ તેઓ કેશવજીશેઠની જેમ સ્વહસ્તે એ લહાવો લેવા ભાગ્યશાળી ન થઈ શકયા ! - શત્રુંજયગિરિ ઉપરની બને તૂકોના નિભાવાર્થ કેશવજીશેઠે પૂનામાં વિશાળ ધર્મશાળા પણ બંધાવી આપી. આ મહાપુરુષનાં એ યાદગાર કાર્યો સૌને રોમાંચિત કરી દે એવાં ગૌરવાન્વિત છે.
પાલીતાણાનો વહીવટ દામજી મેઘજીને સોપી, સંઘ સહિત કેશવજીશેઠ ગિરનારજીની યાત્રાએ પધાર્યા અને ભાવપૂર્વક જિનભક્તિ કરી. અહીંનાં મંદિરો ખુલ્લાં હોઈને કોટ બંધાવવાની આવશ્યકતા હતી. આ કાર્ય તેમણે રૂા. ૪૫૦OO=00ના ખર્ચે પૂરું કરાવી આપ્યું. (જુઓ વસ્તુપાલ-તેજપાલની ટૂકના વંડાના દ્વારા પાસેનો શિલાલેખ.) સં. ૧૯૨૯ થી ૩૨ સુધીમાં એમણે ત્યાં જીર્ણોદ્ધાર કાર્યો કર્યા. માનસંધ ભોજરાજ ટૂંકમાં સૂરજકુંડનો તેમણે ઉદ્ધાર કરાવ્યો તેમ જ શ્રી નેમિનાથજીના કોટના દરવાજા પર માળ બંધાવી આપ્યો.
સં. ૧૯૩૧ના માઘ સુદિ ૧૦ના સોમવારે કેશવજીશેઠે, સમેતશિખરમાં શ્રી કુંથુનાથ અને શ્રી ધર્મનાથ પ્રભુની દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવી વિજયગચ્છના ભટ્ટારક જિનશાંતિસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. તેમણે કેશરીઆજીનો તીર્થસંઘ પણ કાઢ્યો. વાલકેશ્વરમાં પોતાના બંગલા પાસે જિનાલય બંધાવ્યું, જે હજી મોજૂદ છે. ભાવનગરમાં ગોડીજીનાં મંદિરમાં ગૌતમ ગણધરનું મંદિર બંધાવ્યું. હાલારના મોટી-ખાવડી ગામમાં વિશાળ જમીન મેળવી સં. ૧૯૩૨માં ગૃહચૈત્ય તેમ જ ઉપાશ્રય બંધાવ્યાં અને સં. ૧૯૩૪માં શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયને જામ વિભાજી તરફથી મદદ મળતી હતી. આકોલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. કચ્છમાં મહારાવ પાસેથી જશાપુર ગામ ખરીદી ત્યાં જ્ઞાતિજનોને વસાવવા રહેઠાણ બાંધ્યા તથા સં. ૧૯૩૨માં શ્રી આદિનાથ જિનાલય પણ બંધાવ્યું. આ જિનાલયનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી થયેલ છે. મુંબઈમાં બરાખવાળો માળો ખરીદી તેમાં પોતાના ભાગીદારોને વસાવ્યા. સાહિત્ય પ્રત્યે પણ એમને ઘણો પ્રેમ હતો. ભીમશી માણેકે જૈનશ્રુતને મુદ્રિત કરવા જે ભગીરથ પુરુષાર્થ કર્યો તેમાં કેશવજીશેઠે ઉદાર રીતે આર્થિક પોષણ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org