SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૬૭૭ મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને બિરાજિત કરાવ્યાં. આ પ્રસંગે મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો. કોઠારાની પ્રતિષ્ઠા વખતે કેશવજી શેઠ સંઘ સાથે પાલીતાણાની યાત્રા કરીને કચ્છ ગયેલા તે વખતે ગિરિરાજ ઉપર બન્ને ટૂકોની તથા ગામમાં કોટ બહાર ધર્મશાળાની જગ્યા નક્કી કરી ખાતમુહૂર્ત કર્યું અને સારા કારીગરો રોકીને બાંધકામ પણ શરૂ કરાવી દીધું. હજારો જિનબિંબો તૈયાર કરાવ્યાં. હરભમ નરશી નાથા, જીવરાજ, રતનશી, હીરજી ભીમશી, શિવજી નેણશી, ઘેલાભાઈ પદમશી, ત્રીકમજી વેલજી માલુ, ભારમલ પરબત, માડણ તેજશી વગેરેએ પણ જિનબિંબો તૈયાર કરાવ્યાં. જૈન સમાજના અન્ય અગ્રેસરોએ પણ આ કાર્યમાં ભાગ લીધો અને કુલ્લે સાતેક હજાર જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરાવી કેશવજીશેઠે સં. ૧૯૨૧ના માઘ સુદિ ૭ના ગુરુવારે શુભ મુહૂર્ત નક્કી કર્યું. વાચક વિનયસાગર અને એમના શિષ્ય દેવચંદ્રના માર્ગદર્શન હેઠળ ઘેલાભાઈ પદમશીએ અંજનશલાકા માટે સામગ્રી તૈયાર કરી. સં. ૧૯૨૧ના માગશર સુદિ ૧ના બુધવારે દેશ-દેશાવરમાં નિમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. પોષી પૂનમે સંઘની તૈયારીઓ શરુ થઈ. પોષ વદિ પના મંગળવારે સંઘે જલમાર્ગે પ્રયાણ કર્યું ત્યારે સંઘને વળાવવા મોટો વરઘોડો નીકળ્યો હતો જેમાં જૈનો, જૈનેતરો ઉપરાંત પારસીઓ અને અંગ્રેજો પણ ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘપતિ ખીમચંદ મોતીચંદે કેશવજી શેઠને તિલક કરી તેમનું બહુમાન કર્યું. ભાવનગરમાં પહોંચતાં મહારાજ જશવંતસિંહે સંઘનું સામૈયું કર્યું. ડેરા-તંબુ વગેરેની સોરઠ ઘેલા સૂરચંદે કરી. દક્ષિણ, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, સિંધ, મેવાડ, હાલાર, પૂર્વ સોરઠ, ગોલવાડ ઇત્યાદિ દેશમાં સંઘવીઓ એકત્રિત થયા. સંઘમાં એકાદ લાખનો સમુદાય થયો. ૭00 સાધુ-સાધ્વીઓ હતાં. પાલખીઓની સંખ્યા પણ ઘણી હતી. પાલીતાણામાં મહારાજ સૂરસિંહ ગોહેલે સંઘનો સત્કાર કર્યો. અંજનશલાકા માટે વિશાળ મંડપ રચી તેમાં સાતેક હજાર જિનબિંબો પધરાવવામાં આવ્યાં. પોષ વદિ ૧૦ના દિને ઠાઠમાઠથી જલજાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. ૧૧ના દિને દેવચંદ્રગણિએ કુંભસ્થાપના કરાવી. ૧૨ના દિને નંદાવર્ત પૂજન, નવગ્રહ સ્થાપના, દશ દિફપાલ અને અષ્ટમંગલ પૂજન તેમ જ બલિનો વિધિ થયાં. હમેશાં શ્રીફળ, મેવા વગેરેની પ્રભાવના થતી. ચોથે દિવસે ક્ષેત્રપાલ તથા શાસન રખેવાળ દેવદેવીઓને આમંત્રણ અપાયું તથા ચોસઠ ઇન્દ્રદર્શન, ભૂત બલિ-બાકુળા, સિદ્ધચક્ર પૂજન વગેરે થયાં. પાંચમે દિવસે શેઠના પુત્ર અને પુત્રવધૂ ઇન્દ્ર-ઇન્દ્રાણી થયાં. છટ્ટે દિવસે ચ્યવન કલ્યાણક, ચૌદ સ્વપ્ન-દર્શન વગેરે. સાતમે દિવસે જન્મ મહોત્સવ, છપ્પન દિકકમારિકાઓએ પ્રભને નવરાવ્યા. કેશવજ શેઠ ઐરાવત હાથી ઉપર ચામર ઢાળતા હતા. હરભમશેઠ અય્યત ઇન્દ્ર થયા. ઘેલાભાઈ વગેરે થયા. જન્મ વખતે સોના-રૂપાની વૃષ્ટિ થઈ. આઠમે દિવસે અષ્ટોત્તરી સ્નાત્રવિધિ, નવમે દિવસે પ્રભુ નિશાળે જાય તેનો વરઘોડો તથા દશમે દિવસે પ્રભુના વિવાહનો શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો. કેશવજી શેઠ જાનૈયા થઈ, વેવાઈ બનેલા ઘેલાભાઈના ઘેર વાજતે ગાજતે લઈ ગયા. માંકબાઈએ રામણ દીવડો લીધો. પદ્માબાઈએ પ્રભુને પોખ્યા. સોના-રૂપાનાં વાસણોની ચોરી બાંધીને પ્રભુને પરણાવ્યા. કાનજી લાલજી સાળા થયા. માંકબાઈના ભાઈને મોસાળ કર્યા. એ પછી પ્રભુનો રાજ્યાભિષેક થયો. અગિયારમે દિવસે દીક્ષા મહોત્સવનો વરઘોડો નીકળ્યો અને વરસીદાન અપાયું. બારમે દિવસે મોક્ષગમનનો મહોત્સવ ઊજવાયો. આમ માઘ સુદિ ૬ સુધી બાર દિવસનો અપૂર્વ મહોત્સવ ઊજવાયો. પાલીતાણાના રાજા તથા અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા. 93, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy