SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૬ ) [ જૈન પ્રતિભાદર્શન S શિખરબંધ જિનાલયની આવશ્યકતા સર્જાતાં અનંતનાથ જિનાલયની નરસી શેઠે સ્થાપના કરી. વિ. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદ ૯ ને દિવસે તેમણે સ્વહસ્તે મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરાવી. જ્ઞાતિએ ફાળો એકઠો કરીને આ જિનાલયમાં સાતેક હજાર ખરચેલા. શેઠના દત્તક પુત્ર હરભમ શેઠે જિનાલયનો ઘણો વિસ્તાર કર્યો. નરસી શેઠની ચિરસ્મૃતિ આ જિનાલયના પાયા સાથે જ જડાયેલી રહી છે. જ્ઞાતિએ એમની બહુમૂલ્ય સેવાઓના ઉપલક્ષમાં મૂલશિખર ઉપર ધ્વજારોપણ કરવાનું અપૂર્વ માન એમને વંશપરંપરાગત આપ્યું. આ ટ્રસ્ટનાં સુકૃત્યો સાથે ચરિત્રનાયકની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાએલી જોવા મળે છે. ઉક્ત જિનાલયની સ્થાપના થયા બાદ તેમણે પોતાના વતન નલિયામાં પણ શિખરબંધ જિનાલય નિર્માણ કરાવ્યું. વિ. સં. ૧૮૯૭ ના માઘ સુદ પના બુધવારે અંચલગચ્છાધિપતિ મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જિનાલયનો પ્રતિષ્ઠા-મહોત્સવ થયો. શેઠે મૂલનાયકપદે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નરસી શેઠના પુત્ર હીરજી શેઠે શ્રી વીપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. શેઠના દત્તક પુત્ર વીરજી શેઠે પણ એ પ્રસંગે શ્રી વીપ્રભુની દેવકુલિકા બંધાવી. હરભમ શેઠે તથા ભારમલ શેઠે પણ પાછળથી અહીં દર્શનીય જિનાલય બંધાવ્યાં. જિનાલયનો પરિવાર વધતાં આ તીર્થને “વીરવસહી' તરીકે ઓળખાવવામાં આવે છે. અબડાસાની પ્રસિદ્ધ પંચતીર્થીમાં આ તીર્થની ગણના થાય છે. અનુક્રમે ૮૦ જેટલા જિનાલયો બંધાવ્યાં. આ ઉપરાંત શેઠે નલિયા અને જખૌ વચ્ચે વિશ્રાંતિગૃહ તથા પરબવાળી વાવ બંધાવ્યાં, તેમ જ ત્યાં ભોજનનો પણ પ્રબંધ કર્યો. માંડવીમાં વંડો બંધાવ્યો. અંજારમાં પ્રાચીન જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. નલિયામાં ધર્મશાળા બંધાવી તથા અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું, જેના નિભાવ માટે છાદુરાનો ગરાસ મેળવ્યો. પાલીતાણામાં પ્રાચીન જૈન ઉપાશ્રયનો પણ તેમણે ઉદ્ધાર કરાવ્યો તથા ત્યાં ધર્મશાળા તથા શ્રી ચંદ્રપ્રભુજિનાલય, તેમ જ ગિરિરાજ ઉપર પણ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવવા સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત કૂતરાને રોટલો, પંખીને ચણ આદિ નાનાં-મોટાં અનેક કાર્યોમાં દ્રવ્ય વ્યય કરીને શેઠે લક્ષ્મીને સફળ કરી. શેઠે જીવનભર અનેક સામાજિક તેમ જ ધાર્મિક કાર્યો કર્યા. એમનાં અવશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવાનો યશ ઉક્ત મંત્રી-ત્રિપુટી ઉપરાંત એમના દત્તક પુત્રો વીરજી શેઠ તથા હરભમ શેઠ, તેમ જ તેમનાં પુત્રવધૂ પૂરબાઈ શેઠાણીને ફાળે જાય છે. જ્ઞાતિ શિરોમણિનો સાંસ્કૃતિક વારસો પૂરબાઈમાએ દીપાવ્યો. જ્ઞાતિ શિરોમણિ વિ. સં. ૧૮૯૯ના માગશરની અમાવાસ્યા તા. ૧૧-૧૨-૧૮૪૨ના ૬૯ વર્ષનું આયુષ્ય ભોગવી સદ્ગતિ પામ્યા. ૨૬, એકસાથે 9000 જિનબિંબોની અંજનશલાકા કરનારા પૂ. આ. ભ. શ્રી રત્નસાગરસૂરિ મ. સા. શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો સં. ૧૯૧૪માં પોતાના વતન કોઠારામાં તેમણે વેલજી માલુ અને શિવજી નેણશીના ભાગમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાનો પ્રારંભ કર્યો. આ કાર્યમાં તેમણે બે લાખ કોરીનો ખર્ચ કર્યો. સં. ૧૯૧૮ ના માઘ સુદિ ૧૩ના બુધવારે ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી જિનાલયની પ્રતિષ્ઠા થઈ. કેશવજીશેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy