________________
અભિવાદન ગ્રંથ ]
[ ૬૭૫
૧૯૨૦માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય સંઘે બંધાવ્યાં. બાએટનાં જિનાલયનો જીર્ણોદ્વાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો.
નૂતન જિનાલયો ઉપરાંત અન્ય જિનાલયોના જીર્ણોદ્ધારનાં કાર્યો પણ થયાં, જેની નોંધ આ પ્રમાણે છે. ધમડકામાં સં. ૧૫૨૨ના કાર્તિક વદિ પના ગુરુવારે જયકેશરીસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં. (જુઓ-અં. લેખસંગ્રહ, નં. ૧૩૧.) માંડવીમાં સં. ૧૮૦૫માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાયું, જેમાં ભુલાણી કુટુંબની ઘણી સેવાઓ છે. કુંદરોડીમાં સં. ૧૮૫૧ માં શ્રી પાર્શ્વનાથ તથા વિંઝણામાં સં. ૧૮૯૭ માં શ્રી શાંતિનાથ જિનાલયો સંઘે બંધાવ્યાં. કુંદરોડીમાં હાલ નૂતન જિનપ્રાસાદ થયો છે. આધોઈમાં સં. ૧૮૫૪માં શ્રી અજિતનાથ જિનાલય સંઘે બંધાવ્યું. વડાલામાં સં. ૧૬૦૫માં ગોરજી ગુણપતજીની પ્રેરણાથી શ્રી આદિનાથ જિનાલય બંધાયું. આ જિનાલયોના જીર્ણોદ્વાર ઉપરાંત ગામોગામ ઉપાશ્રયોનાં મંડાણ થયાં અને અગત્યનાં કેન્દ્રોમાં જ્ઞાનશાળાઓ પણ બંધાઈ.
જેમની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાયેલી જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરસી નાથા
કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતિના શિરોમણિ તરીકે લોકોનાં હૃદયમાં કાયમી સ્થાન પામેલા શેઠ નરસી નાથાનું જીવન-વૃત્ત એટલે જ્ઞાતિ-તર્પણનો વિશિષ્ટ અધ્યાય. તેઓ એ જ્ઞાતિની મૂર્તિમંત આકાંક્ષા બન્યા. એમનાં સુકૃત્યો જ્ઞાતિના ભવ્ય પુરુષાર્થ અને પ્રબળ ધર્મપ્રેમનાં પ્રતીક ગણાયાં. એમની સિદ્ધિઓ જ્ઞાતિના મહામૂલા વારસા તરીકે મૂલવાઈ. જ્ઞાતિ પોતાના સર્વાંગી વિકાસ માટે એમનું ઋણ સ્વીકારવામાં કૃતકૃત્ય થાય અને પોતાને ‘શેઠ નરસી નાથાની નાત' તરીકે ઓળખાવવામાં બહુમાન સમજે એમાં નવાઈ શું?
કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતીય, નાગડા ગોત્રીય, વીરાણી શાખીય નાથા ભારમલને ઘેર એમની પત્ની માંકબાઈની કૂખે નરસીશાનો જન્મ વિ. સં. ૧૮૪૦માં કચ્છ-નલિયા ગામમાં થયો. એ વખતે કચ્છમાં મહારાવ રાયધણજીનું રાજ્યશાસન હતું. જમાદાર ફતેહમહમ્મદનાં પરાક્રમોથી આખું કચ્છ પ્રભાવિત હતું. એ પછી બ્રિટિશ સત્તાનો કચ્છમાં અરુણોદય થયો.
શેઠ નરસી નાથાના વડદાદા પાલણના વીરો અને તોરેઓ નામના બે પુત્રો હતા. વીરોના ભારમલ અને એમના હરસી, નાથા અને તેજા એમ પુત્રો થયા.
જ્ઞાતિ-શિરોમણિના ઉત્કટ જ્ઞાતિ-પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ તેમણે યોજેલા જ્ઞાતિમેળાઓમાં જોવા મળે છે. આવો પહેલવહેલો મેળો વિ. સં. ૧૮૯૭માં નલિયાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે એકત્રિત થયો. બાવન ગામોમાં વસતા જ્ઞાતિબંધુઓ એ પ્રસંગે એકત્રિત થયા. વિ. સં. ૧૮૯૭માં તેમણે શ્રી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો. ત્યાંથી પાછા નલિયા આવીને એવો બીજો જ્ઞાતિમેળો પણ તેમણે યોજ્યો. જ્ઞાતિ મેળાના માધ્યમ દ્વારા શેઠે જ્ઞાતિની અસ્મિતા જગાડી. જ્ઞાતિના ઇતિહાસ માટે તે સુવર્ણ-યુગ હતો.
હવે આપણે શેઠની ધાર્મિક કારકિર્દીનો પરિચય મેળવીએ. મુંબઈમાં એ વખતે શિખરબંધ જિનાલય નહોતું. જ્ઞાતિબંધુઓની સંખ્યા વધતાં સારંગ શેઠે ત્યાં ગૃહચૈત્ય કરાવેલું પહેલાં તે જ્ઞાતિનો શેઠ કહેવાતો, પરંતુ નરસી શેઠના ઉદય પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નરસી શેઠે પણ ગૃહચૈત્ય નિર્માણ કરાવેલું, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org