SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ 7 | જૈન પ્રતિભાદર્શન ( ૨૫. પૂ. આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિ મ. સા. સં. ૧૯૦૫ના માઘ સુદિ ૫ ને દિને મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેમણે જખૌમાં શ્રી મહાવીર પ્રાસાદ કરાવ્યો. વિશાળ વંડાનાં નવ જિનાલયોનો ઝૂમખો જીવરાજશેઠના પિતાના નામથી “રત્નસૂક' કહેવાય છે. વીશ શિખરયુક્ત મૂલ જિનાલય ઘણું ભવ્ય છે. તેમાં પ્રતિમાઓનો પરિવાર પણ ઘણો છે. અબડાસાની પંચતીર્થીમાં રત્નકની ગણના થાય છે. આચાર્યના ઉપદેશથી તેમણે જખૌમાં ત્રણ લાખ કોરી ખરચીને જ્ઞાનભંડાર કરાવ્યો. તેની સામે ગૌતમ ગણધરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. કચ્છમાં વિચરતા સર્વ યતિઓને વસ્ત્રો વહોરાવ્યાં તેમ જ તેમના માટે જખૌમાં ઉપાશ્રય બંધાવ્યો. એમના બંધુ ભીમશીશેઠે ત્યાં પાંજરાપોળ તથા આયંબિલવાડી બંધાવ્યાં, તથા રત્નસૂકને નિભાવવા સારું ભંડોળ કાઢી આપ્યું. જીવરાજશેઠે અંજારમાં સં. ૧૯૨૧માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. મુન્દ્રા તથા વણથલીમાં પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા. જામનગરમાં વિશાળ જમીન ખરીદી શ્રી અજિતનાથ જિનાલય અને ધર્મશાળા બંધાવ્યાં, જે જીવરાજ રતનશીના વંડા તરીકે ઓળખાય છે. ભીમશીશેઠે મુંબઈના ડોગરી વિસ્તારમાં પુષ્કળ જમીન ખરીદેલી જે ભીમપુરા તરીકે ઓળખાતી. આ જગ્યા ઇમૂવમેન્ટ ટ્રસ્ટ સંભાળી લીધી. જીવરાજશેઠના પુત્ર કુંવરજી પણ કાબેલ હતા. પ્રતિષ્ઠાઓની પરંપરા | મુક્તિસાગરસૂરિ સં. ૧૮૯૩માં પાલીતાણા પધાર્યા ત્યાં તેમણે મોતીશાની ટૂકમાં સાતસો જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ખંભાત પાસેના વટાદરામાં ગોડીજીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૯૩ના માઘ સુદિ ૧૦ના બુધવારે રાજનગરમાં વીસા ઓશવાળ દલીચંદ અભયચંદે તથા વીસા શ્રીમાળી હીરાચંદ જોઈતારામની ભાર્યાએ આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવેલી. - સં. ૧૯૦૩ના માઘ વદિ પના શુક્રવારે રાધનપુરના અંચલગચ્છીય શ્રાવક પારેખ કસલચંદ સવચંદ વિરચંદે શ્રી ઋષભદેવનું શ્યામ બિબ ભરાવ્યું, તે વખતે સંઘે અનેક બિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ એ. લેખસંગ્રહ નં. ૫૧૦ થી ૧૨.) સાવરકુંડલામાં શેઠ કુટુંબના વાસણ પ્રેમજીના વંશજોએ સં. ૧૯૦૯માં શ્રી ધર્મનાથ જિનાલય બંધાવ્યું. ત્યાં માણેકચંદ કુંવરજી દેવજીએ સં. ૧૯૯૯ના ફાગણ સુદિ ના દિને ઉપાશ્રય બંધાવ્યો. અહીં અંચલગચ્છની પાટ હતી. અમરેલીમાં ઓશવાળ પટ્ટણીઓએ સં. ૧૮૬૭માં જિનાલય અને ઉપાશ્રય બંધાવ્યાં. ભાવનગરમાં વખતસાગર શિ. ભાવસાગરના ઉપદેશથી સં. ૧૮૫C લગભગમાં શ્રી ગોડીજી જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભંડાર બંધાયાં. ભાવસાગર મહાકાલીના ભક્ત હોઈને ઉપાશ્રયમાં દેવીની પ્રતિમા પૂજનાર્થે સ્થાપેલી. ઉપાશ્રયનો ભાગ સુધરાઈએ કાપી નાખતાં પ્રતિમાજીને જિનાલયમાં મૂકેલાં. કચ્છના ભુજપુરમાં ચાંપશી ભીમજીએ સં. ૧૮૯૭ના ફાગણ સુદિ ૩ ના દિને શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સુજાપુરના છેડા માલુ ગોવિંદ ખીમણાંદ, ભાર્યા હાંસાબાઈ, પુત્ર નાંગશીએ સં. ૧૯૦પના માઘ સુદિ પના સોમવારે પાલીતાણામાં ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. નાના આસબીઆ અને બાએટમાં સં. ૧૯૭૯માં શ્રી આદિનાથ જિનાલયો, મોટા આસંબીઆમાં સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy