________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૨૭
રડી પડ્યા હતા. ડોકટરનું નામ મુનિશ્રી રત્નપ્રભવિજયજી અને તેમનાં ધર્મપત્ની રતનબેનનું નામ સાધ્વીશ્રી રાજુલાશ્રીજી રાખ્યું હતું.
દીક્ષા લીધા પછી સંસ્કૃત-પ્રાકૃતનો સારી રીતે અભ્યાસ કરી તેઓએ પોતાની આગવી શૈલીથી અગ્રેજીમાં “શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનું જીવનચરિત્ર આઠ ભાગમાં લખ્યું અને પ્રકાશિત પણ કર્યું. ૧૨ વર્ષ પહેલાં એનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું. પરદેશમાં તે ખૂબ આવકાર્ય બન્યું છે.
( શેઠશ્રી વાડીલાલ સારાભાઈ )
શેઠશ્રી વાડીલાલ સારાભાઈ, જેઓના નામથી અમદાવાદમાં વી. એસ. હોસ્પીટલ છે. પૂજય શાસનસમ્રાટશ્રીના તેઓ પરમ ભક્ત હતા. ‘જૈન તત્ત્વવિવેચક સભા'ના તેઓ સભ્ય હતા અને આ સંસ્થા દ્વારા શાસનપ્રભાવના તથા સમ્યજ્ઞાનના પ્રસાર-પ્રચાર અને પ્રકાશનનાં જેટલાં કાર્યો થયાં તે સૌમાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અમદાવાદમાં-પાંજરાપોળમાં આવેલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા’ની જમીન તેઓ તરફથી આપવામાં આવેલી અને આ મકાન પૂજ્ય શાસનસમ્રાટરશ્રી તથા તેઓશ્રીના શિષ્યપ્રશિષ્યોના પુસ્તક સંરક્ષણ માટે ખાસ બાંધવામાં આવ્યું. શેઠશ્રી વાડીલાલ સારાભાઈ આમ તો સુધારાવાદી વિચારના હતા એટલે ધાર્મિક વિધાનોમાં ખાસ રસ ન લેતા. પરંતુ સામાજિક કાર્યોમાં પૂજયશ્રીની સલાહ લઈને અનુકંપા બુદ્ધિથી એ સમાજોપયોગી કાર્યો કરતાં.
( શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ ,
શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ ‘જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હતા. વિ. સં. ૧૯૫થી પૂજય શાસનસમ્રાટશ્રીના પરમભક્ત શ્રાવક હતા. વિ. સં. ૧૯૭૬માં તેઓએ અમદાવાદથી કેસરિયા)નો છ'રીપાલિત સંઘ પુજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કાર્યો હતો. શરૂઆતમાં શેત્રી સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ તરફથી શેરીસામાં ભવ્ય જિનાલય બંધાવવાનું હતું પરંતુ શેઠશ્રી સારાભાઈની ભાવના વધતાં તેઓએ જ રૂ. સાડા ત્રણ લાખ ખર્ચે સંપૂર્ણ જિનાલયનું નિર્માણ કરાવ્યું.
( શેઠશ્રી અંબાલાલ સારાભાઈ)
શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, વર્તમાનયુગના મહાન અવકાશ વિજ્ઞાની ડો. વિક્રમભાઈ સારાભાઈના પિતાજી હતા. અમદાવાદની કેલિકો મીલના માલિક અને મહાન ઉદ્યોગપતિ હતો. તેઓ પૂજય. શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત હતા અને પૂજ્યશ્રીના વચને ખાતર પોતાની મે તેવી પક્કડ છોડી દેતા, હતા. તેઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ઘણીવાર આવતા હતા. તેઓ દશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ હતો , તેમણે પોતાની એક બહેન એક સ્થાનકવાસી સાથે જ્ઞાતિબહાર પરણાવી હતી. અલબત્ત, એ ભાઈની ' એ સાધારણનો ૧ રૂપિયો ભરાવી, પૂજા. ભણાવરાવી મૂર્તિપૂજક બનાવ્યા અને ધનાસુથારની પોળના પંચમાં દાખલ કરાવ્યા. રાયપુર--કામેશ્વરની પોળમાં શેઠશ્રી અંબાલાલ સારાભાઈના વડીલોએ બંધાવેલ અને શેઠશ્રીએ જીર્ણોદ્ધાર કરાવેલ જિનાલયમાં પૂજ્યશ્રીના શુભહસ્તે શેઠશ્રી તરફથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org