________________
૭૨૮]
[ જૈન પ્રતિભાદર્શન
છે થયો. આ પ્રસંગે નવકારશી પણ કરવામાં આવી હતી. ઘીકાંટા રોડ ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય શેઠશ્રી તરફથી બંધાવવામાં આવેલ.
એક વખત અમદાવાદથી રાજસ્થાન તરફ વિહાર કરતાં શેઠશ્રી અંબાલાલભાઈના અત્યન્ત આગ્રહના કારણે પૂજ્યશ્રી શેઠના નિવાસસ્થાને શાહીબાગમાં પધાર્યા. ત્યાં પજ્યશ્રીના એક શિષ્યને તાવ આવતાં થોડા દિવસ ત્યાં જ સ્થિરતા કરી. અને શેઠશ્રીએ પણ સંપૂર્ણ ભક્તિ વૈયાવચ્ચ કરી હતી. ( શેઠશ્રી માણેકલાલ જેઠાલાલ તથા શ્રી ભોળાભાઈ જેઠાલાલ)
બંને શ્રેષ્ઠિઓ આમ તો સુધારાવાદી હતા, પરંતુ ધર્મની એટલી જ શ્રદ્ધા હતી. તેઓને પૂજયશાસન સમ્રાટશ્રી તરફ અત્યંત બહુમાન હતું અને પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત થયેલા. તેઓ લગભગ વિ. સં. ૧૯૯૦ આસપાસમાં પૂજ્યશ્રી પાસે કદંબગિરિ તીર્થમાં એક સંસ્કૃત વિશ્વવિદ્યાલય (પાઠશાળા) ખોલવા માટેની યોજના તથા એ માટે પોતાના તરફથી દાન આપવાની ભાવના લઈને આવેલા, પરંતુ દીર્ઘદૃષ્ટા પૂજ્યશ્રીને એ માટે આ જગ્યા યોગ્ય ન લાગવાથી એ માગણી સ્વીકારી નહિ પરંતુ અમદાવાદમાં જ આવું કાંઈક કરી શકાય એવું માર્ગદર્શન આપ્યું. પરિણામે અમદાવાદમાં એમ. જે. લાયબ્રેરી તથા ભો. જે. વિદ્યાભવનનું નિર્માણ થયું.
( શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ) વિ. સં. ૧૯૮૨માં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે નિવૃત્ત થતાં, પૂજયશ્રીના માર્ગદર્શન અનુસાર તેમના અનુગામી તરીકે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની નિમણૂંક કરવામાં આવી. ત્યારથી લઈને વિ. સં. ૨૦૩૬માં શેઠશ્રી સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જૈન શ્વે. મૂ. તપગચ્છ સંઘની અખંડ સેવા કરી છે. તેઓને જયારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડતી ત્યારે ત્યારે તેઓ પૂજ્ય શાસનસમ્રાટશ્રી તથા તેમના પટ્ટધર પ. પૂ. ગીતાર્થશિરોમણિ આચાર્યશ્રી વિજયોદયસૂરિજી મ. અને તેમના પટ્ટધર ૫. પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મ. પાસે અવાર નવાર આવતા હતા. વિ. સં. ૧૯૯૦ ના મુનિ સંમેલનમાં નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની સાથે તેઓએ પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. વિ. સં. ૧૯૯૨માં ઉપસ્થિત થયેલ તિથિ વિવાદ-સંવર્ચ્યુરી વિવાદને ઉકેલવા માટે તેઓએ ખૂબ મહેનત લીધી હતી.
શ્રી શત્રુંજય પર શ્રી આદીશ્વર દાદાની ટૂંકમાં પૂર્વે અવ્યવસ્થિત રીતે પધરાવવામાં આવેલ પ્રભુ પ્રતિમાઓનું ઉત્થાપન કરી, બાજુમાં જ એક સુંદર બાવન જિનાલય (નવી ટૂંક)નું નિર્માણ કરવામાં તેઓને પૂ. આ. શ્રી ઉદયસૂરિજી મ. તથા પૂ. આ. શ્રી નંદનસૂરિજી મ.નું સંપૂર્ણ માર્ગદર્શન અને પીઠબળ હતું.
શ્રમણ ભગવાને શ્રી મહાવીરસ્વામીની ૨૫મી નિવાર્ણ શતાબ્દીની રાષ્ટ્રીય સ્તરે સરકાર દ્વારા થયેલા ઉજવણીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય વતી ચારે ફિરકાની સંયુક્ત મહોત્સવ સમિતિમાં એઓએ મોખરાનું પ્રતિનિધિત્વ કરી ઉજવણીને સફળ બનાવી હતી.
આ રીતે લગભગ ૪૨-૪૩ વર્ષ સુધી તેઓએ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું સફળ નેતૃત્વ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org