SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલોત બોટાદના વતની અમદાવાદમાં લાલાભાઈની પોળે નિવાસ કરતા શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલોત અને તેમના કુટુંબીઓ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત રહ્યા છે. વિ. સં. ૧૯૮૯ના શ્રી કદંબગિરિ તીર્થમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલ શ્રી મહાવીરસ્વામિ જિનાલયની ભવ્ય અંજનશલાકા--પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી ફૂલચંદભાઈ દોઢ મહિનો સળંગ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કદંગિરિ રહ્યા હતા અને શ્રી વીરચંદભાઈ વકીલ ચોકવાળા તથા શ્રી અમરચંદભાઈ કામદાર સાથે રહી સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. પૂર્વે બોટાદમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું ચોમાસું પોતાના ઘરે બદલાવ્યું હતું. ત્યારપછી સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં તથા સં. ૧૯૯૧માં શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈના સંઘમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની સાથે રહ્યા અને પૂજ્યશ્રીની દરેક આજ્ઞાનું પાલન કરવાપૂર્વક ભક્તિ--વૈયાવચ્ચ કરી. વિ. સં. ૧૯૯૨માં પૂજય શાસનસમ્રાટશ્રી પાસે વિધિપૂર્વક નાણ મંડાવી સજોડે ચતુર્થવ્રત અંગીકાર કર્યું. [ ૭૨૯ વિ. સં. ૨૦૦૩માં શ્રી વલભીપુરમાં હાઈવે ઉપર નિર્માણ પામેલ તીર્થસ્વરૂપ જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુનો તેમણે આદેશ લીધો. પોતાની દીકરીને અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયે દીક્ષા અપાવી. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનપંચમીની પ્રતો વહોરાવી. વિ. સં. ૨૦૦૪માં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ છેલ્લી અવસ્થામાં સાબરમતીથી વઢવાણ તરફ વિહાર કર્યો ત્યારે છેક સુધી શ્રી ફૂલચંદભાઈ વિહારમાં સાથે રહ્યા અને પૂજ્યશ્રીની સુંદર ભક્તિ વૈયાવચ્ચ કરી. એ પહેલાં સાબરમતીથી શેરીસાનો છ'રીપાલિત સંઘ પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી કાઢ્યો. વિ. સં. ૨૦૦૫માં સુરેન્દ્રનગર-વઢવાણથી બોટાદ--પાલીતાણા-મહુવા વિહાર કરીને ગયા ત્યાં દરેક વિહારમાં તેઓ પૂજ્યશ્રી સાથે રહ્યા. વિહારમાં મીણાપુર ગામે સંઘ-સ્વામિવાત્સલ્ય કર્યું. વિ. સં. ૨૦૦૫માં મહા સુદ ૬ના દિવસે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના આદેશ અનુસાર બોટાદ સંઘ દ્વારા નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયના ભોંયરામાં શ્રી નેમિનાથ પ્રભુ અને અંજનવિધિના શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન ભરાવવાનો તથા શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવવાનો અપૂર્વ લાભ લીધો. મહાસુદ-૭-૮ના શ્રી અર્હમહાપૂજન શાંતિવિધાન કરાવ્યું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીની તબિયતના સમાચાર સાંભળી આસો વદ-૭ના દિવસે મહુવા ગયા. ત્યાંથી અનિવાર્ય કારણોસર મુંબઈ ગયા પરંતુ આસો વદ-૧૪ના મુંબઈથી પ્લેનમાં ભાવનગર થઈ મહુવા આવ્યા. અમાસના દિવસે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. વિ. સં. ૨૦૦૬માં પૂજ્યશ્રીના કાળધર્મ નિમિત્તે મહોત્સવ કરાવ્યો તથા ફાગણ વદ ૭ના મહુવામાં કાળધર્મના સ્થાન ઉપર પગલાં પધરાવ્યાં. વૈશાખ મહિનામાં કદંબગિરિમાં અન્ય જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી તેમાં લાભ લીધો. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમ વિશ્વાસુ હોવાથી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીનો વહીવટ ઘણાં વર્ષો સુધી સંભાલ્યો.--અને પેઢી દ્વારા થતા પ્રત્યેક મહોત્સવો વગેરેમાં સંપૂર્ણ વહીવટ તેઓનો રહેતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy