SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૪૯ [ રહેજો. આપણી કાપડની દુકાનની ઉઘરાણી રૂ. ૨૫ લાખની છે. દેણદારો એ રકમ આપવા આવે તો લેજો, એ માટે દુકાનનું પગથિયું નીચે ઊતરી ઉઘરાણી કરવા જશો નહિ.' એમણે સંકલ્પ મુજબ ૭૨ ઉપવાસની તપસ્યા શાતાપૂર્વક પૂર્ણ કરી. આ ઉગ્ર તપસ્યામાં પણ દેરાસર-ઉપાશ્રયે ચાલતા જ જવાનું-કોઈનો પણ શારીરિક ટેકો લીધા વગર જ ચાલવાનું. આવી સુંદર તપસ્યા કરનાર થરાદ નિવાસી સુશ્રાવકનું નામ છે : કેશવલાલ વીરચંદ સંઘવી. એમની આ ઉત્કૃષ્ટ તપસ્યાની નક્કર અનુમોદના નિમિત્તે એમના કુટુંબીજનોમાં ધર્મપત્નીએ ૬૭ ઉપવાસ, બેન મોંઘીબેન મોરખિયાએ ૬૭ ઉપવાસ, ભત્રીજા મહેન્દ્રભાઈ નરપતલાલ સંઘવીએ ૬૭ ઉપવાસ, ભાઈ સેવંતીલાલ વીરચંદે પ૧ ઉપવાસ, ભાઈનાં પત્ની બચીબેન સેવંતિલાલે પણ ૫૧ ઉપવાસની સુંદર ભવ્ય તપસ્યા દ્વારા સ્વજનપ્રેમનું નક્કર દષ્ટાંત પુરું પાડ્યું. સેવંતિભાઈએ તપસ્યાનું ઉજમણું પણ માસક્ષમણ અને ઉપરના તપસ્વીઓના સુંદર બહુમાન દ્વારા સારી રીતે કર્યું. દુકાનમાં અનીતિ નહિ-નફો ગેરવ્યાજબી નહિ આવી સાચી સુખ્યાતિ પામેલા એ શ્રાવકની ન્યાય-નીતિ અને ધર્મ-પરિણતિને ભાવાંજલિ. ( સુકૃતની તક ઝડપી લો! ) દેવદ્રવ્યનું દેવું તત્કાળ ચૂકવી દેવું જોઈએ, પેથડશાએ ગિરનારજી તીર્થની માળ પહેરવા માટે પ૬ ઘડી (આશરે ૫૭૦ શેર) સોનું ભરપાઈ ન થાય ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ્યાં હતાં વગેરે વાતો પર્યુષણના વ્યાખ્યાનમાં ચાલી. વ્યાખ્યાન બાદ એક પાપભીરૂ શ્રાવક મારા આસને આવ્યા. પોતાની સાચી હીરાની વીંટી એમણે મારી પોથી પર મૂકી. એ કહે : “સાહેબ આ મારી વીંટી! પેઢીના કાર્યકરોને બોલાવીને આપી દો. મારાં દેવદ્રવ્યનાં દેણાં કરતાં આ વીંટીની કિંમત ઘણી વધારે છે.” એ ગયા પછીથી બે શ્રાવકો મારી પાસે આવ્યા. મેં એમને પેઢીમાં વીંટી જમા કરાવવા જણાવ્યું. બધી સમજ આપી. ઉદારદિલ એ શ્રાવક કહે : “સાહેબ! આવું કરવાની કોઈ જ જરૂર નથી. આ લાભ અમને આપો. અમો એ ભાઈનું દેવું એમના જ નામે પેઢીમાં ભરીને હમણાં પાવતી આપ પૂજ્યશ્રીને આપી જઈએ છીએ. આ વીંટી અને અમે લાવીએ તે પાવતી આપ એ શ્રાવકભાઈને અમારા નામ વગર જ આપજો.” થોડીવારમાં પાવતી લઈને એ ભાઈ આવ્યા. અને સ્પષ્ટતા કરતાં કહ્યું : “સાહેબ! આ રકમ પાછી ન મળે તો પણ અમને જરાય વાંધો નથી.” દેવદ્રવ્યના દેવાદારપણાના ભીરૂ એ સુશ્રાવકનું નામ જવાહર ભગવાનજી, બોરીવલી-વેસ્ટ, મુંબઈ. ધન્ય પાપનો ડર! ધન્ય સાધર્મિક ભક્તિ ( મનસ્વી કાર્યોથી દુઃખને ગણકાર નહિ ) પૂર્વના કર્મના ઉદયે શ્રાવકની એ દીકરીને બાળપણમાં જ વૈધવ્ય આવ્યું. જીવન રડતાં પણ પૂરું થઈ શકે ને હસતાં હસતાં પણ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવાપૂર્વક. સમજું શાણી એ યૌવનાએ શ્રી જિનેશ્વર ભગવંતના તપધ” પર દિલ વાળ્યું. ઘરની જવાબદારીનો ખ્યાલ રાખવાપૂર્વક એણે વર્ષીતપ કર્યો. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, શક્તિ, સમય અનુસાર દેહથી ચારિત્રધર્મની આરાધનાપૂર્વક વર્ષીતપ સારી રીતે ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy