SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫o | [ જેના પ્રતિભાદર્શન પૂર્ણ કર્યો. તેણીને હવે બાહ્ય તપધર્મ સાથે જ શક્ય આવ્યેતરપની લગની લાગી. તેણીએ ઉપવાસથી ૨૦ વર્ષીતપ કર્યા, છઠ્ઠથી ૨૦ વર્ષીતપ, અક્રમથી બે વર્ષીતપ, ચાર ઉપવાસથી બે વર્ષીતપ, પાંચ ઉપવાસથી, છ ઉપવાસથી, સાત ઉપવાસથી એકેક વર્ષીતપ એમ કુલ્લે ૪૭ વર્ષીતપ પૂર્ણ કર્યા. સાથે જ ગુરૂઓના સંપર્ક-સાંનિધ્યથી સંયોગ અનુસાર શ્રેણિતપ, ચત્તારિ અટ્ટ દસ દોય તપ, સમવસરણ તપ, સિંહાસન તપ, છ વખત માસક્ષમણ (મૃત્યુંજય તપ), ૨૫ અઢાઈ, પ૧-૪૫-૪૪-૩૨૨૧ ઉપવાસ, પંચ પરમેષ્ઠીના ૧૦૮ ઉપવાસ, ૨૪ ભગવાનના કુલ ૩© ઉપવાસ, મહાવીરસ્વામી ભગવાનના ૨૨૯ છઠ્ઠ, શ્રી પાર્શ્વનાથ-મહાવીર ભગવાનના ૨૧ ગણધરના ૨૧ છટ્ટ વગેરે તપ કર્યા. અનેક તીર્થોની યાત્રા-છ'રીપાલિત યાત્રા સાથે કરી અને જ્ઞાનાર્જન પણ કર્યું. છેલ્લે તેણીએ અઠ્ઠાઈના પારણે અઢાઈથી વર્ષીતપ પ્રારંભ્યો. તપના ૪ માસ બાકી હતા ત્યારે તપપ્રિયા એ ઉત્તમ શ્રાવિકાએ એ તપમાં જ દેહ છોડ્યો: તપનો એક જબ્બર અભ્યાસ અનેક ભવ્યોના આલંબનરૂપ દેખાડીને જીવન સુધાર્યું. (મૃત્યુ તપમાં તપથી નહિ પણ અકસ્માતના કારણે થયું હતું.). એ મહાન શ્રાવિકરત્નનું નામ સરસ્વતીબેન કાંતિલાલ શાહ, વતન રાધનપુર, જિ. બનાસકાઠા. ( તપ–ધર્મના ચમકારા ) વઢવાણ શહેરના શ્રાવકરત્ન વીરપાળ ગાંધી એમણે સાણંદમાં રહી પ૧ ઉપવાસની ભવ્ય વિરલ તપસ્યા કરી. તપના છેલ્લા દિવસે પ૧મા ઉપવાસે એમની તબિયત ઢીલી થઈ. ઉચિત બાહ્ય ઉપચારો કરવા છતાં શરીરમાં સ્વાસ્થ ન આવ્યું. કોઈએ એમને કહ્યું : “હમણાં ભોજન-ઔષધ આદિ લઈ લો, પછીથી સદ્દગુરુ પાસે આલોચના કરી પ્રાયશ્ચિત લઈ લેજો.” મક્કમ મનના સમાધિસ્થ શ્રાવકજીને આ પસંદ નહોતું. એ જ દિવસે પારણા પૂર્વે કર્મના ભારથી હળવો બનેલો એમનો આત્મા નાશવંત દેહ છોડી ગયો. એમની વ્રતર્દઢતાના પરિણામની સુંદર અનુમોદના થઈ. ( સદ્ગુરુજી અમને રાહ બતાવો ) સાહેબ! આપ ગમે તેટલું સમજાવો; પણ હું જુગાર રમવાનું તો છોડી શકું તેમ નથી. અત્યારે પણ ૪-૬ દિવસ માટે જુગાર રમવા લોનાવાલા જાઉં છું. આપ બીજું જે કહેશો તે કરવા હું તૈયાર છું.” સારૂં, લોનાવાલામાં રાત્રિભોજન ત્યાગ કરજે. ચોવિહાર ન બને તો છેવટે તિવિહાર કરજે.” ગુવચનનો સ્વીકાર કરી યુવાન રવાના થયો. બીજે દિવસે એને ઉપાશ્રયમાં આવેલો જોઈ ગુરુજીએ આશ્ચર્ય સહિત એના આગમનનું કારણ પૂછ્યું તો યુવાન કહે : ““સાહેબ, આપે તો કમાલ કરી. તિવિહારના પાલનપૂર્વક આખી રાત્રિએ કલબમાં જુગાર રમવાનું કોઈ રીતે શક્ય જ નહોતું. આપે ચતુરાઈપૂર્વક મને પાપથી ઉગારી લીધો. મારા પર મહાન ઉપકાર કર્યો. ( દાનરૂચિ ) સૌરાષ્ટ્રના એક શહેરના એ યુવાને પાલીતાણામાં સદ્ગુરુઓ પાસે ત્રીજું ઉપધાન–અઠ્ઠાવીસું | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy