________________
૯૪૮)
[ જૈન પ્રતિભાદર્શન
બહુરત્ના વસુંધરા ) નડિયાદના એ લોકમાનીતા સુશ્રાવક. લગભગ ૭૫ આસપાસની ઉંમર. “ગ્રાહક ભૂલથી પણ મારી દુકાને છેતરાવો ન જોઈએ’ આ તેમનો સિદ્ધાંત. આર્થિક મુસીબતવાળા ગરીબ લોકોની પરિસ્થિતિનો સતત ખ્યાલ રાખી કિલોના ભાવે ૨૫ ગ્રામ માલ આપવામાં પણ માનસિક હિચકિચાટ નહિ, છો એમાં મહેનત ઘણી અને નફો નહિવત હોય.
એક પુત્રીને દીક્ષા પ્રદાન કરી. નિત્ય જિનપૂજા, ઉભય ટાઈમ આવશ્યક પ્રતિક્રમણ, ગ્રાહકોની સાથે અત્યંત પ્રામાણિકતા, શ્રીસંઘનો અનેક પ્રકારનો અત્યંત કુનેહ–નીતિમયતાથી વહિવટ, શ્રીસંઘના જમણવારમાં ચાખવાની પણ છૂટ ન રાખે, ભાથું ઘેર લઈ ન જ જવાનું, શાસ્ત્રશ્રવણનો અભુત રાગ આદિ અનેક ગુણોના ગુણીજન. એમનું નામ દલસુખભાઈ પોપટલાલ દોશી.
( મોત મંજૂર પણ સદાચાર ભંગ તો નહિ જ ) એમ. બી. બી. એસ.ની ડિગ્રી લઈ એ યુવાન ભારતમાંથી ઈંગ્લેન્ડ ગયો. પરમ શ્રદ્ધાળુ માતાએ એને વિદેશ મોકલતા પહેલા સદ્ગુરૂ પાસે મોકલ્યો. સદ્ગુરૂએ માંસ, દારૂ, પરસ્ત્રી ત્યાગનું મહત્ત્વ સમજાવી યુવાનને એ ત્રણે બાબતોનો નિયમ આપી એકદમ દઢ બનાવ્યો. ઇંગ્લેન્ડમાં અભ્યાસની સાથે જ એને એક મોટી હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની પદવી મળી ગઈ.
એક રાત્રે પોતાની ફરજ બજાવવા એ હોસ્પિટલમાં રાઉન્ડ મારી પોતાની કેબીનમાં આવ્યો. થોડી જ વારમાં નર્સની નોકરી બજાવતી એક અંગ્રેજ લેડી એની કેબીનમાં આવી. એણીએ કેબીનનો દરવાજો બંધ કર્યો. યુવાન સાથે મીઠી મીઠી વાતો કરવાપૂર્વક એણે પોતાના ઉપરના ભાગનાં કપડાં શરીર પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી. યુવાન વસ્તુસ્થિતિ પામી ગયો. કેબીન ખોલીને ભાગવામાં યુવતી સાથે ઝપાઝપીની શક્યતા અને એણી દ્વારા ખોટી બદનામીની પણ શક્યતા જોઈ. સાથે જ સદાચાપ્રેમી એ યુવાનને પોતાના પ્રાણથી પણ અધિક પ્યારી સદાચાર પાલનની પ્રતિજ્ઞાના રક્ષણની ચિંતા હતી.
યુવતીને અનુકૂળ વાતો અને હાવભાવથી વિશ્વાસમાં લઈ યુવકે ધીરેથી બહારની રસ્તા પરની બારી ખોલી અને ત્યાંથી એ સીધો જ બહાર કૂદી પડ્યો. જાનના જોખમે પણ પોતાના સદાચાર વ્રતની અખંડિતતાને એ જાળવી શક્યો. પછીથી એ ડૉકટર ભારતમાં આવ્યા. જીવદયાનાં મહાન કાર્યો કરતી સંસ્થાના માનદ્ અગ્રેસર કાર્યકર બની એમણે હજારો મૂંગા અબોલ પ્રાણીઓની દુઆ મેળવી. એ છે હાલ સુરતમાં રહેતા ડૉ. સુરેશ એસ. ઝવેરી.
( તપસ્યા કરતાં હો કે ડંકા જોર બજાયા હો ) ભગવાન મહાવીરસ્વામીનું આયુષ્ય હતું ૭૨ વર્ષનું. આ આયુષ્યને અનુલક્ષી એ શ્રાવકવર્ષે ૭૨ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. ઉપવાસ શરૂ કરવા પૂર્વે એમણે પોતાના ત્રણ પુત્રોને બોલાવી પોતાના અંતરની વાત કરતાં કહ્યું, “મારા આયુષ્યનો ભરોસો નહિ, કદાચ આયુષ્ય પૂર્ણ થાય તો આહાર, ઉપધિ, દેહ બધું જ વોસિરાવું છું. તમો ત્રણેને એક એક દુકાન અને એક એક મકાન સોંપેલું છે. તમો સંપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org