SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૪૭ પોતાના માથા પરનું આ ઋણ જલદીથી ફેડવા એ ઉત્સાહિત હતો. પોતાની પાસે હાથ પર ૧ લાખ રૂ.ની ઉઘરાણી અને એક લાખ રૂ.નો સ્ટોક હતો અને માથા પર એક લાખનું દેવું હતું. એની માનસિક તૈયારી નહિ છતાં પોતાના આ સુકૃતમાં એક અન્ય સુખી શ્રાવકની ભાગીદારી સ્વીકારવી પડી. એણે સુખી શ્રાવકને સ્પષ્ટ કહી દીધું, “મારી આર્થિક સ્થિતિનો જરા પણ વિચાર કર્યા વગર તમો સંઘનું આયોજન સારામાં સારી રીતે પાર પાડશો. હું આર્થિક ક્ષેત્રમાં માથું મારનાર પણ નથી.’’ ખૂબ જ શાસન-ધર્મપ્રભાવનાપૂર્વક નડિયાદથી શત્રુંજયનો સંઘ સારી રીતે સંપન્ન થયો એનો એને ખૂબ જ ઉલ્લાસ હતો. એના દેવામાં દોઢ લાખ રૂ.નો વધારો થયો હતો, એ તેણે ખૂબ ટૂંક સમયમાં ઇમાનદારીના ધંધાની કમાણીથી ચૂકાવી પણ દીધું. નડિયાદના એ સુશ્રાવક મુક્તિલાલ શીવલાલ શાહ હાલ તો મોટા કાપડના વેપારી સુખી ધનાઢ્ય બન્યા છે. એમનો ધર્મપ્રેમ ઊછળતો જ રહેલ છે. વહેલી સવારે અનેક શ્રાવકોને ઘેર જઈ, નિંદમાંથી જગાડીને સામુદાયિક પ્રતિક્રમણમાં જોડે છે. સદ્ગુરુની પ્રેરણાથી એ દર વરસે જુદાં જુદાં ગામોમાં પર્યુષણાની આરાધના કરાવવા જાય છે. પર્યુષણપર્વમાં પ્રેરણા ઉત્સાહ જગાડી ગામના ૮૦ ટકાથી ૯૦ ટકા આરાધકોને એ ભવ-આલોચના કરાવરાવી અઢળક નિર્જરાના ભાગી બનાવી રહ્યા છે. એમને છ'રીપાલક સંઘનો સદુપદેશ આપનાર સદ્ગુરુઓ છે વર્ધમાન ૧૧૪ આયંબિલ ઓળી આરાધક તપસ્વીરત્ન મુનિરાજશ્રી મણિપ્રભવિજયજી મ. અને પ્રભાવક પ્રવચનકાર મુનિરાજશ્રી જગવલ્લભવિજયજી મ. (હાલ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મ. સા.) ‘દરિદ્રતામાં અલ્પ પણ દાન મહાન લાભ માટે થાય છે’” આ શાસ્ત્રપંક્તિ ચરિતાર્થ કરનાર એ શ્રાવકની શ્રદ્ધાયુક્ત આચરણાને ભાવાંજલિ ! ન્યાય સંપન્નતા એમનું નામ શાંતિલાલ એસ. શાહ--અમદાવાદના બાંધકામખાતામાં નાયબ ઇજનેરની ગેઝેટેડ કક્ષાના ઘણા અધિકારયુક્ત અધિકારી. એમનો પ્રામાણિકતા ગુણ ખૂબ જ અનુમોદનીય. દુષ્કાળ રાહતમાં લાખ્ખો રૂપિયાની કમાણી આસાનીથી થઈ શકે એવાં પ્રસંગોમાં પણ, ન્યાયસંપન્નતા પ્રિય એવા એમણે, લોકો જેને ઉપલી આવક કહે છે એના પર નજર પણ ન નાખી. પછીથી ગુજરાતના બાંધકામના ગોટાળા વિષયક ફરિયાદની સત્યાસત્યતાની જાંચ કરવા માટેના અતિ મહત્વના જિલ્લા બાંધકામ અધિકારી કક્ષાની પોસ્ટ પર પ્રમોશન મળવા છતાં એમણે અન્યાયઅનીતિના પૈસાનું પ્રલોભન ન જ સ્પર્યું. એમને પોતાનાં ધર્મપત્ની ઉપરાંત પાંચ બાળકોના ઉચ્ચ શિક્ષણની જવાબદારી પણ ન્યાયયુક્ત રહીને જ અદા કરી. આવી ઊંચી જગા પર કામગીરી છતાં જૈનત્વના નિત્ય નિયમો જિનવરપૂજા, નવકાર જાપ વગેરે ઘણું બધું જ આચરણ કરવાનું. નોકરીમાંથી નિવૃતિ બાદ એમણે શ્રુતભક્તિનું ખૂબ સુંદર કામ સ્વીકાર્યું છે; અને એ દ્વારા ખૂબ સુંદર શાસનસેવા કરી રહ્યા છે. શ્રી જિનશાસન આવાં આરાધક રત્નોથી ઉજ્જવળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy