SearchBrowseAboutContactDonate
Page Preview
Page 995
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન ( સાચા હીરાનો વેપારી ) થનગનતી યુવાનીમાં ઉંબરે આવેલો એ યુવાન. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અતિ હોશિયારી માગતી પરીક્ષામાં એણે પ્રથમ દશમાં સ્થાન પ્રાપ્ત કર્યું, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટીસ શરૂ કરી. પ્રથમ કેઈસમાં જ એણે પોતાના અસીલને મનગમતો ચૂકાદો અપાવી પોતાની કાબેલિયત પ્રગટ કરી. પણ ન્યાયપ્રિયત્ન ધર્મપ્રિય સંસ્કારી મા-બાપના આ સંતાનને ચૂકાદો મેળવવામાં અપનાવાયેલ અનીતિપૂર્ણ અન્ડર ટેબલ સીસ્ટમ ખૂબ જ ખટકી. એણે ખૂબ સુંદર આશાસ્પદ આવકવાળા ધંધાને તિલાંજલી આપી. શિક્ષણક્ષેત્રે કામગીરી બજાવવા એ ઈન્ટરવ્યુ આપવા ગયો. બધી રીતે સિલેક્શન-પાત્ર એને છેલ્લે પૂછવામાં આવ્યું, “તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સુંદર પ્રેક્ટીસ છોડી આવી શૈક્ષણિક સેવા માટે શા માટે તૈયાર થયા છો?' પ્રેક્િટસમાં અપનાવવા પડતાં અનૈતિક-અપ્રમાણિક વ્યવહારની વાત જ્યારે એણે સ્પષ્ટ કરી ત્યારે ઇન્ટરવ્યુમાં નપાસ કરવામાં આવ્યો. એ પછી એ યુવાન હીરાના વ્યાપારમાં પડ્યો. દેશ-વિદેશના વ્યાપારીઓ સાથેના વ્યાપારમાં એની પ્રામાણિક નીતિમાન તરીકેની વાસ્તવિક છાપ ઉપસી આવી. એમાં એણે કમાણી પણ સારી થઈ. પણ માત્ર પૃથ્વીકાયના હીરા વેચવામાં સંતોષ માને એવું એનું દીલ નહોતું. મૂલ્યવાન જિનશાસનની સેવા દ્વારા આત્મિક ગુણવૈભવ પ્રાપ્ત કરવા એ આતુર હતો જ. શત્રુંજયની મોતીશા શેઠની ટૂંકના માનદ્ કાર્યકર તરીકે એ આજે અભૂત શાસનસેવા કરી રહ્યા છે તો સાથે જ શ્રી બૃહદ્ મુંબઈ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ મહામંડળ સંસ્થાના સક્રિય માનદ્ હોદ્દેદારની રૂએ એ પોતાનો મોટા ભાગનો સમય તીર્થ સેવા-શાસન સેવામાં કાઢવા ખૂબ જ પ્રયત્નશીલ છે. એમનું નામ પ્રકાશભાઈ ઝવેરી. આ એ પિતાના પૂત્ર છે જેમણે વિદેશની માત્ર નવકાર જાણતી કન્યાને વેવિશાળ બાદ સ્પષ્ટ જણાવી દીધેલું કે લગ્ન ત્યારે જ થશે, જ્યારે તેણી જીવવિચાર-નવતત્ત્વદંડક-સંગ્રહણી-તેસ્વાર્થ સૂત્ર સુધીના શાસ્ત્રોનો સાથે અભ્યાસ કરશે. એમનું નામ પ્રવિણભાઈ. ભગવાનના તત્ત્વજ્ઞાનના અભ્યાસના ગજબ રસિયા. એમણે એ કન્યાને ભણવાની બધી જ વ્યવસ્થા કરી ભણાવ્યાં બાદ જ લગ્ન કરેલાં. શાસન આવા આરાધક રત્નોથી આજે પણ પ્રકાશમાન છે. ધન્ય! ( પૈસા ખર્ચાયા કે રોકાણ થયું? ) ગરીબાઈના કારણે એ શ્રાવક કાપડની ફેરી કરે. દેવ-ગુરુવરની અનન્ય શ્રદ્ધાથી પૂજાભક્તિવૈયાવચ્ચ-પ્રતિક્રમણ આદિ કરે. પોતાની માતાની ઇચ્છાથી અને ખુદના અતિ ઉત્સાહથી એણે કારતકી પૂનમના રોજ ચોમાસું રહેલ સદ્ગુરુઓના ચાતુર્માસ પરાવર્તનનો લાભ લીધો. અલબત્ત એ ભાડાના જ ઘરમાં રહેતો હતો. સદ્ગુરુઓએ એને છ'રીપાલિત સંઘ કાઢવા સુંદર પ્રેરણા–ઉપદેશ કર્યો. એણે પોતાની આર્થિક પરિસ્થિતિ સ્પષ્ટ કરી. છતાં સદ્ગુરુઓની આત્મકલ્યાણક હિતશિક્ષા સ્વીકારી; “જ્યાં સુધી સંઘ ન કાઢે | ત્યાં સુધી બે મનગમતી (નામ પૂર્વકની) મીઠાઈનો ત્યાગ' એવો અભિગ્રહ હોંશભર એણે સ્વીકાર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy