________________
અભિવાદન ગ્રંથ)
[ ૯૪૫
'તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે.
---પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ. પંન્યાસશ્રી ગુણસુંદરવિજયજી ગણિ
[અજબ છે શ્રી જિનશાસન, અલૌકિક છે એની વાતો. એ જણાવે છે કે શુભ કાર્ય કરનારને તો શુભ ફળ મળે જ છે, પણ એ કરાવનારને પણ એટલો જ લાભ પ્રાપ્ત થાય છે, અને એને સારા માનનારને પણ આ બંનેના સમાન જ ફળ મળે છે. શાસ્ત્રના આ ટંકશાળી શબ્દો છે – “કરણ-કરાવણ ને અનુમોદન સરિખા ફળ નિપજાવ્યો. માટે જ ઘોર તપસ્વી બળદેવ બળભદ્ર મુનિને જે ફળ મળ્યું તેના સમાન જ એમને ગોચરી વહોરાવનાર રથકારને અને એ બનેની અનુમોદના કરનાર પૂગલાને ફળ મળ્યું. ત્રણે જણા ફળની સમાનતાથી પાંચમા દેવલોકમાં દિવપણુ પામ્યા.
પંચસૂત્રકાર શ્રી ચિરંતનાચાર્ય મહારાજશ્રીએ ભવસ્થિતિ પકાવવાના ત્રણ સાધનો પૈકી એક મહત્ત્વના સાધન તરીકે આ સુકૃત અનુમોદનાનો ઉલ્લેખ ખૂબ જ વાજબી રીતે કર્યો છે. ધર્મકરણીને ઘર્મ સ્વરૂપ બનાવવા માટે મૈત્રી, પ્રમોદ આદિ ચાર ભાવનાને શાસ્ત્રકાર ભગવંતોએ ખૂબ જ અગત્યની અને અનિવાર્ય બતાવેલ છે. આ પ્રમોદ ભાવના સુકૃત અનુમોદના અંતર્ગત જ છે ને!
“થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે' વાળી પૂ. - ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.ની વાત પણ આ વાતની તુષ્ટિ કરે છે.
વર્ધમાન આયંબિલતપની ૧૦૮ ઓખીના આરાધક ગચ્છાધિપતિ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી ગુણસુંદરવિજયજી ગણિવરે આવી અનુમોદના માટે ખૂબ સુંદર રસથાળ અને આપણી સોની સમક્ષ તૈયાર કરેલ છે. અહીં જૈનાગમમાંચી સુંદર દૃષ્ટાંતો તો ચૂંટી કઢાયો છે જ, સાથે સાથે આપણા જ કાળના, લગભગ આપણા જેવા જ સંયોગોમાંથી પસાર થતા ભવ્ય જીવોના સત્વ, વૈર્ય અને આત્મ પરાકમમાંથી પ્રગટેલા અદ્ભૂત જીવનપ્રસંગો સુંદર શૈલીથી રજૂ કરાયા છે. આપણે સૌ આ રસથાળ માણીએ અને આત્મિક ગુણો પ્રગટ કરવા-દોષોને દેશનિકાલ કરવા કટિબદ્ધ બનીએ એ જ શુભાભિલાષા સાથે.
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org