SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ ) [ જૈન પ્રતિભાદર્શન કપર્દી મંત્રી વિતરાગના શાસનનો રાગ, ભર્યો હતો રગરગમાં; તેથી ત્રિભુવનતિલકનું તિલક, કપર્દી રહ્યું તમે આ જગમાં. મંત્રી કલ્પક પરવા પંડની કીધી નહીં, રાજ્યાર્થેિ અપ્ય પ્રાણ; જૈનત્વ ને ઝળકાવ્યું, મંત્રી કલ્પક તમે સુજાણ. મંત્રીશ્વર પેથડશા દેદાશાહના પુત્રરત્ન, મહામંત્રી ચિત્તોડદેશ; સુકૃતના સાગર ઓ પેથડશા, સમરીએ તમને હંમેશ. વિમલ મંત્રી વિમલમંત્રી અંબિકા વર વરી, માંગ્યો આરસ પણ વારસ નહીં વિમલવસહી ટુંક આબુ તીર્થે, રચી રચ્યો આદર્શ જગમહીં. મંત્રીશ્વર અભયકુમાર શ્રેણિક સુનંદા સુત અભય, મહામંત્રી બુદ્ધિ નિધાન; અનેક સત્કાર્યો કરી સંયમ વર્યા, ઘો અમનેય એ વરદાન. ચાલશા મંત્રી દયાળુ દયાલશા રચ્યો તમે, શેત્રુંજો મેવાડ દેશ; દયાલશા કિલ્લાના દર્શને, થયો ઝાંખો રાજનગર નરેશ. 'જિનશાસનના દાનેશ્વરી રત્નો ધના-શાલિભદ્રજી ધન્ય ધના શાલિભદ્રની, સાળાબનેવીની જોડી; સ્નેહ સાથે તમારો સાચો, લીધું સંયમ સર્વ સુખ છોડી. જીરણ શેઠ જીરણ કર્યા જૂના કરમ, સેવી ઉત્તમ ભાવ ધરમ; જીરણશેઠજી અમ હૈયે વસો, આપો શુભભાવ પરમ. શેઠ સવા-સોમાં ઝગડા જગમાં લેવા તણાં, આ તો આપવાની તકરાર; સંપત્તિ સફળ રચી સવા-સોમા તમે, સિદ્ધગિરિ ટૂંક મનોહાર. નાગદત્ત શ્રેષ્ઠિ ઉજ્જયનિ ધનદત્ત સુત, નાગદત્ત શ્રેષ્ઠિ સાર; મુનિવચને પ્રતિબોધ લઈ, સંયમે સફલ કર્યો અવતાર. જિનદાસ શેઠ જસ ઉપવાસાદિ જોઈને, વ્રત વૃષભ યુગલ કરનાર; ધન્ય અભયદાની જિનદાસ શેઠ, અહિંસાનો અવતાર. નાગકેતુ અંત સમયની ભાવના, પૂર્વભવની થઈ સાકાર; જન્મતાં જ અટ્ટમ કર્યો, નાગકેતુ કેવલી નમું સાર. દેદાશાહ દેદો કહ્યું તેને દઈ દીધું, સદાય દાન આપનાર; વાહ દેદાશાહ! તમે, દાની વૃંદ શણગાર. ધરણાશાહ નલિની ગુલ્મ સુર વિમાનસમ, રચ્યું રાણકપુર તીર્થધામ; ધન્ય ધન વાવ્યું ધરણાશાહ, જૈન ઇતિહાસે અમર તુમ નામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy