SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૪૯૭ કોણિક (અશોક) રાજા ચેષ્ટા કરી ચક્રી થવા, અશોક નામે કીધા યુદ્ધ; શ્રેણિક દ્રષી કોણિક તમે, અંતે પામ્યા સબુદ્ધ. અકબર બાદશાહ પૂર્વજન્મ જાતિ મળે, લીધો હિંસક કુળ અવતાર; હીરસૂરિ બોધ્યા અકબર તમે, સમજયા કાંઈક સાર. સંપતિ મહારાજા સવા કોડ જિનબિંબને, સવા લાખ જિનધામ; પુણ્યસ્રોત સંપ્રતિ તમે, કીધા અતિ ઉત્તમ કામ. મહાબલ કુમાર યૌવન-સત્તા-સંપત્તિ, સર્વત્ર વિવેક અપાર; મહાબલ તેથી જ તો, પામ્યા ભવનો પાર. દેવપાલ રાજા પ્રભુ પ્રત્યેના પરમ રાગે, જેનો આત્મા જાગે; રાજા થયા દેવપાલ તોય, જિનભક્તિ દિલ લાગે. વિક્રમ રાજા પરદુઃખ ભંજન રાજવી, કીધા પરોપકાર કામ; સંવત ચાલે આપની, વિક્રમ અમર તુમ નામ. પ્રદેશી રાજા કેશી ગણધર ગુરુ મળ્યા, મિથ્યામત તુમ ટળ્યા; પ્રદેશી રાજા જ્ઞાન લઈ, અંતે આતમ પંથે વળ્યા. દંડવીર્ય રાજા ઇન્દ્રપરીક્ષા છતાં થાક્યા નહીં, કરતાં સાધર્મિક ભક્તિ; વાહ દંડવીર્ય રાજવી! આપો અમને એવી શક્તિ. ગજસુકુમાલ અંગારા મૂક્યા મસ્તકે, બાંધી માટીની પાળ; સમતા સાધક ગજસુકુમાલ, તમે પામ્યા મુક્તિ માળ. શાસનના દેદીપ્યમાન ધર્મપ્રિય મંત્રીશ્વરો શ્રીયક મંત્રી સેણા વેણાદિ બહેન સાધ્વી પ્રેર્યા, ઉપવાસી થઈ સગતિ વર્યા; શ્રીયક આપ પુણ્ય થકી, સંઘ સકલ સીમંધર વાણીને વર્યા. બાહડમંત્રી શેત્રુજે ચૈત્ય નિર્માણની, પિતૃભાવના પૂર્ણકાર; મક્તિ તો બાહડમંત્રી આપની, તીર્થ પ્રત્યે ઉદાર. સમરાશાહ દિલ્હીથી શત્રુંજય તીર્થનો, છ'રી સંઘ કાઢી મહાન; મંત્રી સમરાશાહ સમરીએ, તમે વધારી શાસન સાન. વસ્તુપાલ-તેજપાલ ખોદતાં ખાડો મળ્યા ખજાના, ખર્ચ તેને તીર્થ રચ્યા મઝાના; અમર દેરા દેલવાડાના, વસ્તુપાલ તેજપાલ તુમ કીર્તિ ધજાના. ઉદયન મંત્રી તુમ દીર્ધ દૃષ્ટિ થકી, મળ્યા સૂરિ હેમચંદ્ર કુમારપાલ; ધન્ય ઉદયન મંત્રી તમે, જિનશાસન રવાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy