SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1046
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | ૯૯૭ નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે, તેમાં ૧૦ ઓળી એક જ ધાનની અલૂણી કરી છે. (૪) ૨૫ ] વર્ષથી બેસણાંનો તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણની સાથે સામાયિક કરીને અરિહંત પદની ૨૦ નવકારવાળીનો જાપ કરીને પ્રભુપૂજા કર્યા પછી જ બેસણુ કરે છે. અરિહંત પદનો બે કરોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. (૭) પ્રભુભક્તિ તેમનો પ્રાણ છે. અત્યાર સુધીમાં આરસ તથા ધાતુનાં ૧૫ પ્રતિમાજી જુદા જુદા સ્થળે પધરાવ્યાં છે. તેમજ શંખેશ્વર તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ લીધો છે. (૮) તેઓની ગુરુભક્તિ તેમજ શ્રુત જ્ઞાનભક્તિ પણ અનુમોદનીય છે. ( શ્રી રાજેન્દ્રભાઈ દલાલ ) વનમાં કે નંદનવનમાં ખીલી ઊઠેલા નયનરમ્ય, આકર્ષક, આહલાદક સુમનની સૌરભને ફેલાવનાર કોણ? સુમન-પુષ્પ સ્વયં જ છે. એ જ વાતાવરણને સુરભિમય બનાવે છે. તેવી રીતે સુશીલ-સંસ્કારી કુટુંબરૂપી ઉદ્યાનમાં અવતરેલા સુમન સમા સજ્જનની સૌરભ સર્વત્ર ફેલાઈ જ જાય છે. એવા અનેક પુણ્યાત્માઓ હતા, અને છે. જેમનો જન્મ અને જીવન જાણે પ્રભુશાસનની સેવા કાજે જ સર્જાયો ન હોય! શાસનમાં પોતાનું અણમોલ યોગદાન કરનારા અનેક ભાવિકાત્માઓમાંના એક છે “શ્રી રાજેન્દ્રભાઈ દલાલ.” જેમની જન્મભૂમિ અને શિક્ષણભૂમિ છે રાજનગર-અમદાવાદ, કર્મભૂમિ છે આંધ્રપ્રદેશની અત્રે ધર્મભૂમિ સિકંદ્રાબાદ છે. અનેક ક્ષેત્ર અતિગહન વ્યક્તિત્વ ધરાવતા રાજેન્દ્રભાઈના તમામ પાસાની ભવ્યતાનો ખ્યાલ ઘણાં ઓછાને હોય તે સહજ છે. માતુશ્રી જાસુદબેન અને પિતાશ્રી અમૃતલાલભાઈના શ્રેષ્ઠ સંસ્કારો તેમના જીવનની શ્રીમંતાઈ છે, સૌંદર્ય છે. રાજેન્દ્રભાઈમાં તેમના પિતાશ્રી જેવી ચતુરાઈ, બુદ્ધિમત્તા, પ્રમાણિક્તા અને સાહસિકતા છે તો માતુશ્રીના ધર્મસંસ્કારો રગેરગમાં વહી રહ્યા છે. બાલ્ય ઉંમરથી જ વડીલો અને ભાઈઓના સહવાસથી કાર્યમાં ચોક્સાઈ, વ્યવહારમાં સરળતા, વચનમાં ગુણાનુરાગ આદિ સદ્ગણો તેમના જીવનના આદર્શો બન્યા છે. કુટુંબ પ્રત્યે અતિ પ્રેમાળ હોવા છતાં વિષય વિલાસથી દૂર છે. વાત્સલ્યમય હૃદય હોવા છતાં વિવેકપૂર્ણ સત્યપ્રેરણા આપનાર છે. અનેક ભાઈ હોવા છતાં માતા-પિતાની અનન્ય પુત્રરુપે સેવા કરનાર સુપુત્ર છે. કુટુંબના પ્રત્યેક સભ્યોની સાથે પ્રેમ-સ્નેહસભર વ્યવહાર છે. સૌ તેમને ગૌરવભરી નજરે નિહાળે છે, વડીલ તરીકે સન્માને છે, નાના ભાઈ તરીકે વાત્સલ્ય વહાવે છે. કોલેજ જીવન પૂર્ણ કરી ૨૧ વર્ષની ઉગતી વયે વ્યવસાય માટે બેંગલોર થઈ સિકંદ્રાબાદ આવ્યા. વ્યાપારમાં સાહસિક બન્યા. ૨૫ વર્ષની વયે તો આંધ્રપ્રદેશમાં કાપડનો ધંધો ફેલાવી દીધો. આજે કરોડોનો ધંધો તેઓ કરી રહ્યા છે. પ્રીમીયર મીલ કોઈમ્બતુર, અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી મોટી કંપનીઓ સાથે સંકળાયેલા છે. અનેક દુકાનો તથા શો રૂમોની માલિકી ધરાવે છે. સાથે સાથે તેમના બંને સુપુત્રો સુનીલ, સંદેશ પણ સુસંસ્કારી છે. વ્યાપારક્ષેત્રે ઘણી નિપુણતા ધરાવે છે. - વ્યાપારક્ષેત્ર વિસ્તૃત હોવા છતાં પણ આંતરિક ધાર્મિક સંસ્કારની જ્યોતિ ઝગમગતી જ હોય છે. ૧૧.3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy