SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1045
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન ધર્માનુરાગી સ્વભાવને અને ઉમદા આદર્શોને ભારે મોટું બળ આપવાનું સત્કાર્ય તેમનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રી ધીરજબહેને કર્યું હતું. એ કથન સાચું જ છે કે પુરુષોની પ્રગતિ અને વિકાસમાં મોટું અને મહત્ત્વનું પ્રદાન તેમની અર્ધગનાનું હોય છે. શ્રાવિકાઓ ભણેલી, કેળવાયેલી અને ધર્મ-સંસ્કારોથી સંપન્ન હશે તો જ શાસન અને સમાજ ગૌરવભેર ટકી શકશે. શ્રી ધીરજબેન આવાં જ એક ગૌરવશાળી શ્રાવિકા તરીકેનું માનસન્માન પામ્યાં છે. શ્રી રતિલાલભાઈ તેમના છેલ્લા દિવસોમાં પણ સ્વસ્થતાપૂર્વક નમસ્કાર મહામંત્રના જાપમાં સતત લીન બની રહેતા. સમાધિપૂર્વક નવકારમંત્રનું રટન કરતાં કરતાં અચાનક હાર્ટ-એટેકથી કાળના વિરાટ પંજામાં તા. ૧૬-૩-૮૧ના રોજ સવારમાં ઝડપાઈ ગયા. તેમના શ્રેયાર્થે ત્રણ દિવસનો જિનેન્દ્રભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓને મોટી રકમનું દાન અર્પણ કર્યું. સ્વ. શ્રી રતિલાલભાઈએ પરિવાર સહિત ભારતનાં બધાં જ જૈન તીર્થોની યાત્રા કરી પોતાની લક્ષ્મીનો સવ્યય કર્યો હતો. સ્વ. રતિલાલભાઈએ જે પગદંડી ઊભી કરી એ જ રાહ અને એ જ વારસાને તેમના પુત્રોએ જાળવી રાખ્યો છે. શ્રી ધીરજબેન વિશાળ પરિવારને સાથે રાખી માંગલિક ધર્મનાં રૂડાં કાર્યોમાં વ્યસ્ત છે. છેલ્લાં બે દાયકાથી ગિરિરાજ શ્રી સિદ્ધાચલજીની શીતલ છાયામાં વર્ષમાં એકાદ-બે વખત આવીને સ્થિરતા કરી સુપાત્રદાન તેમ જ તીર્થભક્તિનો અપૂર્વ લ્હાવો લઈ રહ્યાં છે. સિત્તેર માણસના વિશાળ પરિવારનો વિશ્વાસ સંપાદન કરીને સૌનાં પ્રીતિપાત્ર બનેલાં શ્રી ધીરજબેને સૌને જૈસલમેરની યાત્રા કરાવી. સાધર્મિક ભક્તિ, જીવદયા, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, ભોજનશાળા, પૂ. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ આદિ કાર્યોમાં મુક્ત મને દાનનો પ્રવાહ વહેવડાવ્યો. પરિવારના ધર્મપરાયણ વાતાવરણને લીધે તેમની સુપુત્રી રમાબહેને આજથી આડત્રીશ (૪૦) વર્ષ પહેલાં ભાગવતી પ્રવજયા અંગીકાર કરેલ. ચાર સંસ્કારી પુત્રો શ્રી ખાન્તિભાઈ, શ્રી જિતુભાઈ, શ્રી પ્રદીપભાઈ, શ્રી હરીશભાઈ, બે પુત્રીઓ શ્રી રમાબહેન (હાલમાં સાધ્વીશ્રી રણયશાશ્રીજી મ.) અને સરોજબેન, ચાર પુત્રવધૂઓ, પૌત્રો વગેરે એમનો પરિવાર ઘણો જ સુખી છે. - શ્રી ધીરજબેનને વરસીતપ અને ઉપધાન તપશ્ચર્યામાં વિશેષ રસ છે. ઘણાં વર્ષોથી બેસણાં ચાલે છે. કઈક નાનીમોટી તપશ્ચર્યા પણ ચાલુ જ હોય, તેમનું આ મોટું જમા પાસું છે. ખરેખર, શ્રી ધીરજબેને માતા-પિતા અને પરિવારના સંસ્કારોને દીપાવ્યા છે. ધીરજબહેને નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છે. (૧) પ. પૂ. વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં છ'રિનાં નિયમ પાલનપૂર્વક સિદ્ધગીરીની ૯૯ યાત્રા દરમ્યાન ગીરીરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકમાં દરેક જિનપ્રતિમાઓની નવે અંગે પૂજા કરીને ભાવપૂજા કરી હતી. રોજ લગભગ ૧OO ભગવાનની પૂજા કરીને સાંજે ૪ વાગે નીચે આવીને એકાસણું કરતાં હતાં. (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં એકાસણી કરીને દરરોજ ૫૦ બાંધી નવકારવાળીનો જાપ કરવાપૂર્વક ૧ લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy