________________
અભિવાદન ગ્રંથ 7
[ ૯૯૫
૩૬ આચાર્યશ્રીઓ, પ્રાયઃ ૪OOOથી અધિક સાધુ-સાધ્વીજીઓ તેમજ ભારતના અને વિદેશનાં એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી અને સૌ પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. પાલીતાણાના ઇતિહાસમાં છેલ્લાં સેંકડો વર્ષોમાં પ્રથમવાર આવો ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો તેવા વૃદ્ધજનોના શબ્દ હતા.
ચાલુ વર્ષીતપમાં અક્રમનાં બીજા ઉપવાસે ભવ્ય રીતે અભિષેક યાત્રા કરી પોષ સુદ ૬ના એ જ દિવસે સાંજે ૭ વાગે સુરતી વીસા પોરવાડ જ્ઞાતિના સત્કાર-સમારંભમાં તેઓ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર મહામંત્રના અંતિમ પદ મંગલ' પૂર્ણ થતાં પોતે સંપૂર્ણ સંતુષ્ટ થયાના ભાવ સાથે “જંગજીયા''ના પરમ સંતોષ સાથે એક જ સેકંડમાં સદાય માટે આંખો મીંચી દીધી અને બાજુમાં રહેલ પુત્ર નિલેશના ખોળામાં ઢળી પડ્યા અને તેમનો જીવનદીપ બુઝાઈ ગયો.
તા. ૨૪-૧૨-૯૦ના રજનીભાઈ દેવડીની અંતિમયાત્રામાં આચાર્યભગવંતોએ વાસક્ષેપથી આશીર્વાદ આપ્યા લાખો લોકો તેમાં જોડાયા. પાલીતાણાના ઇતિહાસમાં આવી વિશિષ્ટ અંતિમયાત્રા પ્રથમ હતી. આખુ શહેર માનવમેદનીથી ખીચોખીચ ભરાયું હતું. લોકોના મુખેથી “અભૂત”, “મહાન પુણ્યાત્મા” વગેરે શબ્દો સરી પડતા હતા.
તેમનાં ધર્મનિષ્ઠ પત્ની હંસાબેન, પુત્ર નિલેશ, પુત્રવધૂ બીના, પૌત્રી ક્રીષ્ના, પૌત્ર અભિષેક પણ આ પવિત્ર આત્માનો, ધર્મના સંસ્કારોનો વારસો દીપાવે છે અને ખુબુના ખજાનાની જેમ શ્રી રજનીકાંતભાઈ દેવડીની ધર્મમય પ્રભુભક્તિ, આધ્યાત્મિક ભક્તિ, અનુકંપાદાન, જીવદયા તેમજ સાતે ક્ષેત્રોમાં સદ્ધપયોગ કરેલ લક્ષ્મીની સુવાસ પ્રસરાવે છે. (સંકલન : મનુભાઈ શેઠ) (સ્વ. શ્રી રતિલાલ જેઠાલાલ સલોત તથા શ્રી ધીરજબેન સલોત)
ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારોથી વિભૂષિત ધર્મ-સંપન્ન સલોત પરિવારના સુપ્રસિદ્ધ સાહસિક અને ઘર્માનુરાગી શ્રી રતિલાલભાઈનો જન્મ ભારતની પવિત્ર ભૂમિ સિદ્ધગિરિ (મોસાળ)માં થયો હતો. આ બાળકના હૈયામાં બચપણથી જ ત્યાગ-વૈરાગ્યની ઊર્મિઓ જેમ છલકતી હતી તેમ જીવન-ઉન્નતિની દિશામાં કાંઈક કરી છૂટવાની પણ પ્રબળ તમન્ના ધબકતી હતી.
તળાજા અને ભાવનગરની શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ભાગ્ય અજમાવવા આંધ્રપ્રદેશમાં ગદગ (આદોની)માં નોકરીથી જીવનની કારકિર્દીનાં મંડાણ કર્યા. અવનવા અનુભવોની સરાણે ચડ્યા પણ પછી ફરી મુંબઈ આવવાનું બન્યું. ફાયર એકસ્ટીંગવિશરનો ધંધો શરૂ કર્યો અને સમય જતાં એક વિશાળ ફેકટરીના માલિક બન્યા.
નાનપણથી જ અલબેલા અરમાનો અને પ્રબળ પુરુષાર્થ વડે જીવનને-કુટુંબને સંગીન સ્થિતિમાં મૂકતા રહ્યા. ધર્મ પરત્વેની શ્રદ્ધા-ભક્તિ પણ એટલા જ અણનમ રહ્યાં. દઢ મનોબળ અને ગજબની સંકલ્પશક્તિ હોવાને કારણે તેમના પુત્ર-પરિવારને પણ પ્રેરણા મળતી રહી.
શ્રી રતિલાલભાઈને શાસનભક્તિમાં પણ સાધર્મિક ભક્તિ પરત્વે અપૂર્વ અને અનન્ય પ્રેમભાવ હતો. તેમની ધર્મભાવનાનાં સંસ્મરણો આજ જુદાજુદા સ્વરૂપે જોવા-સાંભળવા મળે છે. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org