________________
૯૯૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
છતાં ધર્મના સુકાર્યોમાં ધર્મ ભાગીદારી શરુ કરી ધાર્મિક ક્ષેત્રે ડંકો વગાડ્યો. ધર્મકાર્યોમાં, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયો, ધર્મશાળાઓમાં અનુદાનોની યાદી ખૂબ લાંબી થાય છતાં કોઈ યાદગીરી રાખી નથી.
જ્ઞાતિજનો તથા સાધર્મિકોને આપ્તજન સમજી દરેકને સહાયરૂપ બની આગળ લાવવા સહયોગી બનતા હતા. આપીને ભૂલી જવું એ સિદ્ધાંત જાળવી રાખી ગુપ્તદાનોમાં પણ મોખરે રહ્યા હતા. પૂ. સાધ્વીજીઓની વૈયાવચ્ચને હરહંમેશાં ખૂબ જ મહત્ત્વ આપતા હતા.
તળેટી પાસે વિશ્વમાં અજોડ એવા ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ-સમવસરણમાં અંજનશલાકામાં ભગવાનનાં માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉપર સમવસરણમાં એક મૂળનાયકની સ્વપરિવાર સાથે પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ બાદ તેમની ચારિત્ર્ય લેવાની ભાવનાએ અતિવેગ આપ્યો.
ભવ્યાતિભવ્ય હસ્તગિરિ તીર્થમાં સંગેમરમરના કલાત્મક જૈન દહેરાસરમાં મૂળનાયક (ચૌમુખજીમાં), ભરૂચમાં નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં તથા ગોડીજી પાર્થ જિનમંદિરમુંબઈમાં, ૧૦૮ પાશ્વજિનાલય-શંખેશ્વરમાં, તેમજ કોબે (જાપાન) અને લેસ્ટર (લંડન) આદિ અનેક જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પ્રસંગે યથાશક્તિ લક્ષ્મીનો સદ્વ્યય કર્યો. એમના પોતાના જ્ઞાતિજનોને સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ચાતુર્માસ તેમજ નવાણું યાત્રા કરાવી હતી.
રજનીભાઈને પાલીતાણાની પવિત્રભૂમિ અને યુગાદિદેવ આદિનાથ પરમાત્મા પ્રત્યે ગજબનું આકર્ષણ રહ્યું હતું. તેમની આદીશ્વરદાદા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-પ્રીત તો તેના મુખ ઉપર જેણે જોઈ હોય તેને જ ખબર પડે કે આ જીવને એવું તો શું થતું હશે! તેમને કોઈ પૂછે કે બીજા તીર્થો અને તીર્થકરો કરતાં અહીં વધુ કેમ ઉલ્લાસ અનુભવો છો? ત્યારે કહેતાં કે, મારે મન બધા જ પૂજ્ય છે. દાદા આદિનાથ ભગવાનનો વંશજ હોઉં તેવી અનુભૂતિ મને થયા કરે છે. ( શત્રુંજય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો
અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઉજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે ૩૬ આચાર્યશ્રીઓ, પ્રાયઃ ૪૦૦૦થી અધિક સાધુ-સાધ્વીજીઓ તેમજ ભારતના અને વિદેશનાં એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી.
એમનું મનોબળ અત્યંત મજબૂત હતું. તેઓએ જે કાર્ય હાથમાં લીધું તે પૂર્ણ કર્યું હતું. તેઓ એમનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેનને વર્ષીતપના પચ્ચકખાણ અપાવવા સાથે ગયા હતા અને પોતે પણ પચ્ચકખાણ લીધું હતું, કે જે થશે એ દાદાની કૃપાથી જોયુ જશે.
આ પ્રસંગે તેમણે જ્ઞાતિજનો તથા સ્નેહી સ્વજનોને પાલિતાણામાં ગિરિરાજનો અભિષેક કરવા લઈ જવા એવો વિચાર કરી આ પ્રસંગ હાથ લીધેલો; પણ પાછળથી જબરજસ્ત જાહેરાતને લઈને આ પ્રસંગે મોટું સ્વરૂપ લીધું હતું અને તે પૂર્ણ કરવા તેમના કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ પણ સાથે જોડાયા હતા.
એમનાં માતુશ્રી પદ્માવતીબેનની સ્વર્ગતિથિને દીપાવવા પોષ શુ. ૬, તા. ૨૩-૧૨-૧૯૯૦ના દિવસે જીવનના શણગારરૂપ ભવ્યાતિભવ્ય શત્રુંજય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઉજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org