SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1047
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન કર્મભૂમિ ધર્મભૂમિનું બીજ બની અને અનેક ધર્મકાર્યોરૂપ ફળની ભેટ ધરી. શ્રી સિકંદ્રાબાદ જૈન સંઘની સ્થાપનાના પાયાના કર્મઠ કાર્યકર્તા બની, શિખરબંધી જિનાલયના નિર્માણમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી સંઘના મંત્રી બન્યા. આજે ૨૭ વર્ષથી શ્રીસંઘના પ્રમુખ તરીકે સરાહનીય કર્તવ્ય બજાવી રહ્યા છે. સિકંદ્રાબાદથી શિખરજીના ૧૯૧ દિવસના અને કલકત્તાથી પાલીતાણાના ૨૧૦ દિવસના છ'રીપાલિત સંઘયાત્રાના સંયોજક-સંચાલક બની સાહસપૂર્ણ કાર્યમાં પોતાની આગવી સૂઝ, સજ્જનતા અને પ્રભુશાસનના પ્રેમે ખૂબ જ સફળતા મેળવી છે, જે જોઈને અનેક નવયુવાનોએ જીવનમાં અદમ્ય પ્રેરણા અને ઉત્સાહ મેળવ્યાં છે. તે સમયે અમદાવાદમાં હઠીભાઈની વાડીમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ હજારોની મેદની સમક્ષ તેમને યાત્રાસંઘના યશસ્વી સંચાલક તરીકે બિરદાવી રાજનગર સંઘ વતી સાફો પહેરાવી સન્માનિત કર્યા. બંને યાત્રાસંઘનો અનુભવ તેમના જીવનમાં અનેક મહાન કાર્યોનો જનક બન્યો--ઉત્સાહને અભિવર્ધિત કરનાર બન્યો. ત્યારબાદ તો વ્યવહારિક ક્ષેત્રે ધંધામાં કેટલીય ચડતી-પડતીની વચ્ચે તેમની ધર્મશ્રદ્ધા વધુ ને વધુ અટલ-અડગ બનતી જ રહી. પરિણામે છેલ્લાં ૧૫ વર્ષથી માત્ર વેપારમાં જ રસ ન ધરાવતા વિશેષતયા ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક કાર્યોની સંસ્થામાં સેવા આપી તન-મન-ધનથી જીવનને સફળ બનાવી રહ્યા છે. પિતાતુલ્ય પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની કૃપાએ તથા બંધુતુલ્ય પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓ જીર્ણોદ્વાર આદિ ધર્મકાર્યોમાં પોતાનો સક્રિય ફાળો આપી રહ્યા છે. ગુરુવર લબ્ધિનો ગુણાનુરાગ સુપ્રસિદ્ધ છે. લબ્ધિસમુદાય રત્નોને પેદા કરી શાસનકાર્યોમાં સમર્પિત કરે છે. માટે જ રાજેન્દ્રભાઈએ પૂ. આ.દે. વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. તેમ જ પૂ. આ.દે. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. આદિ સૂરિભગવંતો, મુનિભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. જીર્ણોદ્ધાર ક્ષેત્રે હસ્તગિરિના કાર્ય માટે ત્યાના કાર્યકર્તાઓ સાથે હૈદ્રાબાદ, કલકત્તા, મદ્રાસ આદિ સ્થળોએ સાથે ફરી મોટી રકમો અપાવી છે. પૂ. આ.ભ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની. નિશ્રામાં વ્યાખ્યાનમાં સંઘને પ્રેરણા કરી બે દિવસમાં ૩૨ લાખ જેટલી માતબર રકમનો ફાળો કરાવી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ શંખેશ્વર પેઢીના પ્રમુખ સાથે ઘનિષ્ટ ધર્મસંબંધ, કુલ્યાકજી તીર્થના જીર્ણોદ્ધારમાં માતબર રકમની દ્રવ્ય સહાયના નિમિત્ત બન્યા છે. આજે કુલ્પાકજી તીર્થના ટ્રસ્ટી તરીકે સેવા સમર્પિત કરી રહ્યા છે. બનારસ તીર્થના જીર્ણોદ્ધારમાં ભારતના અનેક દાનવીરોને સાથે રાખીને કરોડો રૂ.ના કાર્યની જવાબદારી સાથે તન, મન, ધનથી કાર્યને આગળ વધારી ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં જમાલપુરના ૪૦૦ વર્ષના પ્રાચીન ગોડી પાર્શ્વતીર્થના જીર્ણોદ્વારમાં પ્રેરણારૂપ સાથે તીર્થના નૂતન જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી બની ઉત્સાહપૂર્ણ સાથ આપી રહ્યા છે. ભરૂચ તીર્થના જીર્ણોદ્વાર તીર્થ વિકાસ સમિતિના મંત્રી છે. આ ઉપરાંત અનેક જિનાલયો તથા ઉપાશ્રયોના ખાતમુહૂર્ત, શિલાન્યાસ આદિનો લાભ મેળવ્યો છે. આનાથી પણ અધિક પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ની આજ્ઞાથી અંતરીક્ષજી તીર્થના ક્રિમીનલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy