________________
અભિવાદન ગ્રંથ |
[ ૯૯૯
૧૭ કેસોને રમતમાં પતાવી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.
પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.ના સાંનિધ્યમાં પૂ. આ.દે. રાજયશસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન મુજબ પૂ. સાધ્વીશ્રી વાચંયમાશ્રીજી (બેનમહારાજ)એ તૈયાર કરાવેલ ભવ્ય પૂજનો અમેરિકાના મુખ્ય જૈન સેન્ટરોમાં ભણાવી અનેક આત્માઓને ભક્તિમાં તરબોળ કરી રહ્યા છે. સાથે ઈગ્લીશમાં સમજાવી માંસાહાર, દારૂ આદિનો સ્થાનિક જનતામાં ત્યાગ કરાવી પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંની જનતાના ધર્મભાવની વૃદ્ધિ માટે ત્યાંના સ્થાનિક સંઘને શિખરબંધ દેરાસર બનાવવાની ઓફર આપી છે. આવી ભવ્ય ભાવનાઓ તેમની ધર્મનિષ્ઠાના દર્શન કરાવે છે.
તપયોગમાં પણ યથાશક્તિ વીર્ય ફોરવ્યું છે. બે વર્ષીતપ, ૧૭) એકાસણાં, વર્ધમાનતપનો પાયો, લાગલગાટ બે વર્ષ બિયાસણા આદિ તપ કરેલ છે. તેમનાં સુશીલ ધર્મપત્ની મનોરમાબેનનો સંપૂર્ણ સહકાર તેમને યશસ્વી બનાવવામાં સહાયક છે. તેઓ હંમેશાં સાથે જ હોય છે. - પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજની પીઠિકાની પૂર્ણાહુતિ સમયે મદ્રાસમાં ૪૫ વર્ષની ઉંમરેથી આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ છે. સ્વયંના ગૃહમંદિરમાં નિત્ય અપ્રકારી પૂજા, પાર્શ્વપદ્માવતી પૂજન, લઘુભક્તામર પૂજન આદિ અનુષ્ઠાન કરે છે. આવી ધાર્મિક વૃત્તિ-પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ ગુજરાતી સ્કુલના જી. એસ.એમ. એજ્યુકેશન બોર્ડના ચેરમેન પદે કાર્ય કરી રહ્યા છે.
બાલ્યકાળથી જ પરોપકારવૃત્તિ રગરગમાં વણાઈ ગઈ છે. તેઓ દાન, શીલ, તપ, ભાવરૂપ ચાર ધર્મને પાળતા, વીતરાગ પરમાત્માની ભક્તિ કરતા મુક્તિપદ પ્રાપ્ત કરે એવી શુભ ભાવના સાથે શાસનદેવને પ્રાર્થના...
(સંકલનકર્તા શ્રી બાબુલાલ ખાંતીભાઈ સીકંદ્રાબાદ)
શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી
આજથી ત્રીશ વર્ષ પહેલાં શ્રી રાજેન્દ્રભાઈએ પોતાના લઘુ-બંધુઓ | શ્રી દિલીપભાઈ તથા શ્રી શિરીષભાઈના સહયોગથી-સહકારથી
વ્યવસાય શરૂ કર્યો અને “ઓટોક્લીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા” નામક | ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. ઔદ્યોગિક એકમની શરૂઆતમાં મોટી મૂડી ન હતી, પણ ટેકનીકલ કાર્યદક્ષતા અને સાહસિકપૂર્ણતાની જ મૂડી હતી. કોઈ મશીનરી કે ફેકટરીનું નામનિશાન જ નહિ, પરંતુ જુદા જુદા ભાગોના સબ-કોન્ટ્રાક્ટ કરી તેઓ એમના ઘરમાં એસેમ્બલ કરી
| આપતા. પ્રથમ વર્ષે સારું ટર્ન ઓવર કરવામાં સફળ થતાં. ૨૫૦ ચો. શ્રી રાજેન્દ્રભાઈ તેરી |ફીટની જગ્યામાં થોડાં લેટ્સ, ગ્રાઇન્ડર્સ, ડિલ્સ અને એ. પેઈન્ટિંગ
યુનિટની જરૂરી મશીનરી ભેગી કરી શક્યા. ૧૯૭૨માં બીજી ૨૫૦ ચો. ફીટ જગ્યા અને ૧૯૭૩ના મે માસ સુધીમાં પાંચ હજાર ફીટની જગ્યા પર સાચા અર્થમાં “ઓટોક્લીલ એકમનો કાર્યારંભ થયો અને શ્રી રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા આ એકમે ક્રમશઃ ધારી સફળતા મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org