SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ ૧000 ] [ જૈન પ્રતિભાદર્શન આજે સમર્થ સાધનસામગ્રી ધરાવતો “ઓટોકલીન” એકમ દરેક જરૂરિયાતને સરળતાથી પહોંચી વળે છે અને સાથે સાથે આયાત થતાં સાધનોની બરોબરીનાં ઘણાં સાધનો ઉત્પન્ન કર્યા છે અને તે દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે. “ઓટોક્લીન' દ્વારા છેલ્લાં ત્રીસ વર્ષમાં 100 વર્ષનું કાર્ય સિદ્ધ કરી બતાવીને શ્રી રાજેન્દ્રભાઈ અને તેમના બંધુઓએ વિક્રમ સજર્યો છે. એટલું જ નહીં, ઘણાં ક્ષેત્રોમાં પ્રથમતા”નું ગૌરવ પણ સર્યુ છે. તેઓશ્રીએ ઉદ્યોગ આલમમાં સુકીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. શ્રી રાજેન્દ્રભાઈ મેસર્સ ઝવેરી એન્ટરપ્રાઇઝ' કે જે મેસર્સ ઓટોક્લીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા ઉપરાંત વિદેશોનાં દસબાર વ્યવસાયગૃહોની વિતરણવ્યવસ્થા સંભાળે છે, તેના ભાગીદાર છે. વ્યવસાયવૃદ્ધિની સાથોસાથ શ્રી રાજેન્દ્રભાઈની સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેઓશ્રી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી છે. શેઠ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજ્યુકેશન ફંડના ટ્રસ્ટી તરીકે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય–વડોદરા તથા શ્રી સુરત જૈન ધાર્મિક શિક્ષણ સંધના પેટ્રન તરીકે તથા બોમ્બે એસ્ટ્રોલોજીકલ સોસાયટીના આજીવન સભ્ય તરીકે છે. લાયન્સ કલબ ઓફ જુહુના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત જૈન શ્વેતાંબર કોન્ફરન્સના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોયસનેસના લાઇફ પેટ્રન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાનાં વિશાળ અનુભવ અને કાર્યનિષ્ઠાથી શ્રી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ( શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી ) - શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીનો જન્મ સને ૧૯૨૯માં, સુરત શહેરમાં, વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન ગણાતા પરિવારમાં ચંદ્રાવતીન્હનની કુક્ષીએ થયો હતો. માતુશ્રી ચંદ્રવતીબહેન બિમાર પડતાં સાત વર્ષની ઉમ્મરે શાંતિભાઈનો ઉછેર મામા મોહનલાલ સાકરચંદને ત્યાં થયો નાનીમા રૂક્ષ્મણીબહેને તથા મામી પ્રભાવતીબહેને ધર્મના સંસ્કારોનું સીંચન કર્યું. ધંધાની તક મામાના વડપણ નીચે મુંબઈમાં સાંપડી, માતૃભૂમિ સુરત પણ કર્મભૂમિ મુંબઈને બનાવી પ્રારબ્ધ અને પુરુષાર્થથી શૂન્યમાંથી સર્જન શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી] કર્યું પ્રગતિની વણથંભી કુચ શેરબજારના વ્યાપારમાં જારી રાખી. પિતાશ્રીના આશીર્વાદ અને મામાના વાત્સલ્યની નાનપણથી શાંતિભાઈને હુંફ હતી. ભયંકર માંદગીના બિછાને હતા ત્યારે પોતાની જ માતૃભૂમિના વતની પ.પૂ. ગુરુદેવશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.નો સત્સંગ થયો. ધર્મનું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા જાગી અને પ.પૂ. ગુરુદેવના આશીર્વાદથી જિંદગી નવપલ્લવિત થઈ. ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પુત્રી નલિનીબૅન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને સંસ્કારી નલિનીબ્દનના આગમનથી ગૃહ-આંગણું દીપી ઊઠ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy