SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1050
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૦૧ પૂ. સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગ અને સાધુ સંતોના પગલાંથી પરિવાર વધુ ધર્માનુરાગી બન્યો, કલ્યાણમિત્ર શ્રી રજનીકાન્ત મોહનલાલ ઝવેરી (દવડી)ના આગ્રહથી બાબુલનાથના પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનનાં માતા પિતા બન્યાં અને ધર્મના રંગે વધુ રંગાયાં. જ્ઞાતિજનોને નવાણુ યાત્રા બધી જ સુવિધા સાથે કરાવી. અશકતો માટે ડોળી યાત્રિકો માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી, જરૂર હોય ત્યાં વાહન વગેરેની સુવિધા ખાસ કરી. સને ૧૯૮૮માં મહાતીર્થ શત્રુંજયમાં આદીશ્વરદાદાના અભિષેક કરાવ્યા. એ દુકાળિયા વર્ષમાં અભિષેક સાથે જ વરસાદની રેલમછેલ થઈ હતી. સેંકડો વર્ષ પછી તા. ૨૩-૧૨-૯૦ મહા શુદના શત્રુંજય ગિરિરાજના છ ગાઉની પ્રદક્ષિણા સાથે મહાઅભિષેક કરાવ્યા તે ઐતિહાસિક પ્રસંગ જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. જેમાં ૩૬ પૂ. આચાર્યશ્રીઓ તથા આશરે 8000 પૂ. સાધુ-સાધ્વીજીઓની હાજરી સાથે આશરે એક લાખ યાત્રિકો ભાવિકો ઉમટયા હતા. વર્ધમાન સંસ્કૃતિધામના ૧OOO સ્વયં સેવકો, ૮૦૦ જ્ઞાતિજનો અને પ00 માનવંતા મહેમાનોને ખાસ નિમંત્રણ આપેલ અને બધી જ સુવિધા કરેલ. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને ખાસ વિનંતિ કરી બધી જ વિહારની વ્યવસ્થા કરેલ. આટલી મોટી સંખ્યામાં પૂ. આચાર્યો, પૂ. સાધુ પૂ. સાધ્વીજીઓ પ્રથમ વખત સિદ્ધક્ષેત્રમાં પધારેલ. અભિષેકની તેમજ અભિષેક કરાવનારાની યાદગીરીમાં પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સહ્યોગથી તલેટી રોડને “રજની-શાંતિ માર્ગ નામ આપવામાં આવેલ. પાલીતાણા ગિરિરાજની તલેટી ઉપર ૧૦૮ સમોવસરણના ભવ્ય જિનાલયની અંજનશલાકાપ્રતિષ્ઠાનો મહોત્સવ દેદીપ્યમાન રીતે પ. પૂ. આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિ આચાર્યો–પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં ઉજવાયો ત્યારે ઈન્દ્ર-ઈદ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો અને મૂળનાયકની બાજુમાં અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો સમગ્ર પરિવારે લાભ લીધો. પૂ. પિતાશ્રી, પૂ. મામા મોહનલાલ સાકરચંદ તથા પૂ. નાનીમા રૂક્ષ્મણીબહેનની પ્રબળ ઇચ્છાથી મુંબઈ-પાલમાં ગૃહ-આંગણે જે ઘર-દહેરાસર હતું તેને બદલે બંગલામાં જ બાજુમાં સ્વદ્રવ્યથી સંગેમરમરનું ભવ્ય દહેરાસર, શિખરબંધી બનાવરાવી, ધામધુમથી અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરોક્ત પ.પુ. બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ મહા શ. ૬ના ઉજવ્યો. દરરોજ પૂજાદર્શને ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. અને જિનાલય હાઈવે ઉપર હોવાથી કોલેજ જતાં યુવકયુવતીઓ પણ મોટી સંખ્યામાં નિત્ય દર્શનાર્થે આવે છે. ગૃહ-આંગણે દેરાસર હોવાથી સમગ્ર પરિવાર દરરોજ પૂજા કરી જીવન ધન્ય બનાવે છે. વિહારમાં વિચારતાં પૂ. આચાર્યો, પૂ. સાધુ સાધ્વીજી મહારાજો પણ દર્શનાર્થે પધારી ગૃહમાં પગલાં કરે છે, તેથી વૈયાવચ્ચ-ભક્તિનો સારો લાભ મળે છે. પૂ. પિતાશ્રી તથા પૂ. મામાશ્રીનું સ્વપ્ન હતું કે સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં અનુકૂળતાએ પણ ભવ્ય રીતે ચતુર્માસ કરાવવું અને દરેક પ્રકારની સંપૂર્ણ સુવિધા કરવી. તે મુજબ સંવત ૨૦૫૧માં શત્રુંજયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy