SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1051
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન શિતળ છાંયડીમાં પન્ના-રૂપા તથા તખતગઢ ધર્મશાળામાં આશરે ૪૫૦ ઉપરાંત તથા ભાવિકોને પ. પૂ. ગુરૂદેવ અશોકચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. સોમચંદ્રસૂરિજી ત્યારે પંન્યાસજી હતા. (ની નિશ્રામાં, પ.પૂ. આ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી ભવ્યાતિભવ્ય ચતુર્માસ કરાવ્યું અને ૧૫૦ પૂ. સાધુ-સાધ્વીજી મ.ની ભક્તિનો લાભ લીધો, જેમાં ૭૫ જોગવાળા પૂજ્યશ્રીઓ હતા. ચાતુર્માસમાં ધાર્મિક સાથે માનવતાનાં કાર્યો પણ યાદ કરી પાલીતાણામાં જયપુર ફુટ કેમ્પ, નિદાન કેમ્પ, વગેરે કરેલ અને આ અનુસંધાને ભાવનગરમાં પોલીયો ઓપરેશન કેમ્પ અને હૃદયરોગનો નિદાન કેમ્પ મુંબઈના નિષ્ણાત ડોકટરોને બોલાવી કરેલ. જરૂરિયાતવાળા દર્દીઓને મુંબઈ બોલાવી આર્થિક સહાય પણ કરેલ. પાલીતાણામાં ચાતુર્માસ પ્રસંગે પૂ. આચાર્યશ્રી અશોકચંદસૂરીશ્વરજીના સદ્ઉપદેશથી પાલીતાણાથી જુનાગઢ (શત્રુંજયથી ગીરનાર) સુધીના ટૂંકા રસ્તે વિહારધામોની વ્યવસ્થા ન હોય તેવા સ્થળોએ પંદર ઉપાશ્રયો-પોતે-પોતાના સગા સ્નેહીજનો-મિત્રોમાંથી સૌરાષ્ટ્ર વિહારધામ સમિતિ દ્વારા બનાવરાવ્યા. શત્રુંજય-ગીરના૨-કદમ્બગીરી, પર્વતો ઉપર કલ્યાણમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં મોટી સખ્યામાં નવા ધજાદંડો ચઢાવ્યા. સેસાવન, ગીરનાર, કુલ્પાકજી, કદમ્બગીરી તીર્થસ્થાનોમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો. મેરૂધામ સ્મારક સાબરમતી અમીયાપુરમાં તૈયાર થઈ રહેલા ભવ્ય દેરાસરમાં ૮૧ ઇંચના આદિનાથ ભગવાન આ. પૂ. મેરૂપ્રભસૂરિશ્વરજીના આશીર્વાદથી-પ.પૂ. આ. દેવસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જીનદાસ ધરમદાસ પેઢીના સહકારથી પ્રાપ્ત થયા તેને બિરાજમાન કરાવવાનો લાભ પણ પ્રાપ્ત થશે. સુરતમાં પૂ. પં.શ્રી સોમચંદ્રવિજયજી ગણિની આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિનો તેમ જ ભક્તગણ સાથે વિશિષ્ટ સ્વામિવાત્સલ્યનો અને ગાઢ મિત્ર વજુભાઈ બારિયા સાથે તબીબી સારવારના વિવિધ કેમ્પો યોજી માનવસેવાનો સ્તુત્ય લાભ લીધો હતો. એ જ રીતે તેઓશ્રી તીર્થાદિ અનેક સ્થળોએ પ્રતિષ્ઠા, ઉપાશ્રયાદિ ધર્મકાર્યોમાં ઉદાર દિલે સ્વલક્ષ્મીનો સદ્ભય કરતા આવ્યા છે. જેમ તે--શત્રુંજયની તલેટી ઉપર સમોવસરણ જિનપ્રાસાદે, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિ તીર્થે, ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થે, વડોદરામાં પ્રતાપનગરના જિનાલયે, ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કુંડલપુર તીર્થે તથા પૂના-કાત્રજ આદિ અનેક તીર્થસ્થળોમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. હસ્તિનાપુર તીર્થમાં જંગી ખર્ચે નિર્માણ થનાર અષ્ટાપદજી મંદિરનું સજોડે શિલારોપણ કરવાપૂર્વક અહીં ભગવાન શાંતિનાથજીની પ્રતિમા બિરાજમાન કરવાનો આદેશ પણ પ્રાપ્ત કર્યો છે. પ. પૂ. આચાર્ય શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી પાલીતાણા તલેટી પાસે બનતાં શ્રમણીવિહારમાં પૂ. નાનીમાં રૂક્ષ્મણીબાનું ઋણ અદા કરવા તેમના નામે સારૂ યોગદાન આપ્યું છે. સંસ્કારી પુત્ર હરેશભાઈએ ધંધામાં પ્રગતિ કરી શેરબજારના વ્યાપારીઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ધંધાનો વિકાસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પ્રસરાવેલ છે. પુત્રીઓ શીલા તથા પ્રીતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy