________________
૭૬૨ ]
છે જેને પ્રતિભાદર્શન
==
[ લઈને તેમણે મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાઘામ બનાવ્યું. અનેક અભ્યાસીઓને તથા અનેકાનેક | મુનિ મહાત્માઓને તેમણે પોતાની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવીને તૈયાર કર્યા છે. - આર્ય સંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસંસ્કૃતિ (જન સંસ્કૃતિ-જૈન શાસન)ના તેઓ માર્મિક, કુશળ, ઊંડા અને સૂક્ષ્મ જાણકાર અને વિવેચક હતા. એમના અનેક ગ્રંથોમાં “કરેમિભૂતે” અને !
પંચ પ્રતિક્રમણ”નો હજાર પાનાનો ગ્રંથ અદભૂત જ્ઞાનનો ખજાનો છે. રાજકીય, રાષ્ટ્રીય અને નૈતિક પ્રકરણો સાથે છેલ્લાં પાંચસો વરસમાં આર્ય દેશની ભવ્ય સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરવા માટે રચાયેલા પત્રોનો હૂબહૂ ચિતાર તેમણે ૬૫ વરસ પહેલાં આલેખેલ છે, જે આજે ભારત વર્ષની પ્રજા પ્રત્યક્ષ અનુભવી રહેલ છે.
તે ઉપરાંત “તત્ત્વાર્થસૂત્ર' જેવા મહાન તાત્ત્વિક ગ્રંથ ઉપર પણ તેમણે વિશદ્ વિવેચન અને પ્રાસંગિક લાલબત્તી ધરવામાં કમાલ કરી છે. ૧૮ વરસ સુધી ચાલેલાં તેમનાં માસિક ““હિત-મિત-પથ્યસત્યમ્'માં છપાયેલા અનેક લેખો અને તે સિવાય અન્ય પાંચ હજાર જેટલા અપ્રગટ લેખો વર્તમાન સંજોગોમાં આપણે માટે માર્ગદર્શક બની રહ્યા છે. આયુર્વેદના પણ તેઓ કુશળ જ્ઞાતા હતા. આવા શાસન સમર્પિત શ્રાવકરત્નને ભાવપૂર્વક પ્રણામ સાથે વિરામ...
જામનગરના ફુલચંદભાઈ તંબોલી ) મૂળ જામનગરના વતની જ્ઞાતિએ વીસા શ્રીમાળી. પૂર્વની પુજાઈ જોરદાર. એમનું પૂરું નામ તો ફુલચંદભાઈ પુરુષોતમભાઈ તંબોલી. જૈનશાસનના શિરતાજ એવા પૂ. આ. વિ. રામચંદ્રસૂરિશ્વરજી મા. સા.ને એમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલાં પોતાના જીવનમાં એમણે કેટકેટલાં સુકૃતો કરીને લક્ષ્મીનો સદ્વ્યય કર્યો એનો તો કોઈ હિસાબ જ કરી શકાય તેમ નથી. આજથી લગભગ એંશી વરસ પહેલાંના તે વખતના કરોડપતિમાં જેમની ગણના થતી હતી; એવા એમના ઘરે જે કોઈ પણ આશા ધરીને ગયો હોય તે કદી પણ ખાલી હાથે પાછો ફરેલ નથી. એમને ત્યાં કામ કરનારાં એમનાં માણસોઘોડાગાડીવાળાઓ વિગેરે પણ સોનાના ઘરેણાં પહેરતાં થઈ ગયેલાં.
એમના દાનની ગંગોત્રીમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, હિંદુઓ તો ઠીક, પરંતુ મુસલમાનો પણ એમનાં દાનની ગંગોત્રીમાં પાવન થતાં અને એમની આપણે માની ન શકીએ એવી અદબ જાળવતા.
એમનો એક પ્રસંગ :---કર્મના ફળ મુજબ જીવનમાં ચડતી-પડતી તો દરેકના જીવનમાં આવે જ છે. એવા જ એક નબળાં અવસરમાં જે વખતે આર્થિક મુશ્કેલી હતી તે વખતે દુરદુરના એક સંઘન કાર્યકર્તાઓ એમની પાસે દાન માટે આવ્યાં. ભગવાન જિનેશ્વરદેવનું મંદિર-ઉપાશ્રય આદિનું આયોજન હતું. આવનાર લોકોને ઘરમાં પેસતાં જ પરિસ્થિતિનો હેજ અણસાર આવી ગયેલ. એટલે તેઓ વાત કરતાં અચકાતા હતા. પરંતુ ભાઈના આગ્રહથી તેઓએ પોતાની રજુઆત કરી. તે સાંભળીને તેમણે કહ્યું કે--‘તમો મોડાં પડ્યાં, છ મહીના પહેલાં આવ્યા હોત તો તમારું કામ થઈ જાત.” એવામાં ટપાલી રજીકવર લઈને આવ્યો. તે કવર લીધું, તે જોતાં જ તેઓ સમજી ગયા કે જે રકમ આવવાની કોઈ સંભાવના
ન હતી તેનો ચેક આવ્યો લાગે છે. એટલે તે કવર ખોલતા પહેલાં જ તેમણે મહાનુભાવોને જણાવ્યું કે [ આમાંથી જો ચેક નીકળશે તો તે જેટલા રૂ. નો હોય એ બધું જ તમોને દાનમાં. તે પછી તેમણે તે કવર ,
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org