SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ' ખોલ્યું તો તેમાં રૂ. ૧૭ હજારનો ચેક હતો. પોતાની આવી કટોકટીમાં પણ તેમણે ચઢતા પરિણામે ઉલ્લાસથી તેનું દાન કરી દીધું. જોકે એમનાં જીવનમાં થોડા જ સમયમાં વળતાં પાણી થઈ ગયાં અને પાછી જાહોજલાલી આવી ગઈ. છેલ્લે એમનો સ્વર્ગવાસ થયાં પછી એમની સ્મશાનયાત્રા પણ એવી જ (મુબે નીકળી હતી. એમનાં પુત્ર-પરિવારને પણ એમના સ્વર્ગવાસ પછે જ પોતાના પિતાજીનું જીવન શું હતું? એની વાસ્તવિક ખબર કેટલાંય વરસો પછી પડી હતી. - જિનભક્તિ અને ગુરુભક્તિથી ઓતપ્રોત, ભરપૂર સાધર્મિક ભક્તિ, કરૂણાભાવથી ભરપૂર અને દીન-દુખીયાના સાચા બેલી એવા આ નરપુંગવના સુકૃતોની હૈયાના ભાવથી આપણે પણ અનુમોદના કરીએ અને પાવન થઈએ. એ ગૌરવભર્યો ધર્મવારસો ભાવનગરમાં શ્રી મનમોહનભાઈએ જાળવી રાખ્યો છે. તેઓ જૈનસંઘ સહિત ભાવનગરની અનેક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહીને સુંદર સેવા આપી રહ્યાં છે. ( પ્રજ્ઞાચક્ષુ પંડિતપ્રવર પુખરાજજી સાહેબ ) મૂળ રાજસ્થાનના વતની; અભ્યાસ અર્થે મહેસાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળમાં દાખલ થયા. અભ્યાસ પૂરો કરીને ત્યાં જ શિક્ષક તરીકે જોડાઈ ગયાં. એમની આવડત અને લગની જોઈને તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સંસ્થાએ એમને ગૃહપતિની જવાબદારી પણ સોંપી. જે એમણે પોતાના જીવનના અંત સુધી ખૂબ જ કુશળતાપૂર્વક નિભાવી. એમના હાથ નીચે ભણેલાં કોઈ કોઈ સાધુ બન્યાં તો કોઈ વળી આચાર્ય પદ સુધી પણ પહોંચી ગયાં. કોઈ કોઈ વિદ્યાર્થીઓ પંડિત તરીકે અનેક જગ્યાએ સેવા આપી રહ્યાં છે; અને પૂજ્ય સાધુ-સાધ્વીઓને ભણાવી રહ્યાં છે. તેઓ પોતે પ્રકરણગ્રંથોમાં અને કર્મ સાહિત્યમાં ફક્ત વિદ્વાન જ નહિ પરંતુ નિષ્ણાંત પણ હતાં. ભલભલા અભ્યાસીઓની કમ્મપયડી જેવા ગહન વિષયમાં આંટીઘૂંટીવાળી શંકાઓનું સમાધાન કરી શકતાં. એનો એક જ દાખલો કર્મ સાહિત્યમાં શિરમોર એવા પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સાધુઓએ વિપુલ કર્મસાહિત્યની રચના કરી. એમાં કયાંય કચાશ ન રહી જાય કે ભૂલભાલ ન રહી જાય એ માટે પૂજ્યશ્રીએ મહેસાણામાં ખાસ બે મહિનાની સ્થિરતા કરીને તે વિશાળ કર્મ સાહિત્યનો ખૂબ જ ગહન અને આંટીઘૂંટીવાળો ભાગ એમને પોતાની સાથે બેસાડીને ચોક્સ કરાવ્યો હતો. . એક તો પોતે પ્રજ્ઞાચક્ષુ-એમાં વળી સંસ્થાનાં ગૃહપતિની જવાબદારી, અને તેની સાથે સાથે | કમ્મપયડી જેવા ગહન અને તાત્ત્વિક વિષયો ભણાવવાનાં. આ બધી જવાબદારીઓ એવી કુશળતાથી તેમણે નિભાવી છે કે આપણે તો વિચાર કરતાં જ રહી જઈએ. જ્ઞાનપૂજા અને ચારિત્રપૂજા અખંડ બ્રહ્મચર્યધારક એવા એમના આત્મિક-સાત્ત્વિક ગુણોની ભાવભરી અનુમોદના. ( સુરતના શ્રાવક સંગીતરત્ન મોહનભાઈ ) વિ. સં. ૧૯૯૦નો સમય. સ્થળ કલકત્તા કેનીંગ સ્ટ્રીટનું દહેરાસર, આ લખનાર તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy