SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે ગૃહસ્થપણામાં. ત્યાં સંગીત મંડળ ચાલતું એનો સભ્ય પણ ખરો. તે વખતે નવપદજીની આરાધના માટે સામુદાયિક ઓળીનું મોટા પાયા ઉપર આયોજન થયેલું. નિશ્રા પણ પૂ. દાદા ગુરુદેવ આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની. એ વખતે પહેલી જ વાર મોહનભાઈને ત્યાં પૂજા ભણાવતાં જોયા, સાંભળ્યા અને કોઈ અનેરા આનંદનો અનુભવ કર્યો. પોતાને આયંબિલની ઓળી ચાલુ હોય અને પાંચ-પાંચ કલાક સુધી શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણીથી પ્રભુ ભક્તિમાં મસ્ત બનીને પોતે ડોલતા જાય અને સાથે સૌને ડોલાવતા જાય. બધાંને ભક્તિરસમાં એવાં તો તરબોળ કરી દે, કે-કલાકો ક્યાં વીતી જાય એની આપણને પણ ખબર ન પડે. તે પછી જ પોતે આયંબિલ કરવા બેસે. હાથમાં તો ફક્ત ખંજરી જ હોય અને સાંજીદાઓનો સાથ હોય, પોતે ખંજરી વગાડતાં જાય અને જુદાજુદા શાસ્ત્રીય રાગોમાં પૂજાઓ ભણાવતા જાય. એમ છતાંય સાંભળનારને જરા ય કંટાળો ન આવે એવી એમની સંગીતમાં નિપુણતા હતી. પોતે સંગીતમાં પારંગત હોવા છતાં જરા પણ અભિમાન નહિં. સાદાઈ અને નમ્રતાની મૂર્તિ. સુપ્રસિદ્ધ સંગીતકાર હીરાલાલભાઈ ઠાકુરના તેઓ સંગીતના વિષયમાં ગુરુ થાય. એમની પાસે બીજાઓએ પણ સંગીતકળાનો અભ્યાસ કર્યો છે. એમના પરિવારમાં એમનો થોડો થોડો વારસો સચવાયો છે. એમણે જીવનમાં સંગીતને આજીવિકાનું સાધન બનાવ્યું ન હતું. એ એમની વિશિષ્ટતા હતી. પ્રાસંગિક આપણે ત્યાં પૂજાઓ જે વખતે રચાયેલી તે વખતની તેની મૂળભૂત દેશીઓનું જ્ઞાન હવે લગભગ વીસરાઈ ગયું છે. વર્તમાન કાળમાં મોટે ભાગે સંગીતકારો તાણી-તૂણીને પૂજાની ઢાળો પૂરી કરે છે. આવી પરિસ્થિતિમાં અસલ રાગ-દેશી વિગેરેમાં વારસો જળવાઈ રહે તે માટે કંઈક થવું જ જોઈએ, એવી હિત ચિંતકોની ભાવના હતી. આપણા આ મોહનભાઈને અસલ દેશીઓનું અદભુત જ્ઞાન હતું. એમની પાસેથી એમના શિષ્ય ઠાકોર હીરાલાલભાઈમાં એનો વારસો આવ્યો. એમના જીવનકાળ દરમ્યાન એમની પાસેથી સંગીતનો આ વારસો ઝીલે એવું કોઈ તેમને ન મળ્યું. છેવટે ખંભાતના વતની પરંત વર્ષોથી ધંધાર્થે કલકત્તા વસતા બંસીલાલભાઈ કાપડીયા, ખંભાતને જ ભાણાભાઈ અને રમણભાઈ શ્રોફના તન-મન-ધનના સહકારથી મૂળભૂત અસલ રાગ-દેશીમાં હીરાલાલભાઈ ઠાકોરના કંઠથી ગવાયેલ દરેક પૂજાની કેસેટો ઉતારવામાં આવી છે, જે આજે ઉપલબ્ધ છે. આવા ઉત્તમ આત્માઓના પાવન જીવનની અને એમના ઉત્તમ કાર્યોની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ અને ભવપાર ઉતરીયે. SE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy