________________
અભિવાદન ગ્રંથ
[ ૭૬૫
'શાસન પ્રભાવના
વીરશાસનના અણનમ સેનાની, પરમ શાસનપ્રભાવક, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામચી જેન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે? પ્રભુ શ્રી વર્ધમાનસ્વામિની ૨૫મી નિર્વાણ શતાબ્દીમાં પ્રાદુર્ભાવ પામેલી, પાંગરેલી અને લબ્ધ પ્રતિષ્ઠિત બનેલી તે એક જાજરમાન પ્રતિભા-આચાર્યકુલગુરુ શ્રીમદ્ વિજય- રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ.
- ઘુરન્ધર ધર્માચાર્ય સંઘ સાર્વભૌમસૂરિ ચક્રચૂડામણિ આ સૂરિજીની તેજસ્વીની વાણી પર તો જાણે સાક્ષાત્ સરસ્વતી–ભગવતી પ્રસાદ વરસાવી રહ્યાં હતાં.
૧૨૧ જેટલા વિશાળ સંખ્યામાં શિષ્યોના અધિપતિપદે તેઓ બિરાજતા. તેમના હાથે શિષ્ય-પ્રશિષ્યો મળીને ૩૫૦થી વધુ મુનિઓએ અને ૫૦૦થી વધુ સાધ્વીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ પૂજયશ્રી પાસે દીક્ષા લીધી એ વર્તમાન સમયની એક આશ્ચર્યકારક ઘટના ગણી શકાય. આ પુણ્યાત્માનું પુણ્યશ્લોક નામ જૈનજગતમાં સુદીર્ઘકાળ સુધી ગુંજતું રહેશે. અનુકંપા જેવા વિષયો માટેય પોતાની પ્રેરકવાણી હંમેશાં વહાવતા. આ
- વિ. સં. ૧૯૬૯ થી ૨૦૪૭ સુધીના સમયમાં પૂજ્યશ્રીના ૭૯ જેટલા - ચાતુર્માસસ્થાનોમાં અને પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેમના પગલે પગલે
અંજનશલાકા, પ્રતિષ્ઠાઓ, દીક્ષા મહોત્સવો, વડી દીક્ષા, પદવી પ્રદાન, જિનમંદિરોની વર્ષગાંઠ, છ'રીપાલક યાત્રા સંઘો, તીર્થંકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી, ઉપધાન તપ આદિ દ્વારા પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખ અસંખ્ય અને ભવ્ય બની હતી.
. ૯૬ વર્ષની ઉમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાડ વદિ ૧૪ (તા. ૯-૮૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કાળધર્મ વખતે એક કરોડ કરતા અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે પૂજ્યશ્રીના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે.
અત્રે પૂજ્યશ્રીના સમુદાયમાંથી તેમના શિષ્યો, પ્રશિષ્યો પાસેથી તેમ જ અન્ય સમુદાયની જે કેટલીક શાસન પ્રભાવનાની સંકલિત માહિતી મળી છે તે અત્રે રજુ થાય છે. પૂજ્યશ્રીને કોટિ કોટિ ભાવભરી વંદના. .
--સંપાદક
(
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org