SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૬ ] L[ જૈન પ્રતિભાદર્શન પ. પૂ. આચાર્યપદનો ચિર-પર્યાય ધરાવનારા આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુસમ્પન શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી સંકલન : પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ હજારોના હૈયાના હાર અને સેંકડોના તારણહાર, શ્રી જૈનશાસનના શણગાર, આઠ આઠ દાયકાના શાસનપ્રભાવક, ચારિત્રના અપ્રતિમ અણગાર, શાસ્ત્ર અને સિદ્ધાંતનો જેના રોમેરોમમાં હતો રણકાર, શ્રી જૈનશાસનનું અજોડ નેતૃત્વ ધારણ કરી ૯૬ વર્ષની સમાધિભરી જીવનયાત્રા અને ૭૯ વર્ષની સંયમયાત્રાના મોક્ષમાર્ગસ્થ યાત્રિક, જિનશાસનશિરતાજ પ. પૂ. સ્વ. સુવિશાલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અનેકાનેક વિશિષ્ટ શક્તિઓથી ભરપૂર જીવનમાં તેઓશ્રીના બાલ્યવયના જીવનપ્રસંગોમાં વિશિષ્ટ યોગ્યતા, તર્કશક્તિ, બુદ્ધિશક્તિ, નિર્ણય શક્તિનો ભરપૂર ખજાનો ભર્યો હતો. ઘણખરા પ્રસંગો તેઓશ્રીના સ્વમુખે સાંભળેલા છે. તેઓશ્રીના ઉચ્ચ જીવનના પાયાને સમજવા જે ખૂબ યાદ રાખવા જેવા છે. આ મહાપુરુષના કુટુંબ વર્તુળની માહિતી પણ આ લેખને અનુરૂપ બની રહેશે. તેઓશ્રીનો જન્મ સંવત ૧૯૫ર તા. ૩-૩-૧૯૯૬ ફાગણ વદ ૪ મંગળવારે દહેવાણ મુકામે રાત્રે ૧૦-૪૨ મિનિટે મોસાળમાં થયો, જ્યારે વતન હતું પાદરા. પૂજ્યશ્રીનું સંસારી નામ :--ત્રિભુવન પિતાશ્રીના દાદાનું નામ :--માનચંદભાઈ પાનાચંદભાઈ પિતાશ્રીનું નામ :--છોટાલાલ રાયચંદભાઈ પિતાશ્રીના દાદીમા :--રતનબેન માતુશ્રીનું નામ :--સમરથબેન પિતાશ્રીના બેનનું નામ :--પરસનબેન દાદાનું નામ : રાયચંદભાઈ માનચંદભાઈ - ત્રિભુવનને ઉછેરનાર ત્રિભુવનના પિતાના દાદીમા રતનબેનની ત્રિભુવનને સાધુ બનાવવાની ભાવનાથી જે ફળ આવ્યું, તે ભાગ્યે જ કોઈના જીવનમાં બની શકે. ત્રિભુવન પણ વર્ષનો હતો, ત્યારથી તેને વહેલો ઉઠાડી, કટાસણા ઉપર બેસાડી રતનબા પોતે પ્રતિક્રમણ કરાવતાં. કટાસમા ઉપર સૂઈ જાય તો સૂઈ જવા દે, પરંતુ પ્રતિક્રમણ કરવા તો નિયમિતપણે બેસાડી દેતાં હતાં. કોઈ સાધુ મહારાજ ઘેર ગોચરી વહોરવા આવે, ત્યારે ત્રિભુવનને કહેતાં “તારે આમના જેવા થવાનું છે. મારે તને સાધુ બનાવવો છે.” બાળકે ત્રણ વર્ષની ઉંમરથી કદી રાત્રિભોજન કરેલું નથી. નવ વર્ષની ઉંમરથી સ્વયં પ્રતિક્રમણ કરતાં અને ઉકાળેલું પાણી પીતા હતા. - ત્રિભુવને ધાર્મિક અભ્યાસ કરવા સાથે ત્યાંના ભંડારમાં જેટલા પુસ્તકો હતાં, તે બધા પુસ્તકો વાંચ્યા હતાં. તે લગભગ ઉપાશ્રયમાં જ રહેતો. કોઈ સાધુ આવે તેમને ગામમાં ગોચરીએ લઈ જતો અને અન્ય કાળજી પણ રાખતો હતો. - ત્રિભુવનના દાદીમાના અંતરમાં શાસનરાગ અને મોહરાગ વચ્ચે યુદ્ધ ચાલતું. ભાવના એવી હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy