SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૬૭ કે ત્રિભુવન સાધુ બને, પણ મોહ એમ કહે કે, “મારી હયાતિ સુધી તો દીક્ષા ન લે તો સારું.” દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઘેબર ત્યાગનો અભિગ્રહ બાર વર્ષના ત્રિભુવને લીધેલ અને દાદીમાએ અપાવેલ, પરંતુ જ્યારે દીક્ષા લેવાની વાત આવે ત્યારે દાદીમા મોહવશ બનીને કહેતાં હતાં કે “દીકરા ! આ રસોડે ૧૫૦ માણસોના કુટુંબને જમતું મેં જોયું છે. આજે તારા એક ઉપર બધો આધાર છે. તારે દીક્ષા જરૂર લેવાની પણ મારા મરણ પછી લેજે.” કિશોર ત્રિભુવન તો દાદીમાને સમજાવતો કે આ સંસારમાં વૃદ્ધ વહેલાં જશે અને બાલ યુવાન મોડા જશે તેનો કોઈ ભરોસો નથી. માટે વિલંબ કરવામાં કોઈ સાર નથી. નવ વર્ષની ઉંમરે ત્રિભુવને ભાગી જઈને દીક્ષા લેવાની તૈયારી કરી હતી, પણ તેમાં સફળતા ન મળી અને સગાવહાલાનું બંધન કડક બનવા લાગ્યું. પાદરા ગામે દરાપરા ગામમાં પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. તથા તેમના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રેમવિજયજી મ.નું ચાતુર્માસ હતું. ત્યાં વારંવાર જવાના કારણે ત્રિભુવનને તેઓનો ગાઢ પરિચય થયો અને ગુણાનુરાગ દઢ બન્યો. સત્તર વર્ષનો ત્રિભુવન સંયમ સામ્રાજ્ય પામવા થનગની રહ્યો હતો. તેમાં આવા સહાયક ગુરુ મળ્યા. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર કરવાની યોજના વિચારાઈ. જંબુસર એ બ્રિટીશ સરહદમાં આવે. પૂ. ગુરુદેવની યોજના મુજબ આશીર્વાદ લઈ ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવે. કોઈ જોઈ જાય અને તેથી દીક્ષામાં વિઘ્ન આવે એવું ન બને માટે પાટિયા નીચે સૂઈ ગયો. સાંજના માસર રોડ પહોંચી પગપાળા ચાલી તે રાતના સાડા અગિયારે જંબુસર પહોંચ્યો. ઉપાશ્રયમાં જઈને મોટા મહારાજને વાત કરી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવા વિચાર્યું. ત્યાં ત્રિભુવનના દૂરના કાકી જોઈ ગયાં. એટલે ગંધારમાં આપવાનું નક્કી કર્યું. મુનિશ્રી મંગળવિજયજીએ હિંમત કરી અને મુનિશ્રી નયવિજયજી તથા મુનિશ્રી પ્રકાશવિજયજી સાથે ૧૯ માઈલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. પરિચિત શ્રાવક મારફત ઉપકરણો પહોંચી ગયા. દીક્ષાવિધિ શરૂ થઈ. મુંડન માટે હજામને આવતા વાર લાગી. મુનિશ્રી મંગળવિજયજીએ જાતે જ કાતરથી કેશ કાપવા શરૂ કર્યા. ત્યાં હજામ આવી પહોંચ્યો. પાંચ સાત જણાની હાજરી વચ્ચે દીક્ષા વિધિ થયો. સમાચાર પહોંચતાં સગાવહાલામાં ખળભળાટ થઈ ગયો. પરંતુ રતનબાની સાવચેતી ભરી દીર્ઘદૃષ્ટિને કારણે ધાર્યા મુજબનું વિઘ્ન આવ્યું નહિ. ઇતિહાસ પ્રસિદ્ધ સ્થાવરતીર્થસ્વરૂપ ગંધાર બંદર જાણે જંગમતીર્થનું ઉદ્ગમ સ્થાન બની ગયું. દીક્ષા વિધિ દરમ્યાન પવનના સૂસવાટા વચ્ચે હાલમ-ડોલમ થતાં દીવાઓ વચ્ચે દીક્ષાવિધિ પરિપૂર્ણ થતાં સુધી પવનના ઝપાટાને વશ થયા વિના રહસ્ય અને રોમાંચની ક્ષણો વચ્ચે દીવાની જ્યોત જલતી જ રહી. દીક્ષા ગુરુએ ઉદ્ગાર કાઢ્યો, “આ નૂતન દીક્ષિતના લક્ષણો મહાપ્રભાવકતાના છે. તેની સામે અનેક ઝંઝાવાતો જાગશે અને જાણે લાગશે કે હમણાં જ તેજ ક્ષીણ થઈ જશે પરંતુ આ દીવાઓની જેમ આનું ધર્મ તેજ અંત સુધી ઝળહળતું જ રહેશે.” કોઈ વ્યક્તિ જન્મથી જ મહાનું નથી હોતી, પણ તેની બુદ્ધિ, આવડત, ચતુરાઈ અને પુષ્પાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy