SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા સુરતના મૂળ વતની, જૈન કૂળમાં જન્મ, પ્રોફેસર તરીકે જુદી જુદી કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. સાથે સાથે પુના ભાંડારકર ઑરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સોંપવામાં આવેલી કામગીરીના અન્વયે લગભગ ૯ હજાર હસ્તલિખિત પ્રતોનાં વર્ણનાત્મક સૂચિપત્રો તૈયાર કર્યાં, જેમાંથી ૧૮ વોલ્યુમ છપાયાં છે અને બાકીનું અમુદ્રિત છે. એ જ રીતે એમણે જીવન દરમિયાન ૧૫૦૦ જેટલા સંશોધનાત્મક લેખો લખેલ છે, જેમાંથી ૭૫૦ જેટલા છપાયેલ છે અને બાકીના અમુદ્રિત છે; જે છપાયેલ છે તેની ‘હીરક સાહિત્ય વિહાર'માં નોંધ છે. તે ઉપરાંત નાનાં-મોટાં ૨૫ જેટલાં પુસ્તકો લખેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને સાથે જ અંગ્રેજીના પણ વિદ્વાન--આવો ત્રિવેણી સંગમ એમના જીવનમાં હતો. એમણે અનેક ગ્રન્થોનું સુંદર સંપાદન કર્યું છે. કેટલાયે ગ્રંથોમાં માહિતીસભર અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી છે. જીવતા-જાગતા સંદર્ભગ્રંથ જેવા હોવાથી દેશ-વિદેશના અનેક સ્કોલરો એમના સંપર્કમાં રહેતા અને જિજ્ઞાસાપૂર્તિ કરતા. નિવૃત્તિકાળ પછી પહેલાં સુરતમાં અને છેલ્લે મુંબઈ-વરલીમાં સ્થિર થયેલ. જીવનનો અંતિમ શ્વાસ પણ ત્યાં જ લીધો. એમની જ્ઞાનોપાસનાની ધુરંધર આચાર્યભગવંતોએ પણ ભાવભરી અનુમોદના કરી છે. આપણે પણ એમાં સાથ પૂરાવીએ... | ૭૬૧ કલકત્તાના બાબુ બદ્રીદાસજી અને સુમેરમલજી સુરાણા જગત્ શેઠનું બિરૂદ પામેલ અને સાત સાત પેઢી સુધી અઢળક સંપત્તિના સ્વામી એવા જગતશેઠ તથા કલકત્તાના રાયબહાદુર બાબુ બદ્રીદાસજી, જેમણે શીતલનાથ ભગવાનનું સુંદર કલાત્મક--બગીચો તથા તળાવ સહિતનું જિનમંદિર કલકત્તા માણેકતલ્લામાં બંધાવેલ છે, જે આજે બાબુ બદ્રીદાસજી ટેમ્પલ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત કલકત્તાના બાબુ સુમેરમલજી સુરાણા કે જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા, જ્ઞાનની ઉત્તમ આરાધના, અજબની કોઠાસૂઝ વગેરેના પ્રભાવે અનેકને ધર્મમાં જોડ્યા અને સ્થિર કર્યાં છે. પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ Jain Education International પંડિતજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થયેલા પંડિતપ્રવરશ્રી પ્રભુદાસભાઈનો જન્મ રાજકોટ પાસેના ખેઈડી ગામમાં વિ.સં. ૧૯૪૯ના માઘ માસમાં થયો હતો. જન્મ પછી થોડા જ સમયમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકોટના જાડેજા ઠાકોરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢિયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઊછેર ત્યાં જ થયો. ગામમાં જ ગુજરાતી ચાર ચોપડી સુધીનો અને અંગ્રેજી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. મહેસાણાની પાઠશાળામાં ધાર્મિક-સંસ્કૃત-પ્રાકૃત-કાવ્ય-ન્યાયવ્યાકરણ-સાહિત્ય આદિનો સારો એવો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૯૮૯માં મહેસાણા પાઠશાળામાં જ મેનેજર તરીકે જોડાયા. સાથે સાથે કર્મગ્રન્થ વગેરેના અને સંસ્કૃત વ્યાકરણના તેઓ પંડિત હતા. દિન-પ્રતિદિન અવિરત પરિશ્રમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy