SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ ] | જૈન પ્રતિભાદર્શન , છે. શાસ્ત્રોમાં કહ્યા મુજબના સાધુ-સાધ્વીઓ માટેના સાચા મા-બાપ જેવાં, એટલે જ ઉદારતાથી અને ભક્તિભાવપૂર્વક તેઓની વૈયાવચ્ચ-સેવા-ભક્તિ કરનાર, એવા આ ધર્મવીર પુરુષના ગુણોની ભાવસભર અનુમોદના. ( ખંભાતના રમણલાલ દલસુખભાઈ શ્રોફ ) આજાનબાહુ, પડછંદ કાયા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ધર્મચુસ્ત, દેઢ શ્રદ્ધાળુ, કણાભાવથી ભરપૂર હૈયું, ગર્ભશ્રીમંત, ખંભાતના વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ, શેઠ કુટુંબના નબીરા, તીર્થરક્ષા અને શાસનસેવાના કામમાં તન-મન-ધનથી અનુપમ સેવા આપનાર, એવા શ્રી રમણભાઈને લગભગ સૌ કોઈ ઓળખે. શિખરજી તીર્થનો કેસ, રતલામનો કેસ, અંતરીક્ષજીનો કેસ, બાલદીક્ષા પ્રતિબંધક બીલ, આવી રીતે જ્યારે જ્યારે શાસનનાં કે તીર્થરક્ષાનાં કાર્યો આવી પડ્યાં ત્યારે તેઓ હોંશભેર બાજી સંભાળી લે અને તે તે કામમાં સફળતાને વરે. જૈન સંઘ તરફથી એમને ગૌરવભેર જૈનરત્નનું બિરુદ આપવામાં આવેલ. પરિગ્રહ પરિમાણનો એમનો નિયમ તો આપણને અચંબો પમાડે તેવો. પોતાનો વસવાટ મુંબઈમાં હોવા છતાં ખંભાતમાં એમના તરફથી કાયમ માટે દરેક સમુદાયના સાધુ-સાધ્વીઓ માટે ભક્તિ અને બહુમાનપૂર્વક રસોડું ચાલુ. પોતાની સરળતા અને ખેલદિલીથી ભલભલાને પ્રભાવિત કરવાની અનેરી કુનેહ તથા પંચાઈ ધરાવનાર, પોતે સંગીતના જાણકાર, કંઠ પણ મધુર અને પોતે ભક્તિરસમાં ઝીલે તથા બીજાઓને પણ રસથી તરબોળ કરી દે. સંગીતકારોને અને સંગીતકળાને પ્રોત્સાહન આપનાર, ધર્મમાં લાખોનું દાન કરનાર, એવા આ મહાનુભાવ નરપુંગવની અંતરના ઉમળકાપૂર્વક અનુમોદના. ( ધર્મવીર શેઠ શ્રી વેણીચંદ સુરચંદ શાહ શાસનસેવાનાં કે ધર્મનાં કામો પૈસાથી જ થાય એવા ભ્રમને દૂર કરીને પોતાની જે પરિસ્થિતિ હતી તેમાં પણ આજીવિકા પૂરતું થોડું ઘણું જે કંઈ મળી જાય તેમાં સંપૂર્ણ સંતોષ માનીને બાકીનો બધો જ સમય પ્રભુભક્તિમાં-ધર્મની આરાધનામાં અને ધર્મ સંસ્થાઓના કામમાં આપનાર, અનેક પૂજયોના ઉપાસક, ભગવાનની ભક્તિમાં કેટલીયે વાર ટ્રેન ચૂકી જનાર, એવી એક મહાસત્ત્વશાળી વિભૂતિ. આગમોદય સમિતિમાં વર્ષો સુધી સેવા આપી. મહેસાણામાં “શ્રી જૈન શ્રેયસ્કરમંડળ’ અને ‘શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના કરી. એમાં અભ્યાસ કરીને ઘણાંએ દીક્ષા લીધી યાવતું આચાર્યપદે આરૂઢ પણ થયા; અનેક ધાર્મિક પંડિતો અને શિક્ષકો તૈયાર થયા, જેઓએ જ્ઞાનની ગંગા વહાવી. તાજેતરમાં એ સંસ્થાનાં એકસો વર્ષ પૂરાં થયાં. તેની સુંદર ઉજવણી થઈ. સદરહુ સંસ્થાની પેટા ઓફિસ પાલીતાણામાં શરૂ કરીને તેના દ્વારા સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે પાઠશાળા ચાલુ કરી. વર્ષો સુધી એ કાર્ય ચાલ્યું. એવી જ રીતે સિદ્ધગિરિજી ઉપર નવેનવ ટૂંકમાં કાયમ માટે ધૂપ-દીપ દરેક ભગવાનને થાય એવું આયોજન કર્યું. ચતુર્વિધ સંઘની સેવા માટે ફ્રીમાં આયુર્વેદિક દવાખાનું પણ ચલાવ્યું. ધર્મવીર શેઠ વેણીચંદભાઈ” એ નામથી એમનું જીવન ચરિત્ર છપાયેલ છે. હૈયાના ઊછળતા ઉમંગે એમના ગુણોની અનુમોદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy