SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૭૫૯ = બહાદુરસિંહજી દુગડ જૈન સમાજના એક અગ્રીમ શ્રેષ્ઠીરત્ન હતા. તેઓની અસાધારણ બુદ્ધિપ્રતિભાનો એક દાખલો જોઈએ. ભારત સ્વતંત્ર થયા પછી અને રાજાઓના રજવાડાં ગયા પછી બિહાર રાજ્ય સરકારે જમીનદારી નાબુદીનો કાયદો કર્યો અને એ કાયદા હેઠળ બિહારમાં આવેલી એમની જમીન-જાગીર જપ્ત કરવાની બિહાર સરકારે કાર્યવાહી શરૂ કરી. તે વખતે પહેલાં તો એમણે તેના ઉપર સ્ટે મેળવી લીધો અને સરકારને આવી રીતે જમીન જપ્ત કરવાની સત્તા જ નથી, એ મુદ્દા ઉપર કેસ કર્યો. એમાં તેમણે એવા એવા જટિલ મુદ્દાઓ ઊભા કર્યા કે સરકારી વકીલ એનો જવાબ જ ન આપી શક્યો. છેવટે એમની જમીન અકબંધ રહી ગઈ. તે પછી તેમણે સામેથી બિહાર સરકાર ઉપર બદનક્ષીનો કેસ કરીને તેની પાસેથી પોતાને થયેલ નુકશાનીનું વળતર પણ મેળવ્યું. આવા તો અનેકવાર એમણે પોતાની બુદ્ધિના ચમકારા તીર્થરક્ષાના કામમાં પણ બતાવ્યા છે. વિ. સં. ૨૦૧૧માં દિગંબરોએ આપણા સમેતશિખરજી તીર્થ પરના હક્કો ઉપર તરાપ મારી ત્યારે પણ તેમની સામે ઝીંક ઝીલીને તેમાં સફળ થવાની એમના હૈયે પૂરી હામ હતી. પરંતુ શરીરનો સાથ ન હતો અને એના ખર્ચા માટેની પોતાની પહોંચ ટૂંકી પડતી હતી. એટલે તેઓ એ કામ કરી શક્યા નહીં. એનું દુઃખ એમને જીવનના અંત સુધી રહ્યું. આવા દાની, પરાક્રમી, ભાગ્યશાળી પુરુષની ગુણગરિમાની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. ( દાનવીર માણેકલાલ ચુનીલાલ શેઠ ) અમદાવાદ (રાજનગર)ના મૂળ વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ, મુંબઈ જે એમને માટે ધર્મભૂમિ-કર્મભૂમિ બની. પુજાઈ પણ એમની ગજબની, એક સરખો ચડતો સિતારો જીવનના અંત સુધી ટકી રહ્યો. જેવી પૈસાની રેલમછેલ એવી જ એમની ઉદારતાની પણ રેલમછેલ. પોતાના ધર્મદાતા અને પરમ ઉપકારી એવા ગુરુદેવ પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અંધેરી-ઇરલામાં ઉપધાન તપની એવી તો સુંદર આરાધના કરાવી કે એનો જોટો ઇતિહાસમાં મળે તેમ નથી. મુંબઈમાં કોઈપણ ફંડફાળો હોય તો એમાં પહેલું નામ એમનું હોય. વર્ષો સુધી આ શિરસ્તો ચાલુ રહ્યો. મુંબઈ ગોડીજીમાં વર્ષો સુધી પ્રમુખ ટ્રસ્ટી તરીકે રહ્યા. સાહિત્યપ્રસારના પણ એવા જ પ્રેમી. કોઈપણ સાત્ત્વિક અને ઉપયોગી પ્રકાશન હોય તો એમાં એમનું યોગદાન હોય જ. શાસનના પ્રશ્નોમાં પણ ઊંડી ચિંતા ધરાવનાર. સાદાઈ અને નમ્રતાની જીવંતમૂર્તિ. એમના ધર્મજીવનની હૈયાના ઊછળતા ઉમળકા સાથે અનુમોદના. (વઢવાણના રતિલાલ જીવણભાઈ શાહ ) દઢ મનોબળ ધરાવનાર, જીવદયાના પ્રખર હિમાયતી, જીવદયા માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર, અવસર આવ્ય જીવસટોસટનું જોખમ ખેડનાર, વઢવાણના ભોગાવામાં અને આજુબાજુના પ્રદેશોમાં સંપૂર્ણપણે માછલાં પકડવાનું બંધ કરાવનાર, તે માછીમારોને આર્થિક સહાય આપીને અન્ય કામે લગાડનાર, ધર્મનાં અનેક કાર્યો કરનાર, વઢવાણ સંઘના મોભી, એવા આ પુરુષને રૂબરૂ મળવાનું તો થયું નથી પરંતુ પૂજ્ય ગુરુદેવ આદિના મોઢે એમના ગુણોનું વર્ણન જે સાંભળેલ છે તે રજૂ કરેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy