SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( ભરુચના શ્રી અનુપચંદ મલકચંદ શાહ ઝગમગતી શ્રદ્ધાનો અનુપમ ગુણ ધરાવનાર, તત્ત્વજ્ઞાનના ડા અભ્યાસી અને તેના મર્મ સુધી પહોંચનાર, સાધુ-સાધ્વીજીઓને પણ કમ્મપયડાં વગેરે ભણાવનાર, સંપ અને તીર્થરક્ષાને પોતાનું કર્તવ્ય સમજીને તેનું પાલન કરનાર, વર્ષો સુધી ભરુચ તીર્થની - પેઢીનું સફળતાપૂર્વક સુકાન સંભાળનાર, અનુપમ વિનય અને નમ્રતાના ધારક, તાત્ત્વિક અને ફરાર છે ‘તમાં કે કંઈ શંકા પડે તેનું સમાધાન પૂજ્યો પાસેથી મેળવનાર, ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તર..?' 'ડેથની રચના કરનાર (આ ગ્રંથ છપાઈ ગયેલો છે), આવી રીતે જ્ઞાનની અને તેની સાથે તપની પણ સુંદર આરાધના કરનાર એવા આ ભાગ્યશાળી ઊંચ આત્માની ભાવભરી યાદી સાથે એમના સાત્ત્વિક જીવનની અને ગુણોની અનુમોદના.... (બાબુ શ્રીમાન્ કનૈયાલાલજી બદ ) બીકાનેર (રાજ.)ના મૂળ વતની અને ધંધાર્થે કલકત્તામાં સ્થાયી થયેલ, અખંડ બ્રહ્મચર્યવ્રતના ધારક, જિનભક્તિમાં ગાંડાઘેલાં થઈ જનાર, પંડિતજી પ્રભુદાસભાઈ પારેખ પાસે જૈન શાસનનો અને તત્ત્વોનો ઊંડો અભ્યાસ કરનાર, સંગીતના માહેર, નવા નવા સંગીતકારો પાસે પૂજા ભણાવવાનો સુંદર શોખ ધરાવનાર, ક્ષત્રીયકુંડ-લછવાડમાં ખભેખભા મિલાવીને કામ કરનાર, એ તીર્થની રમણીયતાને ચાર ચાંદ લગાડનાર. એક જ છોડ ઉપર ચાર ચાર રંગની એકેક ફટનો વ્યાસ ધરાવનાર એવા ગુલાબના છોડો ઉપરાંત નયનરમ્ય બગીચાનું સર્જન કરનાર, લાખોની સંપત્તિનો ધર્મમાં સવ્યય કરનાર, ત્યાંનો રસ્તો, ત્યાંની ધર્મશાળા, ત્યાંનું મંદિર આદિમાં જે કંઈ કાર્ય કર્યું એ બધું પોતાના જ દ્રવ્યથી, ત્યાંના મજુરો અને રટાફના માણસોનું પણ પરિવારની જેમ જતન કરનાર, એવા મહાનુભાવના ગુણોની ભાવભરી અનુમોદના. ( રાવબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ ) ધર્મનગરી રાધનપુરના મૂળ વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરનારા, પડછંદ શરીર, ગૌરવર્ણ, શાસનના પ્રશ્નોમાં અને તીર્થરક્ષાના કામમાં ખડેપગે સેવા આપનાર, સાધુ-સાધ્વીઓને દરેકને વિધિપૂર્વક વંદન કરનાર, તેની સુંદર વૈયાવચ્ચ કરનાર, અનેક સંસ્થાઓમાં જવાબદારીભર્યું સ્થાન મળવા તેને શોભાવનાર, જીવનમાં સાદાઈ--સંયમ-ઉદારતા–જિનભક્તિ--સાધર્મિક ભક્તિ આદિ ગુણોના ધારક, ગમે તેવા વિકટ અને વિષમ સંયોગોમાં પણ હિંમતપૂર્વક ઝઝૂમનાર અને સફળતા મેળવનાર એવા આ નરશાર્દુલના જીવનના પરાક્રમી અને યશસ્વી ગુણોની ભાવસભર અનુમોદનાં. ( તીર્થરક્ષક મહારાજા બહાદુરસિંહજી દુગડ ) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં “કીંગ ઓફ બલુચર સ્ટેટતરીકે જન્મીને પાછળથી ! કલકત્તામાં સ્થાયી થનાર, પ્રભાવશાળી પ્રતિભાના ધારક, શાસનના અવિહડ હામી, આજથી લગભગ એકસો વરસ પહેલાં તે સમયમાં બધું મળીને લગભગ ધર્માદામાં ૫૦ કરોડનો વ્યય કરનાર, દેઢ શ્રદ્ધાળ, દિગંબરો અને બ્રીટીશ સરકાર સામે પણ અડીખમ રહીને ટક્કર ઝીલનાર અને તીર્થરક્ષા કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy