________________
અભિવાદન ગ્રંથ ]
[ ૯૬૭
શ્રી ચુનીભાઈમાં વ્યવહારદક્ષતા કાર્ય કરવાની કુશલતા પણ કાંઈ ઓછી નહોતી. એ વ્યવહારકુશલતાને અંગે જ તેઓ છેવટ સુધી વ્યવહારમાં એકસરખા શુદ્ધ રહ્યા હતા. ન્યાય—નીતિ ઉપર તેમને અથાગ પ્રેમ હતો; અને જેમ બને તેમ અનીતિ તથા પ્રપંચના પાસાઓથી દૂર રહેવાય તે માટે તેઓ સદા જાગૃત રહેતા. સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર
સંઘવણ ચંચળબહેન ચુનીલાલ લક્ષ્મીચંદ
આપણા આ સંઘપતિ ચુનીભાઈ જેવા ગુણીયલ છે, તેમનાં સહધર્મચારિણી સંઘવણ શ્રીમતી ચંચળબાઈ પણ તેવાં જ સદ્ગુણસંપન્ન છે. દાનગુણમાં તો શ્રી ચુનીભાઈથી પણ તેઓ ચઢી જાય તેમ છે. સંઘમાં જામનગરથી નીકળ્યા બાદ પાલીતાણા સુધી પ્રાયઃ તેઓ પાદચારી (પગે ચાલવાવાળાં) જ રહ્યાં હતાં. આ દરમ્યાન રસ્તે ચાલતા સંઘના દર્શનાર્થે ઊભેલા હજારો દર્શનાર્થીઓને જે હાથમાં આવ્યું તે છૂટે હાથે દાન આપી જૈનશાસનની લોકોત્તર પ્રભાવના કરનાર આ સંઘવણ શ્રીમતી ચંચળબાઈ જ છે. શિયળના સર્વશિરોમણિ ગુણ સાથે સામાયિક-પૌષથ-પ્રતિક્રમણ-તપ-જપ-વ્રત-પચ્ચક્ખાણમાં તેઓ ખુબ જ આગળ વધ્યા છે. આવાં ગુણીયલ છતાં પોતાના વડીલોની મર્યાદા સંપૂર્ણ સાચવવામાં તેઓ જરાપણ ઓછાં ઉતરે તેમ નથી. પંચમી, એકાદશી, ચતુર્દશી, વિંશતિસ્થાનક, શ્રી સિદ્ધચક્ર મહારાજ વિગેરે ઉત્તમ સ્થાનકોની તેઓએ અનુપમ આરાધના કરી છે. એટલું જ નહિ પણ એ આરાધના ઉપર શાસનોન્નતિકા૨ક ઉદ્યાપન મહોત્સવ કરી જિનમંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યો છે. સાધુસાધ્વીની ભક્તિ-વૈયાવચ્ચમાં સદા તેઓ તત્પર હોય છે. સંપત્તિનો વિપુલ પ્રમાણમાં યોગ છતાં ધર્માર્થે શરીરને કસવામાં ચંચળબાઈ જરાપણ હઠે તેમ નથી અને તેથી જ લગભગ ચારસો માઇલ જેટલી લાંબી પદયાત્રામાં તેમણે છ'રી પાળી છે. ૫-૬ માઈલ કે તેથી પણ વધુ ચાલીને આવેલા હોય તોપણ સાંજ પડે એટલે સંઘમાં સાથે આવેલાં પૂ. આચાર્ય મહારાજાદિ મુનિવરો અને પૂ. સાધ્વીજી મહારાજાઓને વંદન, સુખશાતા તથા કામકાજ માટે લગભગ હંમેશા પૂછવા નીકળે અને દેખાતી ખામી તૂર્ત જ પૂર્ણ થાય, એ ‘તેમની અંતરની કેટલી ધર્મભક્તિ છે' તે જણાવવા માટે બસ છે.
સ્વ. શ્રી ચીમનલાલ અંબાલાલ નવાબ
ધર્મ સંસ્કાર અને સમાજસેવાના ત્રિવેણી સંગમ સમા સ્વ. શ્રી ચિમનલાલભાઈ નવાબ ભારતભરના જૈનોમાં આગવું નામ ધરાવનાર સૌના સન્માનનીય પ્રેરણામૂર્તિ તરીકે દેશમાં અને વિદેશમાં સારી ખ્યાતિ પામ્યા હતા. મુંબઈમાં તેમનો જન્મ થયો. બી.એ. સુધીનો વ્યવહારિક અભ્યાસ કર્યો પણ જ્યોતિષવિદ્યા તેમનો પ્રિય વિષય હતો. નાની ઉંમરથી જ કાંઈક કરી છૂટવાની તમન્ના અને તરવરાટ હતો.
એમની વિશિષ્ટ જીવનશૈલી ઉપર દૃષ્ટિપાત કરતા જણાય છે કે વિશ્વમાં ગણાતા પ્રખર-પ્રકાંડ જ્યોતિષીઓની પ્રથમ હરોળમાં તેમની ગણના થતી હતા. ભારતના પંતપ્રધાનો જવાહરલાલ નહેરૂ કે મોરારજી દેસાઈના ક્યારેક નિકટપણામાં રહીને એમણે કેટલીક સ્પષ્ટ આગાહીઓ પણ કરેલી, જેને કારણે તેઓ બહોળા જનસમૂહમાં નામ કમાયા. શેરબજારમાં તેમનો ધીકતો વ્યાપાર અને સમાજસેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org