SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1015
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૬ [ જૈન પ્રતિભાદર્શન પોતાને અર્ધ લાભ આપવાની વડીલ પાસે કરેલી માગણી એ તેમના ઔદાર્યનો જબ્બર પુરાવો છે. પોતાના સુશીલ ધર્મપત્ની શ્રીમતી ચંચળબ્દને કરેલ શ્રી નવપદજી, વીશતિસ્થાનક વગરે તપશ્ચર્યા નિમિત્તે લગભગ એક લાખના ખર્ચે કરાવેલ ભવ્ય ઉદ્યાપન (ઉજમણ) મહોત્સવ અને તે સમયે ઠેઠ ગુજરાતમાં બિરાજમાન પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાદિ વિશાળ સાધુસમુદાયને વિજ્ઞપ્તિ | કરવાપૂર્વક વિહાર કરાવી જામનગરમાં કરાવેલા દબદબાભર્યા પ્રવેશોત્સવ એ પ્રસંગે શ્રી ચુનીભાઈએ કરેલું બાદશાહી સામૈયું જામનગરની જૈન-જૈનેતર | શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ Rપ્રજા આજે પણ સંભારે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તલાટીમાં તૈયાર થતાં શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં સર્વપ્રથમ પચાસથી સાઠ હજારની ઉદાર સખાવત કરનાર તે બીજું કોઈ નહિ પણ આ દાનવીર સંઘપતિ શ્રી ચુનીભાઈ જ. શ્રી પોપટલાલ ધારશીભાઈના જામનગરથી શત્રુંજય તીર્થના નીકળેલા ઐતિહાસિક સંઘયાત્રાના કુલ ખર્ચમાં અર્ધા ભાગીદાર થઈ તીર્થંકર નામકર્મના હેતુભૂત શાસનોન્નતિ કરાવનાર પણ આ નાના સંઘપતિ જ છે. આવી હજારો અને લાખોની ઉદાર સખાવતો સિવાય નાની સખાવતો તેઓશ્રી તરફથી કેટલી આજસુધીમાં થઈ હશે તેની સંખ્યાના આંકડા તો તેઓ પોતે જ જાણતા હશે. આવી અસાધારણ ઉદારતાને અંગે જૈનસમાજ દાનવીર પુરુષોની પ્રથમ પંક્તિમાં તેઓને ગણે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આવું ભારે મોટું ઔદાર્ય છતાં આ પુશાલી વ્યક્તિમાં અભિમાનનો અંશ પણ જોવામાં આવતો નહીં. તેમની રહેણીકહેણી તદ્દન સાદી હતી. વડિલમર્યાદા તેમણે કોઈપણ વખત લોપી નથી. વડીલ શ્રી પોપટભાઈ જે કોઈ કાર્ય કરે તે હરકોઈ પ્રસંગે આપણા આ નાના સંઘપતિ ચુનીભાઈ સદાય તૈયાર જ હોય. સંઘયાત્રા પ્રવાસ દરમ્યાન ઘણી વખત અનુભવાયું છે કે, કોઈ કોઈ તેવા શુભ પ્રસંગમાં કોઈ કાર્યવિશેષ પરત્વે તેમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ એક જ વસ્તુ જણાવે જે “વડીલને પૂછો, તેમની સલાહ લ્યો અને તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરો; મને આ બાબતમાં જરાપણ પૂછવાની જરૂર નથી. જે વાત તેમને મંજુર છે તે મને મંજુર હોય જ. સંપૂર્ણ લક્ષ્મીનો યોગ છતાં વડીલોનો આવો આમ્નાય (મર્યાદા) કોઈ ભાગ્યવાનમાં જ દ્રષ્ટિગોચર થાય છે. શ્રી ચુનીભાઈનું ગાંભીર્ય પણ જનતાને હેરત પમાડે તેવું હતું. કોઈ પણ કાર્યપ્રસંગે તેઓ કદી ઉતાવળા થતા નહીં. જે કાર્ય કરવા ધાર્યું હોય તેનો પ્રથમ સ્વયં સંપૂર્ણ વિચાર કરે, ત્યારબાદ વડીલોની સલાહ લે અને અનુમતિ મળ્યા બાદ કાર્ય પ્રારંભે. કાર્યનો પ્રારંભ થયા બાદ જો વિપ્નપરંપરા આવે તો ધીરજ રાખે; જરાપણ પાછા ન હઠે અને આરંભેલું કાર્ય ગમે તે ભોગે પાર ઉતારે, શ્રી ચુનીભાઈની આ સહજ પ્રકૃતિ હતી. એ ધીરતા અને ગંભીરતા તેમને કોઈ અજબ રીતે વરેલી હતી. શ્રી ચુનીભાઈમાં હદયની નિખાલસવૃત્તિ પણ અન્ય વર્ગને અનુકરણીય હતી. સાચું કહેવામાં તેઓ પ્રાયઃ કોઈની શરમ રાખતા નહીં, આમ છતાં તેમના મુખમાં એવી મીઠાશ રહેતી હતી કે તેઓની વાણી કોઈને પણ અપ્રિય થતી નહીં. હૈયામાં કાંઈ હોય અને મુખમાં કાંઈ હોય એ વૃત્તિ તેમને જરાપણ ઇષ્ટ નહોતી. મનમાં જે ઠીક લાગે તે પ્રમાણે જ તેઓ બોલનારા અને મિતભાષી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy