________________
અભિવાદન ગ્રંથ ]
[ ૯૬૫
મૂંગા પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૭૭ના સમાધિમરણ થયું.
શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકોત્કર્ષ માટે બજાવેલી તેમની સેવાભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેના દૂધની છાશ બનાવરાવી ગામડાંઓના ગરીબ પરિવારોને નિયમિત પહોંચાડતા. આ માટે તેમણે કોઈના પાસેથી નથી ફંડ એકઠું કર્યું તેમ ઊપજ પણ કરી નથી.
સંવત ૨૦૦૮માં વિજયવલ્લભસૂરિજી મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવકોત્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી ખીમજીભાઈએ ભારે જહેમત લઈને પૂરી કરાવી આપી.
મુંબઈ-શ્રી આત્માનંદ જૈન સભાને માટે ધનજી સ્ટ્રીટમાંથી પોતાની જગ્યા કાઢી આપી. સંસ્થા પ્રત્યેની તેમની ઔદાર્યતા અને આત્મીયતાના આ પ્રસંગથી દર્શન થાય છે.
કોન્ફરન્સના અધિવેશનમાં તેમણે જે કામ કર્યું તેમાં તેમની કાર્યકુશળતાનાં દર્શન થાય છે. તેમ જ થાણામાં પૂ. આચાર્યશ્રીએ ઉપધાન કરાવેલાં ત્યારે મતમતાંતરોનું સમાધાન કરાવી ઉપધાનની ઊપજની રકમની ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા.
શ્રી ખીમજીભાઈને અંત સમયે કોઈ મમતા કે આસક્તિ રહી ન હતી. તેઓ સામાજિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે પોતાની સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે.
તેમના સમગ્ર પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કારો મળ્યા છે. કોઈપણ ઉપાડેલાં મંગળ કાર્યો માટે તેની જાગૃતિ, ઝડપ, કાર્યનિષ્ઠા વગેરે અનુભવો વિષેનું તેમનું જ્ઞાન વ્યાપક હતું. તેના પ્રભાવે અસંખ્ય કાર્યકરોનું વર્તુળ તેમની આસપાસ ઊભું કરી શકયા તે તેમની અગાધ શક્તિની પ્રતીતિ કરાવે છે.
જે સમતાપૂર્વક તેમનો દેહાંત થયો એ જ સમભાવ વડે એમણે મૃત્યુને પણ પડકાર્યું. છેલ્લી ઘડી સુધી દરેક પ્રવૃત્તિ માટે સતત ચિંતા સેવી હતી.
ધર્મ પરત્વે તો શ્રી ખીમજીભાઈને અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધા હતી. વિવિધ સામાજિક સંસ્થાઓના વિકાસ માટે પણ એટલો જ પ્રેમ અને લાગણી હતાં.
કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળ અને આપત્તિના ઓળા ઊતરી આવેલા ત્યારે ગામડે ગામડે ફરીને શ્રી ખીમજીભાઈએ દીનહીન કિસાનોની જે સેવા કરી છે, તન-મન-ધન ન્યોછાવર કરીને પણ ગરીબોનાં એમણે જે આંસુ લૂક્યાં છે તે ઘટના ચિરસ્મરણિય બની રહેશે. જૈન અને જૈનેતર પ્રજા કાયમ માટે આ ધર્મવીર મેધાવી પુરુષને યાદ કરશે. સેવાધર્મની અને શુભ માંગલિક પ્રવૃત્તિઓ પરત્વે તેમના પુત્રપરિવારે પણ એવું જ મમત્વ બતાવ્યા કર્યું છે.
( શ્રી ચુનીભાઈ લક્ષ્મીચંદ ) જામનગરમાં લગભગ પોણા લાખના ખર્ચથી તૈયાર થયેલ “શ્રી લક્ષ્મી આશ્રમ' તેમ જ તેના ઉપરના ભાગમાં વર્તતું જૈનાનંદ પુસ્તકાલય” આ બન્ને ધાર્મિક સંસ્થાઓ શ્રી ચુનીભાઈની ઉદારતાના ખરેખર યશ પુંજ છે. શ્રી વર્ધમાનતપ આયંબિલખાતામાં અર્પણ થયેલી ૩OOO૦ની રકમમાં પણ
૧.૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org