SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1013
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૪ / || જૈન પ્રતિભાદર્શન પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રે કુળ અને કુટુંબને ઉજજવળ કર્યું. તેમનાં પુત્ર, પૌત્રો, પુત્રવધૂઓએ પણ મંગલધર્મની પગદંડી ઉપર એ જ રાહ અપનાવ્યો છે. આવા પુણ્યશાળી આત્માઓની ભૂરિ ભૂરિ અનુમોદન કર્યા વગર રહી શકાતું નથી. પરિવારના સભ્યો ધર્મભાવનામાં આગળ વધે એ જ મંગલકામના. (સ્વ. શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ, ભાવનગર) ત્રણ ત્રણ વર્ષનાં કારમાં દુષ્કાળમાં મૂંગા જાનવરો પ્રત્યે દયાની | લાગણીથી શ્રી ભાવનગર પાંજરાપોળ-સમઢિયાળાના મંત્રી તરીકે જોડાઈને મહામૂલાં કાર્યો કરી નિઃસ્વાર્થ ભાવે તન-મન અને ધનનો ભોગ આપી લાખો અબોલ જાનવરોને મોતના મુખમાંથી બચાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યનાં પોટલાં બાંધ્યાં છે. ઘણી સંસ્થાઓના માર્ગદર્શક તરીકે, કોઈ હોદ્દા વગર, ઘણાં હિતકારી શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ | શાર્ણ ] કાર્યો કર્યા છે. ભાવનગર જૈન સંઘે મહત્ત્વની પદવી, મંત્રીની જવાબદારી, ય છે. ભાવનગર તેમને સોંપી સર્વાનુમતે નિમણૂંક કરી, યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપેલ. ધાર્મિક કાર્યોમાં પણ વડીલોના નામને ઉજજવળ કરાય તેવું મહામૂલું ઉપધાનતપ શ્રીમતી વિજ્યાલક્ષ્મી ફતેચંદ સોમચંદ પરિવાર તરફથી પૂ. શાસનસમ્રાટ સમુદાયના પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં અનેરી રીતે યોજી. ભાવનગરમાં ભવ્ય મહોત્સવની ઉજવણી કરી અનેરી ભાત પાડી હતી. સં. ૨૦૧૩માં દાદાસાહેબ દહેરાસરમાં પ. પૂ. આ. વિજયદેવસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં નવી દહેરીમાં શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનો અને કારોદ્ઘાટનનો અમૂલ્ય લાભ લીધો હતો. પ. પૂ. આ. મેરૂપ્રભસુરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ભાવનગરમાં સામુદાયિક ચૈત્ર માસની ઓળી કરાવી વિશિષ્ઠ લાભ લીઘો, જેમાં રેકર્ડરૂપ ૧૮00 આરાધકો જોડાયા હતા. શૂન્યમાંથી સર્જનની જેમ પ્રારબ્ધ અને પુરુષાર્થથી જૈનશાસનના અનેરા સત્કાર્યો કરી વ્યવહારકુશળ વેપારી તરીકે સારી નામના પ્રાપ્ત કરી છે. માતા વિજયાલક્ષ્મીની કુખ ઉજાળી છે. જૈન સોશ્યલ ગ્રુપ વેસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે, ઘોઘારી જ્ઞાતિના પ્રમુખ તરીકે તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે તેમની સેવા જાણીતી છે. હમણાં જ થોડા સમય પહેલાં આ પુણ્યાત્માનો જીવનદીપ ટૂંકી બિમારીમાં બૂઝાઈ ગયો. ભાવનગર જૈન સંઘને તેમના સ્વર્ગવાસથી ઘણી જ મોટી ખોટ પડી છે. ( સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા ) જૈન સમાજના અડીખમ સ્થંભ, સામાજિક આગેવાન નેતા, યુગવીર આચાર્યશ્રી વિજયA વલ્લભસૂરિજીના અનન્ય ભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy