SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૬૩ શ્રી ખુમચંદભાઈએ પાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મના આચાર-વિચારને નાની ઉંમરથી જીવનમાં પચાવ્યો. જિંદગીમાં કયારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ કયારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભકિતભાવ રહ્યા છે. આ પુણ્યશાળી આત્મા હમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યાં. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસ્કયામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠીન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણ સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. - જિનભકિતના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભશ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલિ આપી, “સર્વવિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સજઝાય આદિ કંઠસ્થ કરી યથાસમયે મધુરકંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તી માણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથોના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાંચન, તેમજ ઓફિસમાં બેઠા હોય તો પણ ધર્મ-વાંચન ચાલુ જ હોય. આ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપડી, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા શ્રી ખુમચંદભાઈના ધર્મપત્ની સ્વ. ચુનીબહેનનું જીવન પણ એક શ્રાવિકાને શોભતું હતું ને તેમના પરિવારમાં છ પુત્રો છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યા નથી. જેના પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં ધર્મશ્રદ્ધા સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા સાધર્મિક ભાઈ, બહેનો તરફ હમેશાં માયાળુ અને નમ્ર રહ્યાં છે. જૈનેતર પણ એમના આંગણેથી કયારેય પાછા ગયા નથી. અર્થાત આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદુ જીવન જીવતા આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ વહેવડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યકિતગત જીવન અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. ભારતભરના નાનામોટા અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણુ યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યા, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy